SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ] મતિજ્ઞાનના ભેદો. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ એ પ્રમાણે ૩૦૩મી ગાથાનું વ્યાખ્યાન ટીકાકારે મૂળ ટીકાના અભિપ્રાયે કહ્યું. બીજાઓએ ગાથાની વ્યાખ્યા બીજી રીતે કરે છે, પણ તેમનો અભિપ્રાય ગંભીર હોવાથી ટીકાકાર મલધારી મહારાજે તદ્નુસાર વ્યાખ્યાત નથી કર્યું, તેથી અમે પણ તેમાંનું કંઇ લખી શકતા નથી. ૩૦૬. અહીં સુધી મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદો જે રીતે થાય છે, તે બતાવીને હવે બીજી રીતે તેના ઘણા ભેદો થાય છે તે કહીએ છીએ. નં વર્તુ-વવિદ-અિપ્પા-નિસિય-નિષ્ક્રિય-વેયવિભિન્ના पुणरुग्गहादओ, तो तं छत्तीसतिसयभेयं ॥ ३०७ ॥ બહુ બહુવિધ-ક્ષિપ્ર-નિશ્રિત, નિશ્ચિત અને ધ્રુવ એ છ ભેદો છે. તથા તેના પ્રતિક્ષિ અબહુઅબહુવિધ અક્ષિપ્ર-અનિશ્રિત-અનિશ્ચિત અને અધ્રુવ. એ છ મળી બાર પ્રકારે દરેક અવગ્રહાદિ છે. એ બારે પ્રકારને મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદ સાથે ગુણવાથી ત્રણસો છત્રીસ ભેદ થાય. શ્રોત્રાદિ ઇન્દ્રિયોવડે કોઇ બહુ ગ્રહણ કરે, કોઇ અલ્પ ગ્રહણ કરે, કોઇ બહુ પ્રકારે ગ્રહણ કરે, કોઇ થોડા પ્રકારે ગ્રહણ કરે. એ પ્રમાણે ધ્રુવ-અધ્રુવ સુધી કહેવું. જેમ અવગ્રહમાં ભેદો થાય છે તે પ્રમાણે ઇહા-અપાયને ધારણાના દરેક ભેદોમાં પણ એ બાર બાર ભેદ યોજવા. એથી મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદોને બા૨ે ગુણતાં ત્રણસો છત્રીસ ભેદો થાય છે. ૩૦૭. હવે શબ્દરૂપ વિષયની અપેક્ષાએ બહુઆદિ અર્થની વ્યાખ્યા કરે છે. नानासद्दसमूहं, बहुं पिहं मुणइ भिन्नजाईयं । વસ્તુવિજ્ઞમળેગમેય, વયે નિદ્ધ-મદુરા ૫રૂ૦૮॥ Jain Education International खिप्पमचिरेण तं चिय, सरूवओ जं अनिस्सियमलिड्गं । निच्छियमसंसयं जं, धुवमच्चं तं न उ कयाई ॥ ३०९|| तो च्चिय पडिवक्खं, साहिज्जा, निस्सिए विसेसो वा । परधम्मेहि विमिस्सं, निस्सियमविणिस्सियं इयरं ॥ ३१० ॥ एवं बज्झ-ब्भंतरनिमित्तवचित्तओ मइबहुतं । किंचिम्मेत्तविसेसेण, भिज्जमाणं पुणोऽणंतं ॥ ३११॥ વિવિધપ્રકારના શબ્દસમૂહને પૃથક્પૃથક્ ભિન્નજાતિપણે જાણે તે બહુ. દરેકને સ્નિગ્ધ-મધુરાદિ અનેક ભેદે જાણે તે બહુવિધ. શીઘ્રજાણે તે ક્ષિપ્ર. તેનેજ લિંગ રહિત સ્વરૂપથી જાણે તે અનિશ્રિત. સંશયરહિત જાણે તે નિશ્ચિત, અને નિરન્તર જાણે તે ધ્રુવ, પણ કદાચિત્ જાણે એમ નહિ, એ બહુઆદિના પ્રતિપક્ષભૂત અબહુઆદિ (એથી વિપરીતપણે) સાંધી લેવા. પણ નિશ્રિત-અનિશ્રિતમાં તફાવત છે. પરધર્મોવડે વિમિશ્ર તે નિશ્રિત, અને અવિમિશ્ર તે અનિશ્રિત, એ પ્રમાણે બાહ્ય અને અભ્યન્તરનિમિત્તની વિચિત્રતાથી મતિજ્ઞાનના ઘણા ભેદ છે. વળી કિંચિન્માત્ર વિશેષથી ભેદ પામતું મતિજ્ઞાન અનન્તભેદવાળું પણ છે. ૩૦૮-૩૧૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy