SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮] સમ્યકત્વનાં સંશયાદિ જ્ઞાનરૂપ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અજ્ઞાન તરીકે રૂઢ છે, તે સમ્યગ્દષ્ટિને કેવી રીતે જ્ઞાન હોય શકે ? ઉત્તર :- સંશયાદિથી જણાતા જે ધર્મો છે, તે ધર્મો પણ વસ્તુના પર્યાયો જ છે, તેથી તે પણ જ્ઞાનના હેતુ હોવાથી, સમ્યગ્દષ્ટિના સંશયાદિ જ્ઞાનરૂપ જ છે. લોકવ્યવહારમાં રૂઢ સંશયાદિને આગમમાં અજ્ઞાનના કારણરૂપે નથી માનેલ, પરંતુ મિથ્યાદષ્ટિના સંબંધને અજ્ઞાનનું કારણ માનેલ છે, અને એવો સંબંધ સમ્યગ્દષ્ટિના સંશયાદિમાં નથી, તેથી તેઓના સંશયાદિ જ્ઞાનરૂપ જ છે. જે વડે કિંચિત્ જણાય તે જ્ઞાન કહેવાય છે, સંશયાદિ વડે કંઈપણ નથી જણાતું એમ ન કહેવું. કેમ કે તેમને પણ વસ્તુ પર્યાયો જણાય છે. ઉદાહરણ તરીકે જેમ દૂર સ્થાણુ પડેલ હોય છતાં “આ Dાણ છે કે પુરૂષ છે ?” એવો સંશય થાય છે, તેમાં જે સ્થાણપણું અને પુરૂષપણું જણાય છે, તે બન્ને તેમાં પર્યાયપણે હોય છે. સ્થાણુપણું એમાં અનુગતરૂપે હોય છે અને પુરૂષપણું અભાવરૂપે હોય છે. અથવા સ્થાણુપણું તે સ્થાણુનો પર્યાય છે અને પુરૂષપણું તે પુરૂષનો પર્યાય છે. તથા સ્થાણુમાં “આ પુરૂષ જ છે” એવો જે વિપર્યય થાય છે, તેમાં પણ પુરૂષપણું એ વ્યાવૃત્તિરૂપે સ્થાણુનો જ પર્યાય છે, અને અનુગતપણે પુરૂષનો પર્યાય છે. અનધ્યવસાયમાં જણાતું સામાન્ય તે તો વિવાદ રહિત સ્થાણુક આદિ વસ્તુનો જ પર્યાય છે. એ રીતે સંશયાદિ વડે વસ્તુપર્યાયો જણાય છે, અહીં સમ્યગ્દષ્ટિના સંશયાદિનો અધિકાર નથી, વળી લોકરૂઢ સંશયાદિને અજ્ઞાનપણાનું કારણ નથી માન્યું. તેથી સમ્યગ્દષ્ટિના સંશયાદિ જ્ઞાનરૂપ જ છે. ૩૨૧. પ્રશ્ન - અનન્તપર્યાયવાળી સર્વ વસ્તુઓ છે, એમ આપે કહ્યું છે. તેવી અનન્ત પર્યાયવાળી ઘટાદિ વસ્તુના ઘટવારિરૂપ એકજ પર્યાયને એક કાળમાં સમ્યગ્દષ્ટિ ગ્રહણ કરે છે. આમ અનન્તપંર્યાયવાળી વસ્તુ છતાં, તેને એક પર્યાયપણે ગ્રહણ કરતાં સમ્યગ્દષ્ટિને જ્ઞાન કેમ કહેવાય ? કારણ કે અન્ય સ્વરૂપે રહેલી વસ્તુને, તે અન્યરૂપે ગ્રહણ કરે છે. આચાર્યશ્રી આના ઉત્તરમાં કહે છે કે पज्जायमासयंतो, एक्कंपि तओ, पओयणवसाओ । तत्तियपज्जायं चिय, तं गेण्हइ भावओ वत्थु ॥३२२॥ निण्णयकालेऽवि जओ, न तहारूवं विदंति ते वत्थं । मिच्छाद्दिट्ठी तम्हा, सब् चिय तेसिमण्णाणं ॥३२३॥ कट्ठयरं वऽन्नाणं, विवज्जओ चेव मिच्छट्ठिीणं । मिच्छाभिणिवेसाओ, सब्वत्थ घड़े ब्ब पडबुद्धी ॥३२४॥ अहवा जहिंदनाणोवओगओ तम्मयत्तणं होइ । तह संसयाइभावे, नाणं नाणोवओगाओ ॥३२५॥ तुल्लमियं मिच्छस्सऽवि, सो सम्मत्ताइभावसुन्नो त्ति । उवओगम्मिऽचि, तस्स निच्चमन्नाणपरिणामो ॥३२६॥ जं निन्नओवओगेऽवि तो, तस्स विवरीअवत्थुपडिवत्ती । तो संसयाइकाले, कत्तो नाणोवओगो से ? ॥३२७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy