SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦] સમ્યગદષ્ટિનું જ્ઞાન એ જ્ઞાન છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કહેવાય છે, તેમ સમ્યગુદષ્ટિને પણ સમ્યગ્દર્શનનો લાભ થતી વખતેજ, મતિ આદિ જ્ઞાનનો લાભ થવાથી સર્વદા જ્ઞાનોપયોગજ હોય છે. જો એમ ન હોય તો તે મિથ્યાદષ્ટિ કહેવાય, માટે સંશયાદિકાળે પણ મૂળ જ્ઞાનોપયોગથી તે જ્ઞાનીજ છે. જેમ રસકુંપિકામાંના મહારસમાં પડેલું ઘાસ પણ તદ્રુપપણાને પામે છે તેમ તે સમ્યગ્દર્શન હોવાથી જ્ઞાનીજ કહેવાય છે. ૩૨ ૫. પ્રશ્ન :- સમ્યગૃષ્ટિને જે જ્ઞાનોપયોગથી જ્ઞાન કહો છો, તે જ્ઞાનોપયોગ મિથ્યાદષ્ટિને પણ છે, તો પછી તેઓને જ્ઞાની શા માટે ન કહેવાય ? ઉત્તર :- તારી તે માન્યતા અયોગ્ય છે, કારણ કે મિથ્યાષ્ટિ સમ્યક્ત જ્ઞાન આદિ ભાવરહિત હોવાથી તેને જ્ઞાનોપયોગ નથી હોતો, જો તેને સમ્યક્ત્વાદિ ભાવ હોય, તો તે મિથ્યાદષ્ટિ ન કહેવાય. માટે મિથ્યાષ્ટિને અજ્ઞાન પરિણામ સિવાય અન્ય ઉપયોગ નથી, તેથી તે સર્વદા અજ્ઞાની છે; અને સમ્યગૃષ્ટિને જ્ઞાન પરિણામ હોવાથી હંમેશા જ્ઞાની છે. તેમ હોવાથી બંને તુલ્ય ક્યાંથી હોય. ૩૨૬. વળી નિર્ણયરૂપ ઉપયોગકાળે પણ, તે મિથ્યાષ્ટિને સર્વજ્ઞભગવાને કહેલી વસ્તુમાં વિપરીત જ્ઞાન થાય છે, એટલે કે નિશ્ચિત ઉપયોગમાં પણ તેને જ્ઞાન પરિણામ નથી થતો, તો પછી એ બિચારાને સંશયાદિકાળે તો જ્ઞાનપરિણામ ક્યાંથીજ થાય ? નજ થાય. માટે સમ્યદૃષ્ટિની પેઠે મિથ્યાષ્ટિને જ્ઞાનના સંપાદન માટે નું ફોગટ ખેદ પામે છે. ૩૨૭. સમ્યગ્દષ્ટિ સંબંધી જ મતિજ્ઞાન અહીં વિચારીએ છીએ, એમ ધારીને ૩૧૪મી ગાથામાં કહ્યા મુજબ સંશયાદિમાં જ્ઞાન સિદ્ધ કર્યું, અને એથી સંશયાદિ છતાં પણ અવગ્રહાદિ અજ્ઞાનરૂપ નથી એમ સિદ્ધ થયું. તેથી “સંશયરૂપ હોવાથી અવગ્રહાદિમાં અજ્ઞાનપણું છે” એવી જે પૂર્વે શંકા કરી હતી તે અયોગ્ય છે, અથવા અહીં માત્ર જ્ઞાનનોજ વિચાર કરવાનો આરંભ નથી, કે જેથી અજ્ઞાનનું ગ્રહણ બાધક થાય; પરન્તુ અહીં તો જ્ઞાન અજ્ઞાનરૂપ સામાન્ય મતિજ્ઞાનનોજ વિચાર કરવાનો છે. એ પ્રમાણે જણાવવાને આચાર્યશ્રી કહે છે કે अहवा जह सुयनाणावसरे सामण्णदेसणं भणियं । તર મનાવસરે, સવમનિરૂપ છrg llરૂરતો एसा सम्माणुगया, सव्वा नाणं विवज्जए इयरं । अविसेसिआ मइ च्चिय, जम्हा निद्दिट्ठमाईए ॥३२९॥ विवरीअवस्थग्गहणे, जं सो साहणविवज्जयं कुणइ । તો તરવાડના છત્ન, સમ્મિિકરા ના હસ્તે રૂરૂol/ जइ सोऽवि तस्स धम्मो, किं विवरीयत्तणंति ? तं न भवे । धम्मोऽवि जओ सव्वो, न साहणं किंतु जो जोग्गो ॥३३१॥ जोग्गा-जोग्गविशेष, अमुणंतो सो विवज्जयं कुणइ । सम्मदिट्ठी उण कुणइ, तरस सट्ठाणविणिओगं ॥३३२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy