SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર વ્યંજનાવગ્રહનું સ્વરૂપ. [૧૩૫ दव्वं माणं पूरियमिंदियमापूरियं तहा दोण्हं । अवरोप्परसंसग्गो, जया तया गिण्हइ तमत्थं ॥२५१॥ सामन्नमणिद्देसं, सरूवनामाइकप्पणारहियं । ન પર્વ = તેમાં, દિv સત્તિ તે વિટ્ટ ? Iકરી. सद्देत्ति भणई वत्ता, तम्मत्तं वा न सद्दबुद्धीए । जड़ होइ सद्दबुद्धि, तोऽवाओ चेव सो होज्जा ॥२५३॥ जइ सद्दबुद्धिमत्तयमवग्गहो तबिसेसणमवाओ । नणु सद्दो नासद्दो, न य रुवाई विसेसोऽयं ॥२५४॥ પાણીવડે મલ્લકની પેઠે વ્યંજન પૂર્ણ થાય, એમ જે કહ્યું છે, તેમાં વ્યંજન એટલે દ્રવ્ય-ઈન્દ્રિય અથવા તે બેનો સંયોગ છે. તેમાં કંઈ વિરોધ નથી. દ્રવ્યનું પ્રમાણ પૂર્ણ થાય, ઇન્દ્રિય પૂર્ણ હોય અને એ ઉભયનો જ્યારે સંસર્ગ થાય, ત્યારે તે અર્થને ગ્રહણ કરે છે. સામાન્ય અનિર્દેય સ્વરૂપનામકલ્પનાદિ રહિત અર્થને ગ્રહણ કરે છે. (શિષ્ય) જો એમ છે, તો જે “તેણે શબ્દગ્રહણ કર્યો. (એમ કહ્યું છે.) તેનું કેમ? ગુરૂ – “શબ્દ” એમ વક્તા કહે છે, અથવા તન્માત્ર (ગ્રહણ કરે છે,) શબ્દબુદ્ધિએ નહિ. જો શબ્દબુદ્ધિએ ગ્રહણ કરે, તો તે અવશ્ય અપાય થાય. જો શબ્દબુદ્ધિ માત્ર જાણે એ અવગ્રહ છે. અને તેનું શબ્દ તરીકે જ્ઞાન તે અપાય છે. કારણ કે શબ્દ છે અશબ્દ નથી એટલે રૂપાદિ નથી. એવો વિશેષ એમાં છે. ૨૫૦-૨૫૪. પાણી વડે શરાવળાની પેઠે વ્યંજન પૂર્ણ થાય, એમ જે નંદીસૂત્રકારે કહ્યું છે, તેમાં સૂત્રકારે વ્યંજન શબ્દથી ઇન્દ્રિય, દ્રવ્ય અથવા દ્રવ્ય અને ઈન્દ્રિયનો સંયોગ એ ત્રણ વસ્તુ સમજાવી છે. કારણ કે શબ્દઆદિ રૂપે પરિણામ પામેલ પુદ્ગલ સમૂહરૂપ દ્રવ્ય, શ્રોત્રાદિ ઈન્દ્રિયો, અને એ બન્નેનો સંયોગ એ ત્રણેમાં પણ જે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન કહેવાય, એવી વ્યંજન શબ્દની વ્યુત્પત્તિ ઘટી શકે છે. ૨૫૦. “જયારે વ્યંજન પૂર્ણ થાય.” આમાં વ્યંજન શબ્દથી વાચ્ય દ્રવ્યાદિ ત્રણેના પૂર્ણપણામાં દરેકનો તફાવત છે. જયારે વ્યંજન એટલે દ્રવ્ય એમ માનવામાં આવે, ત્યારે ‘યંજન પૂર્ણ થાય' એ પદનો અર્થ એવો કરવો કે – દરેક સમયે પ્રવેશ પામેલા શબ્દઆદિ દ્રવ્યોનું પ્રમાણ સ્વગ્રાહક જ્ઞાન ઉત્પન્ન કરવાને સમર્થ હોય. તથા વ્યંજન એટલે ઈન્દ્રિય એમ જયારે માનવામાં આવે ત્યારે ઉપરોક્ત પદનો અર્થ ઇન્દ્રિય પૂર્ણ છે, વ્યાપ્ત છે, ભરેલ છે, અને વાસિત છે, એવો કરવો. અને વ્યંજન એટલે ઈન્દ્રિય તથા શબ્દઆદિરૂપે પરિણામ પામેલા દ્રવ્યોનો સંયોગ, એમ જયારે માનવામાં આવે, ત્યારે પૂર્વોક્તપદનો અર્થ ઇન્દ્રિય અને દ્રવ્યનો અરસપરસ એકીભાવ પરિણામ, એવો સમજવો. એ ત્રણે પ્રકારનું વ્યંજન જયારે ત્રણ પ્રકારે પૂર્ણ થાય, ત્યારે તે વિવક્ષિત શબ્દઆદિ અર્થને અવ્યક્તપણે એટલે નામ-જાતિ આદિની કલ્પના રહિતપણે ગ્રહણ કરે છે. અને તે પછી “હું' એમ કહે છે. અર્થાવગ્રહ એક સમયનો છે, તે સિવાયનો દ્રવ્ય પ્રવેશ રૂપ વ્યંજનાવગ્રહ, તે તે અર્થાવગ્રહની પૂર્વે અન્તર્મુહૂર્તનો જાણવો. ૨૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy