SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. મતિજ્ઞાનના ભેદો. [૧૫૭ અહીં સુધી આભિનિબોધિક જ્ઞાનના સંક્ષેપથી ચાર ભેદ કહ્યા, હવે તેના અઠ્યાવીસ તથા ત્રણસો છત્રીસ ભેદ જણાવે છે. सोइंदियाइभेएण, छबिहाऽवग्गहादओऽभिहिआ । ते होंति चउब्बीसं, चउब्विहं वंजणोग्गहणं ॥३००। अट्ठावीसइभेयं, एयं सुयनिस्सिय समासेणं । केइत्तु वंजणोग्गहवज्जे, छोढूणमेयम्मि ॥३०१॥ अस्सुयनिस्सियमेवं, अट्ठावीसइविहंति भास ति । जमवग्गहो दुभेओऽवग्गहसामण्णओएक्को गहिओ ॥३०२।। चउवइरित्ताभावा, जम्हा न तमोग्गहाइओ भिन्नं । તેનો પારાસામાં તાં તારાચં ચેવ રૂા. किह पडिकुक्कुडहीणो, जुज्झे बिंबेणऽवग्गहो ईहा । किं सुसिलिट्ठमवाओ, दप्पणसकंतबिंब ति ॥३०४॥ जह उग्गहाइसामण्णओऽवि सोइंदियाइणा भेओ । तह उग्गहाइसामण्णओऽवि तमणिस्सिया भिन्नं ॥३०५॥ अट्ठावीसइभेयं, सुयनिस्सियमेव केवलं तम्हा । जम्हा तम्मि समत्ते, पुणरस्सुयनिस्सियं भणियं ॥३०६॥ શ્રોત્રાદિ ઇન્દ્રિયોના ભેદે છે પ્રકારે અવગ્રહાદિ કહેલ છે તેથી તેના ચોવીશ અને ચારે પ્રકારે વ્યંજનાવગ્રહ કહેલ છે. એમ અઠ્યાવીશ ભેદ સંક્ષેપથી શ્રુતનિશ્રિતમતિના છે. કેટલાક વ્યંજનાવગ્રહ સિવાય (ચોવીશભેદોમાં) અશ્રુતનિશ્રિતના ચાર ભેદ મેળવીને અઠ્યાવીસ ભેદ કહે છે, તેમાં બે ભેજવાળા અવગ્રહને સામાન્યથી એક અવગ્રહ માનેલ છે. તે વ્યંજન અને અર્થનો અવગ્રહ અવગ્રહાદિ ચારથી વ્યતિરિક્ત ન હોવાથી તે અવગ્રહાદિથી ભિન્ન નથી, માટે અવગ્રહાદિ સામાન્યની અપેક્ષાએ તે તર્ગતજ છે. બીજા કુકડા વિના એક કુકડો કેવી રીતે યુદ્ધ કરે? પ્રતિબિંબ સાથે. આવો વિચાર તે. અવગ્રહ. યુદ્ધ કરાવવા માટે શું ઠીક પડશે? આ ઇહા. દર્પણમાં સંક્રાંતબિંબ ઠીક પડશે, આ અપાય. જેમ અવગ્રહાદિ સમાન છતાં પણ શ્રોત્રેન્દ્રિયાદિવડે ભેદ છે. તેમ અવગ્રાદિ સમાન છતાં તે શ્રતનિશ્રિતથી ભિન્ન છે. કેવળ કૃતનિશ્રિતજ અદ્યાવિસ ભેદે છે, તે પૂર્ણ થયા પછી (આગમમાં) પુનઃ અશ્રુતનિશ્રિત કહ્યું છે. બહુ બહુવિધ-પ્રિ-અનિશ્ચિત અને ધ્રુવ એ છે, તથા તેના પ્રતિપક્ષિ (અબહુઆદિ) વડે બાર પ્રકારે અવગ્રહાદિ છે. (તેને અઠ્યાવીસ ભેદ સાથે ગુણવાથી) ત્રણસો છત્રીસ ભેદ થાય છે. ૩૦૦-૩૦૬. શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયો અને છઠું મન, એ છનાં અવગ્રહઆદિ ચાર ચાર થાય છે, તેથી અવગ્રહાદિ ચારને, એ છની સાથે ગુણવાથી ચોવીસ થયા, અને સ્પર્શન-રસના-પ્રાણ અને શ્રોત્રા ઇન્દ્રિયથી ચાર પ્રકારે વ્યંજનાવગ્રહ થાય છે, માટે એ ચાર ભેદ પૂર્વોક્ત ચોવીસની સાથે મેળવતાં સર્વ મળીને અઠયાવીસ ભેદ ઋતનિશ્રિત મતિજ્ઞાનના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy