________________
ભાષાંતર]
અવગ્રહ આદિનો નિયતક્રમ.
[૧૫૫
अब्भत्थेऽवाओ च्चिय, कत्थई लक्खिज्जए इमो पुरिसो। अन्नत्थ धारण च्चिय, पुरोवलद्धे इमं तं ति ॥२९८॥ उप्पलदलसयवेहे व्व, दुब्विभावत्तणेण पडिहाइ ।
समयं व सुक्कसक्कुलि, दसणे विसयाणमुवलद्धी ॥२९९॥ | ઉત્ક્રમ-વ્યતિક્રમથી અને એમાંના એકના પણ અભાવે વસ્તુનો બોધ ન થાય તેથી તે સર્વ ભેદો માન્યા છે, અને તે નિયમિત ક્રમવાળા જ છે. વસ્તુને ગ્રહણ કર્યા સિવાય ઈહા થતી નથી. ઈહા થયા સિવાય અપાય થતો નથી, અને અપાય વિના ધારણા થતી નથી, અને તેથી અવગ્રહાદિનો એ ક્રમ છે. એથી જ તે સર્વ ભિન્ન કાલે થાય છે, સમકાળે થતા નથી, તેમ જ તેમનો વ્યતિક્રમ પણ નથી (કારણ કે) અન્યથા શેયનો સદ્ભાવ ન થાય. અભ્યસ્ત વસ્તુમાં કોઇ વખત અપાય જણાય છે. (જેમ કે, “આ પુરૂષ છે” અન્યત્ર પૂર્વોપલબ્ધ વસ્તુમાં ધારણા પણ થાય છે. જેમ કે) “આ તે જ વસ્તુ છે.” જેમ-કમળના સેંકડોપત્ર વિંધતાં, અથવા શુષ્કશખુલી ભક્ષણ કરતાં અજાણતા એકી સાથે વિષયોની ઉપલબ્ધિ જણાય છે. તેમ (કોઈ વખત અપાયની, અને કોઈ વખત ધારણાની તેમજ કોઈ વખત દુર્લક્ષપણાથી તે સાથે બધાની, પણ મતિ જણાય છે.) ૨૯૫ થી ૨૯૯.
પશ્ચાનુપૂર્વીએ થવું તે ઉત્ક્રમ અને અવગ્રહાદિક ચારમાંથી એકાદિને ઓલંઘીને થવું તે અનાનુપૂર્વી એટલે વ્યતિક્રમ. એ ઉત્ક્રમ-વ્યતિક્રમથી અવગ્રહાદિ થાય તો વસ્તુનું સદ્ભાવ સ્વરૂપ જણાય નહિ, તેમજ જો એ અવગ્રહાદિમાંથી એકનો પણ અભાવ હોય, તો પણ વસ્તુ સ્વરૂપનો બોધ થાય નહિ. એ કારણથી અવગ્રહાદિ ચારે નિયમિત ક્રમસર માન્યા છે. ૨૯૫.
અવગ્રહવડે નહિ ગ્રહણ કરાએલી વસ્તુની ઇહા થતી નથી, કેમ કે ઈહાવિચાર રૂપ છે, અને એ વિચાર વસ્તુ ગ્રહણ કર્યા સિવાય થઈ શકે નહિ, તેથી પ્રથમ અવગ્રહ કહીને પછી ઈહા કહી છે. એ ઇહા સિવાય અપાય થતો નથી, કેમ કે અપાય નિશ્ચયરૂ૫ છે, એ નિશ્ચય વિચારપૂર્વક જ થાય છે, તેથી ઈહા પછી અપાય કહ્યો છે. અપાયવડે નિશ્ચય થયા વિના ધારણા થતી નથી, કેમ કે તે ધારણા અર્થાવધારણારૂપ છે, અને એવું અવધારણ નિશ્ચય થયા વિના થાય નહિ, તેથી અપાય કહ્યા પછી ધારણા કહી છે. આ પ્રમાણે અવગ્રહાદિનો નિયમિત ક્રમજ યોગ્ય છે. પણ ઉત્ક્રમ (પશ્ચાનુપૂર્વીથી થવું તે) ને વ્યતિક્રમ (અનુક્રમ સિવાય ગમે તેમ થવું તે) યોગ્ય નથી, કેમ કે એથી વસ્તુનો બોધ ન થાય. ૨૯૬.
ગ્રહણ કર્યા સિવાય ઈહા નથી થતી, ઈત્યાદિ કહેવાથી અવગ્રહાદિ ચારે માનવા યોગ્ય છે. એમાંના એકનો પણ અભાવ હોય તો મતિજ્ઞાન થાય નહિ. “પ્રથમ ગ્રહણ કર્યું હોય તો જ ઈહા થાય” ઇત્યાદિ કહેવાથી અવગ્રહાદિ ચારે પરસ્પર ભિન્ન છે, એમ જણાવ્યું છે, કેમકે તે ઉત્તરોત્તર ભિન્ન નવીન પર્યાયોને ગ્રહણ કરે છે. વળી “ગ્રહણ કર્યા સિવાય ઈહા થતી નથી” એજ કથનથી અવગ્રહાદિ ચાર સમકાળે નથી થતા, તેમજ ઉક્રમ વ્યતિક્રમથી પણ નથી થતા, પરન્તુ ક્રમસર થાય છે. અને યથોક્ત ધર્મવાળાજ છે. જો તેથી વિપરીત ધર્મવાળા હોય તો શેયનો સદૂભાવ ન થાય; એટલે કે શબ્દાદિજ્ઞેયવસ્તુનો પણ એવો સ્વભાવ નથી, કે જે એ ચારમાંથી એકાદ રહિત અભિન્ન, સમકાળે થનારા અને ઉત્ક્રમ વ્યતિક્રમથી થનારા અવગ્રહાદિવડે જણાય; પરન્તુ એ શબ્દાદિ જ્ઞેયવસ્તુનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org