SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. સમ્યગૃષ્ટિનાં સંશય આદિ જ્ઞાનરૂપ છે. [૧૬૯ સમ્યગ્દષ્ટિ પ્રયોજનવશાત્ એક પણ પર્યાયને ગ્રહણ કરતા છતાં, તેટલા જ પર્યાયવાળી તે વસ્તુને ભાવથી ગ્રહણ કરે છે. નિર્ણયકાળ પણ મિથ્યાષ્ટિ વસ્તુને તેવા રૂપે નથી જાણતો, તેથી તેઓને બધું અજ્ઞાન જ છે. અથવા મિથ્યા અભિનિવેશથી ઘટમાં પટબુદ્ધિની જેમ વિપર્યયજ થાય છે, તેથી મિથ્યાદષ્ટિને કષ્ટતર અજ્ઞાન છે. અથવા જેમ ઈન્દ્રજ્ઞાનોપયોગથી (ઉપયોગવાનને) તન્મયપણું (ઈન્દ્રપણું) થાય છે, તેમ સમ્યગ્દષ્ટિને સંશયાદિ છતાં પણ જ્ઞાનોપયોગથી જ્ઞાન છે, મિથ્યાત્વીને પણ એ તુલ્ય છે. (એમ કહેવામાં આવે તો તે) અયોગ્ય છે. (કેમ કે) તે સમ્યક્ત્વાદિભાવ શૂન્ય હોવાથી તેને ઉપયોગ છતાં પણ હંમેશાં અજ્ઞાન પરિણામ છે. નિર્ણાંત ઉપયોગમાં પણ તેને વિપરીત વસ્તુની પ્રતિપત્તિ હોય છે, તો પછી સંશયાદિકાળે તો જ્ઞાનોપયોગ ક્યાંથી હોય ? ૩૨૨ થી ૩૨૭. પ્રયોજનવશાત્ ઘટાદિ વસ્તુના ઘટતાદિ એકજ પર્યાયને ગ્રહણ કરનાર સમ્યગ્દષ્ટિ, પૂર્વોક્ત પ્રકારે અનન્તપર્યાયવાળી વસ્તુ જ આગમપ્રાણ અંગીકાર કરીને, ભાવથી ગ્રહણ કરે છે. ઉદાહરણ તરીકે - કોઈ સવર્ણનો ઘડો જોઈને, તેને ઘડાનું જ પ્રયોજન છે, તેથી તે માણસ “આ ઘડો છે” એમ ઘટપણાનો નિશ્ચય કરે છે, અને જેને સુવર્ણનું પ્રયોજન છે, તે માણસ “આ સુવર્ણ છે” એમ સુવર્ણપણાનો નિશ્ચય કરે છે, જેને પાણી ભરવાનું પ્રયોજન છે, તે માણસ “આ પાણી ભરવાનું ભાજન છે” એવો નિશ્ચય કરે છે. વળી કેટલાક અભ્યાસપટુતાઅને પ્રત્યાત્તિ (નજીકપણા) આદિથી ગ્રહણ કરે છે. જેમ કે કોઈ બ્રાહ્મણને દ્વારમાં ઉભેલો જોઈને કોઈ વ્યક્તિ અભ્યાસના વશથી “આ ભિક્ષુક છે” એમ કહે છે, કોઈ. પટુતાવશાત્ “આ બ્રાહ્મણ છે” એવું કહે છે, અને કોઈ તેની પાસે ભણેલો હોય, તે પ્રત્યાત્તિથી “આ મારા ઉપાધ્યાય છે” એમ કહે છે. આ પ્રમાણે અનન્તપર્યાયવાળી વસ્તુના એક પર્યાયને ગ્રહણ કરતા છતાં પણ, ભાવથી યથાવસ્થિત વસ્તુ-સ્વરૂપને ગ્રહણ કરનાર સમ્યગ્દષ્ટિને સંશયાદિ કાળે પણ જ્ઞાન જ છે. ૩૨૨. પ્રશ્ન :- એ પ્રમાણે મિથ્યાદષ્ટિને પણ જ્ઞાન માનવામાં આવે તો શું હરકત છે ? ઉત્તર :- મિથ્યાષ્ટિઓને કેવળીદષ્ટ યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનો સ્વીકાર ન હોવાથી, તેમને નિર્ણયકાળે પણ પરમગુરૂએ ઉપદેશેલ અનન્તપર્યાયવાળી વસ્તુનો બોધ નથી, તેથી તેઓના નિશ્ચય અને સંશય સર્વ અજ્ઞાનરૂપ જ છે. ૩ર૩, અથવા મિથ્યાત્વીને સામાન્યથી અજ્ઞાન છે એમ નહી, પણ અતિ કષ્ટતર અજ્ઞાન છે. કારણ કે સંશય-અનધ્યવસાય-અને વિપર્યય એ ત્રણે સામાન્યથી અજ્ઞાનરૂપ કહેવાય છે, પણ મિથ્યાષ્ટિને તો તે અતિદુઃસહ મહાદુઃખનાં હેતુભૂત હોવાથી, વિશેષતર અજ્ઞાનરૂપ છે. કેમકે તેઓને સર્વજ્ઞભાષિત યથાવસ્થિત વસ્તુમાં વિપર્યાસજ થાય છે, સંશય અને અનધ્યવસાય નથી થતા. એ કારણથી સંશય અને અનધ્યવસાય કરતાં એ વિપર્યય અતિ વિશેષ અજ્ઞાનરૂપ છે. એ વિપર્યય થવાનું કારણ તેમને સર્વત્ર મિથ્યાઅભિનિવેશ હોય છે, એટલે કે મોક્ષમાં સંસારમાં અથવા નરકાદિમાં મિથ્યાઅભિનિવેશથી ઘટમાં પટબુદ્ધિની પેઠે સર્વ કહેલ વસ્તુમાં વિપરીત અધ્યવસાયજ થાય છે. તેથી તેઓને કષ્ટતર અજ્ઞાન છે, અને સર્વશે કહેલ યથાવસ્થિત વસ્તુતત્ત્વ માનવાથી સમ્યગ્દષ્ટિને હંમેશાં જ્ઞાન છે. ૩૨૪. અથવા જેમ ઈન્દ્રજ્ઞાનના ઉપયોગથી, તે ઉપયોગવાનું વ્યક્તિ ગરીબ હોવા છતાં પણ ઇન્દ્ર ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy