SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ધારણાનાં પ્રકારો. [૧૫૩ ઉપરોક્ત સ્વરૂપવાળા અપાયવડે અર્થનો નિશ્ચય થયા પછી, જયાં સુધી તે અર્થનો નિરન્તર ઉપયોગ રહે, ત્યાં સુધી તે અવિસ્મૃતિ નામે ધારણાનો પ્રથમ ભેદ સમજવો. નિશ્ચિત અર્થના ઉપયોગનું આવરણ થયા પછી, ફરી તે આવરણના ક્ષયોપશમવડે કાળાન્તરે ઇન્દ્રિય વ્યાપારઆદિ સામગ્રી પ્રાપ્ત થવાથી પુનઃ તે અર્થનો ઉપયોગ સ્મૃતિરૂપે ઉત્પન્ન થાય, તે આવરણના ક્ષયોપશમરૂપ વાસના નામે ધારણાનો બીજો ભેદ જાણવો. અને કાળાન્તરે તેવી વાસનાના પ્રબોધથી પૂર્વકાળે ઇન્દ્રિયોવડે ઉપલબ્ધ અથવા અનુપલબ્ધ એવા અર્થનું, જે મનને વિષે સ્મરણ થાય, તે સ્મૃતિનાએ ધારણાનો ત્રીજો ભેદ છે. ૨૯૧. શે નામ રે રિ ૩ત્ત સ સુધીના કોઈ પુરૂષ અવ્યક્ત શબ્દ સાંભળે” ઇત્યાદિ સૂત્રોના અનુસાર શબ્દની અપેક્ષાએ અવગ્રહઆદિનો વિચાર કર્યો. હવે “ww મિનાવેvi તે રસ સંઘે પાર એજ પ્રમાણે અવ્યક્ત રૂપ-રસ-ગંધ અને સ્પર્શનું પણ સમજવું” ઇત્યાદિ સૂત્રોના અનુસાર રૂપ વિગેરેના અવગ્રહાદિનો વિચાર ભાષ્યકાર મહારાજ કહે છે. सेसेसु वि रुवाइसु, विसएसुं होंति सूवलक्खाई। पायं पच्चासन्नत्तणेणमीहाइवत्थूणि ॥२९२।। थाणु-पुरिसाइ-कुटु-प्पलाइ-संभियकरिल्ल-मंसाई । सप्पु-प्पलनालाइ ब्ब, समाणरूवाइविसयाई ॥२९३॥ एवं चिय सिमिणादिसु मणसो सहाइएसु विसएसु । होंतिंदियवावाराभावे वि अवग्गहाईया ॥२९४॥ બાકીના રૂપઆદિ વિષયોમાં પણ ઇહાઆદિ ભેદો, પ્રાયઃ સમાન લક્ષણવાળા હોય છે. જેમ કે સ્થાણુ-પુરૂષઆદિ, કુષ્ઠ-પદ્મઆદિ, સંભૂત એવાં કારેલાં-માંસ આદિ, સર્ષ અને કમળનાળ આદિની જેમ સમાન રૂપઆદિ વિષયો એજ પ્રમાણે સ્વમાદિમાં શબ્દાદિ વિષયોને અંગે ઇન્દ્રિયના વ્યાપારનો અભાવ છતાં પણ મનને અવગ્રાદિ થાય છે. ૨૯૨ થી ૨૯૪. અર્થાવગ્રહમાં કેવળ સામાન્યમાત્ર વસ્તુ ગ્રહણ થાય છે, તેથી તેમાં બીજી વસ્તુની અપેક્ષા નથી. પણ ઈહા ઉભયવસ્તુગ્રાહી છે, તેથી તેમાં જણાતી વસ્તુ પ્રાયઃ બહુધર્મોથી સમાન છે. પરન્તુ અત્યન્ત વિલક્ષણ વસ્તુ ગ્રહણ નથી થતી. કેમકે દૂર મદ-મંદ પ્રકાશમાં સામે “શું સ્થાણુ છે કે પુરૂષ છે ?” એવી ઇહા થાય છે. એમાં ઊભા રહેવું ચઢવું-જાડાઈ-ઊંચાઇ વિગેરે ઘણા ધર્મોવડે પુરુષ અને સ્થાણુ પ્રાયઃ સમાન છે; આથી વિપરીત “શું આ સ્થાણુ છે કે ઊંટ છે?” એવા પ્રકારે હા થતી નથી. કેમકે સ્થાણુ અને ઊંટ અત્યન્ત વિલક્ષણ છે. એટલા માટે સામાન્ય મારા ગ્રાહી અવગ્રહ અહીયાં પ્રથમ કહ્યો નથી, પણ ઈહાદિનેજ કહેલાં છે. ઊભયવસ્તુના અવલંબનથી જ ઇહા સમાન છે. “આ સ્થાણુ જ છે પુરૂષ નથી.” ઇત્યાદિ રૂપે અપાય પણ સાદેશ્યથીજ થાય છે, તેથી “ઈહાદિ’ એમાં કહેલ “આદિ' શબ્દથી તે અપાયઆદિ પણ સમજવા. ૨૯૨. ૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy