SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪] ઈહા વિગેરેની વિચારણા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઇહા વિગેરે ભેદોના વિષયો રૂપ આદિ સમાન છે, તે આ પ્રમાણે છે : ચક્ષુ ઇન્દ્રિયજન્ય ઇહા વિગેરેના રૂપવાળા વિષયો સ્થાણુ-પુરૂષઆદિની જેમ સમાનધર્મવાળા હોય છે. જેમકે-“શું આ સ્થાણુ છે, કે પુરૂષ છે ?” આદિ શબ્દથી “શું આ છીપ છે કે રૂપાનો ટુકડો છે ?” “મૃગજળ છે કે જળ છે? દોરડું છે કે સર્પ છે?” ઇત્યાદિ સમાનધર્મવાળા રૂપ વિષયો જ ચક્ષુજન્ય ઈહા વિગેરેમાં હોય છે. આ કુઇનો ગંધ છે, કે પદ્મનો ? સદ્ધચ્છદવૃક્ષનો ગંધ છે કે હસ્તિના મદનો ? કસ્તૂરીનો ગંધ છે કે વનહસ્તિના મદનો ગંધ છે?” ઇત્યાદિ બબ્બે વસ્તુઓનો ગંધ પ્રાયઃ સમાન છે, તેથી એ વિગેરે સમાનગંધના વિષયો ધ્રાણેન્દ્રિયજન્ય ઈહાદિના જાણવા. રાત્રિએ અંધારામાં જીભ ઉપર મૂકતાં “શું આ સંભૂત વાંસકારેલાં છે કે માંસ છે? ગોળ છે કે ખાંડ છે ? મૃદ્ધીકા (દ્રાક્ષ) છે કે શુષ્કરાજાદન (રાયણ) છે ?” ઇત્યાદિ એ બબ્બે વસ્તુઓનો રસ ઘણું કરીને સમાન હોય છે, તેથી સમાન રસવાળા વિષયો રસનેન્દ્રિયજન્ય હાદિના જાણવા. “શું આ સર્પનો સ્પર્શ છે કે કમળનાળનો ? સ્ત્રીનો સ્પર્શ છે કે પુરૂષનો ? ઢેફાનો સ્પર્શ છે કે પત્થરનો ?” ઇત્યાદિ સમાનસ્પર્શવાળા વિષયો સ્પર્શનેન્દ્રિયજન્ય ઈહાદિકના છે. ૨૯૩. ઇન્દ્રિયોની પેઠે નોઇન્દ્રિય-મનને પણ અવગ્રહાદિ થાય છે. સ્વપ્રમાં અથવા કમાડ બંધ થવાથી અંધકારવાળા ઓરડામાં ઇન્દ્રિયના વ્યાપારનો અભાવ છતાં પણ, મનન કરાતા શબ્દાદિ વિષયોમાં મનને અવગ્રહ-ઇકા અપાય-ને ધારણા થાય છે. ઉદાહરણ તરીકે સ્વપ્રમાં મનની વિચારણામાત્રથી સંભળાતા ગીત વિગેરે શબ્દમાં, પ્રથમ સામાન્ય માત્ર વિચારમાં અવગ્રહ થાય છે, તે પછી “શું આ શબ્દ છે કે અપશબ્દ છે ?” ઇત્યાદિ વિચારમાં ઈહા થાય છે, પછી શબ્દનો નિશ્ચય થવાથી અપાય થાય છે, અને ત્યારબાદ ધારણા થાય છે. એ જ પ્રમાણે કોઈ દેવનું રૂપ જોતાં, કર્પરાદિનો ગંધ સુઘતાં, મોદકાદિકના રસમાં, અને યુવતિના સ્પર્શમાં તે તે વિચારમાં ઇન્દ્રિયના વ્યાપારવિના પણ કેવળ મનને અવગ્રહાદિ થાય છે. ૨૯૪. એ અવગ્રહાદિ ઉત્ક્રમ-વ્યતિક્રમથી કેમ ન થાય ? અથવા ઇટાદિ ત્રણ, બે કે એક જ કેમ ન હોય ? શા માટે ચાર ભેદ માનવા જોઇએ ? આવી કોઇને શંકા થાય તો તેના સમાધાન માટે આચાર્યશ્રી કહે છે કે उक्कमओऽइक्कमओ, एगाभावेऽवि वा न वत्थुस्स । जं सब्भावाहिगमो, तो सब्बे नियमियक्कमा य ॥२९५।। ईहिज्जइ नाऽगहिअं, नज्जइ नाणीहियं नयाऽनायं । धारिज्जइ जं वत्थु, तेण कमोऽवग्गहाई उ ॥२९६॥ एतो च्चिय ते सव्वे, भवंति भिन्ना य व समकालं । न वइक्कमो य तेसिं, न अन्नहा नेयसब्भावो ॥२९७॥ ૧. મસાલાયુક્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy