SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨] યોગ્ય અયોગ્ય વિવેચનથી જ્ઞાનપણું. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ પુત્ર પરિવારના કારણભૂત મૈથુનાદિ ક્રિયાને તેઓ મોક્ષનું સાધન માને છે, તેથી તેમનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે, અને સમ્યગૃષ્ટિનું જ્ઞાન સમ્યજ્ઞાન ક્રિયાના સંયોગથી મોક્ષાદિમાં પ્રવર્તે છે, તેથી તેઓનું જ્ઞાન જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાનરૂપ જ છે. ૩૩૦. પ્રશ્ન :- મિથ્યાષ્ટિએ વિપરીત ક્રિયા લક્ષણ મિથ્યાજ્ઞાનરૂપ ધર્મને, મોક્ષ સાધકપણે માનેલ છે, અને તેજ ધર્મ સમ્યગ્દષ્ટિએ માનેલ સમ્યજ્ઞાનાદિ રૂપ મોક્ષ સાધનનો ધર્મ છે, તો પછી એમાં મિથ્યાષ્ટિને વિપરીત શું છે ? આપે ૩૨૦મી ગાથામાં કહ્યું છે કે - “ સમયે સર્વ સમ્મરિસ નં વન્યું.” એ પ્રમાણે સમ્યગૃષ્ટિને સર્વ વસ્તુ સર્વમય છે. એ કથનથી “સર્વ વસ્તુ સર્વમય છે”. એમ આપનો સિદ્ધાન્ત થયો. એ ઉપરથી તો જેમ સમ્યજ્ઞાનઆદિ સમ્યજ્ઞાન-દર્શન ચારિત્રરૂપ સાધનનો ધર્મ છે, તેમ મિથ્યાજ્ઞાનાદિ પણ તે સાધનનો ધર્મ છે એમ થયું, જો એમ ન હોય તો “સર્વ વસ્તુ સર્વમય છે” એમ નહી કહી શકાય. સદ્દષ્ટિએ મોક્ષ સિદ્ધિ માટે જે સાધનને ધર્મ માનેલ છે, તે સાધનનો ધર્મ તેની જ સિદ્ધિ માટે મિથ્યાદષ્ટિએ પણ માનેલ છે. એમાં ધર્મ ગ્રહણ કરવાથી ધર્મીપણ કથંચિત્ ગ્રહણ થાય છે. એટલે એમાં મિથ્યાષ્ટિને વિપરીત શું છે કે જેથી તેઓના જ્ઞાનને આપ અજ્ઞાનરૂપ કહો છો ? ઉત્તર :- અનન્ત ધર્માત્મક વસ્તુના બધા ધર્મો એક જ અર્થને સાધતા નથી, પરંતુ યોગ્યતા મુજબ કોઈ ધર્મ, કોઈક અર્થને સિદ્ધ કરે છે. જેમ કલશ કોડીયું કપાલ વિગેરેમાં માટી સમાન હોવા છતાં પણ કળશની જેમ કપાલ આદિ મંગળ કાર્ય, અથવા પાણી ભરવા રૂપ કાર્ય કરતાં નથી, વળી સુર્વણપણે સમાન હોવા છતાં પણ કુંડળની જેમ નૂપુર કાનનું આભૂષણ બનતું નથી, તેમજ ચોખા-દાળ-ઘી વિગેરેમાં કોઈક ધર્મ સમાન હોવા છતાં પણ, રસની જેમ ગંધ વિગેરે શરીરની પુષ્ટિ-સુપ્તિ વિગેરે કરતા નથી. એ જ પ્રમાણે મિથ્યાજ્ઞાનઆદિ મોક્ષઆદિ સાધનના વિરૂદ્ધ ધર્મ હોવાથી મોક્ષ સાધતા નથી, પણ સંસારને જ સાધે છે. મોક્ષ આદિને તો તેના સાધનયોગ્ય સમ્યજ્ઞાનઆદિ ધર્મ જ સાધે છે, કારણ કે મોક્ષ આદિના સાધનભૂત અનંત ધર્માત્મા વસ્તુ સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરવા છતાં પણ, મોક્ષ પ્રાપ્તિ માટે તો તેને યોગ્ય સમ્યગુજ્ઞાન આદિ ધર્મનો તે આશ્રય કરે છે, અને અયોગ્ય સાધન-મિથ્યાજ્ઞાન વિગેરેને છોડી દે છે. મિથ્યાષ્ટિ તો મિથ્યાત્વના ઉદયને કારણે અજ્ઞાનદૃષ્ટિથી તેમાં મિથ્યાજ્ઞાનઆદિની અયોગ્યતા જોયા વિના તેનો જ આશ્રય લે છે, તેથી તેનું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. ૩૩૧. વળી મિથ્યાદેષ્ટિ યોગ્યાયોગ્ય સાધનધર્મો જાણતો ન હોવાથી, સાધનનો વિપરીત ઉપયોગ કરે છે, અને સમ્યગુષ્ટિ યોગ્યાયોગ્ય સાધન ધર્મને જાણતો હોવાથી, તે સાધનનો યોગ્ય ઉપયોગ કરે છે. તેથી તે સમ્યગુ આરાધક થઈને ઇષ્ટફળનો ભોક્તા થાય છે. કહ્યું છે કે “સુરાસુર વંદનીય એવા તીર્થકર ગણધર ભાષિત આગમને, યોગ્યકાળે પરમભક્તિથી ભણનાર, યોગ્યકાળ દર્શનપ્રભાવક શાસ્ત્રોનો જાણનાર, અષ્ટપ્રવચન માતાના પાલનમાં ઉપયોગવાળો થઈને આચાર્ય આદિ માટે શુદ્ધ આહાર પાણીની ગવેષણા કરનાર, વિશુદ્ધપરિણામી અસપત્નયોગ સેવનાર, ક્રિયાકુશળ એવો સમ્યગ્દષ્ટિજીવ, જ્ઞાન-દર્શન-ચારિત્ર આરાધીને, સાત-આઠ ભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, નિર્મળ, શાશ્વત મોક્ષપદ પ્રાપ્ત કરે છે. ત્યાં જન્મ-જરા-મરણ-રોગ-તુષા-ક્ષધા અને ભય આદિથી રહિત થઈ સાદિ અનંતકાળ પર્યત, તે અનંત સુખ ભોગવે છે.” આ કારણથી સમ્યગૃષ્ટિનું જ્ઞાન તે જ જ્ઞાનરૂપ છે. ૩૨૮-૩૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy