SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) અર્થાવગ્રહ અને અપાય ભિન્ન છે. [૧૩૭ ઉત્તર :- જો શબ્દબુદ્ધિમાત્રને ન માનતાં “આ શબ્દ છે” એવા નિશ્ચયજ્ઞાનને અર્થાવગ્રહ માનવામાં આવે અને તે શબ્દના વિશેષને (આ શંખનો શબ્દ છે. ઈત્યાદિ વિશેષજ્ઞાનને) અપાય માનવામાં આવે તો અવગ્રહ રૂપ મતિજ્ઞાનનો પ્રથમ ભેદ ઘટે નહિ. કેમકે “આ શબ્દ છે' એવો પ્રત્યય વિશેષજ્ઞાનથી થાય છે, અને એ વિશેષજ્ઞાન તો અપાય છે. કદી તું અહીં એમ કહીશ કે - “આ શંખનો જ શબ્દ છે' ઈત્યાદિ ઉત્તર કાળ ભાવિ જ્ઞાન જ વિશેષ ગ્રાહક છે, અને શબ્દજ્ઞાનમાં તો શબ્દસામાન્યનું જ ભાન થાય છે. તેથી તેમાં વિશેષજ્ઞાન કયાંથી આવ્યું? કે જેથી એમાં અપાયનો પ્રસંગ થાય ? આના ઉત્તરમાં કહેવાનું કે – “આ શબ્દ છે, અશબ્દ નથી” આવો વિશેષ તે વિશેષજ્ઞાન જ છે. જયારે આ શબ્દ છે, એમ ગ્રહણ કરાય છે ત્યારે આ રૂપ-રસાદિ નથી એમ ભિન્નપણે ગ્રહણ કરતાં ‘આ અશબ્દ નથી' એટલે કે શબ્દ છે એવો નિશ્ચય થાય છે. જો રૂપાદિથી ભિન્ન ગ્રહણ કરેલ ન હોય તો આ શબ્દ છે, એવો નિશ્ચય પણ ન થાય. માટે “આ શબ્દ છે, અશબ્દ નથી” એવું ભાન તે વિશેષજ્ઞાન જ છે. અને તેથી એ વિશેષજ્ઞાન અપાયરૂપ થવાથી તેની પહેલાં થવા જોઈતા અવગ્રહઆદિ ઘટે નહિ. ૨૫૪. હવે અર્થાવગ્રહ અને અપાયના વિષયનો ભેદ જણાવવા કહે છે. थोवमियं नावाओ, संखाइविसेसणमवाउ त्ति । तब्भेयावेक्खाए, नणु थोवमिदं पि नावाओ ॥२५५।। इय सुबहुणा वि कालेण, सद्दभेयाऽवधारणमसझं । जम्मि हवेज्ज अवाओ, सब्बो च्चिय उग्गहो नाम ॥२५६॥ किं सद्दो किमसद्दो, तणीहिए सद्द एव किह जुत्तं ? । अह पुबमीहिऊणं, सद्दो त्ति मयं, तई पुव्वं ॥२५७।। किं तं पुठ् गहियं, जमीहओ सद्द एव विण्णाणं । अह पुबं सामण्णं, जमीहमाणस्स सद्दो त्ति ॥२५८।। अत्थोग्गहओ पुव्वं, होयव्वं तस्स गहणकालेणं । पुव्वं च तस्स वंजणकालो सो अत्थपरिसुण्णो ॥२५९॥ जइ सद्दो त्ति न गहियं, न उ जाणइ ज क एस सद्दो त्ति । તમyત્ત સામuo, ગણિ મ ન વિશેસો .ર૬ol सव्वत्थ देसयंतो, सद्दो सद्दो त्ति भासओ भणइ । इहरा न समयमेत्ते, सद्दो त्ति विसेसणं जुत्तं ॥२६१॥ अहव सुए च्चिय भणियं, जह कोई सुणेज्ज सद्दमवत्तं । अव्वत्तमणिद्देसं, सामण्णं कप्पणारहियं ॥२६२॥ ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy