SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨] વિચારમાં વ્યંજનાવગ્રહનો અભાવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ विसयपरिणामनियमपत्तविसयंति तस्स मणसो ब । मणसोऽवि विसयनियमो, न क्कमइ जओ स सब्बत्थ ॥२४६॥ अत्थग्गहणेसु मुज्झइ, सन्तेसुऽवि केवलाइगम्मेसु । तं किंकयमग्गहणं, अपत्तकारित्तसामन्ने ? ॥२४७॥ कम्मोदयउ ब सहावउ ब्ब, नणु लोयणेऽवि तं तुल्लं । વાર્તામાં, સૌ સંપત્તરસsરિ II રજા सामत्थाभावाओ, मणो ब्व विसयं परं न गेण्हेज्जा । कम्मक्खओवसमओ, साणुग्गहओ य सामत्थं ॥२४९।। શેય થકી જ મન પ્રદીપ અને શબ્દની પેઠે સ્વરૂપ પામે છે, તેથી તેને અસંકલ્પિત વ્યંજનગ્રહણ અયુક્ત છે. (શંકા) જો નયનેન્દ્રિય અપ્રાપ્યકારી છે, તો તે સર્વ વસ્તુને શા માટે નથી ગ્રહણ કરતી ? અપ્રાપ્ય વિષયપણું સમાન છતાં કોઈકને ગ્રહણ કરે અને કોઈકને ગ્રહણ ન કરે એમ શાથી થાય છે? કેમકે તેને અપ્રાપ્ત વિષયપણાથી મનની પેઠે વિષયનું પરિણામ અનિયત છે. (ઉત્તર) મનના વિષયનો પણ નિયમ છે, તે પણ સર્વત્ર પ્રસરતું નથી, કેવળજ્ઞાનઆદિથી ગમ્ય અને વિદ્યમાન છતાં, ગહન અર્થોમાં તે મન પણ (કાંઈક) મુંઝાય છે, (શંકા) તો અપ્રાપ્યપણું સમાન છતાં શા માટે મનથી તેનું ગ્રહણ ન થાય ? (ઉત્તર) કેટલાક અર્થને મન નથી ગ્રહણ કરતું તે કર્મના ઉદયથી અથવા સ્વભાવથી, તો તે લોચનમાં પણ તુલ્ય છે. અથવા પ્રાપ્ત વિષયમાં પણ આ ઉપાલંભ સરખો જ છે. માટે ચક્ષુ સ્વસામર્થ્યના અભાવે મનની પેઠે વિષય ઉપરાંત નથી ગ્રહણ કરતી. કર્મનો ક્ષયોપશમ અને અનુગ્રહ એ બેથી એનું સામર્થ્ય છે. ૨૪૪ થી ૨૪૯. દરેક સમયે મનોદ્રવ્યનું ગ્રહણ અને શેય અર્થનો બોધ મનને થાય છે, તેથી તેને અનુપલબ્ધિકાળ નથી. વળી જોય અથવા ચિંતનીય વસ્તુથી જ તે સ્વરૂપ પામે છે, તે સિવાય નથી પામતું, તેથી કરીને જો તે શેય વસ્તુને ન જાણે, તો તેનાથી તેની ઉત્પત્તિ કેમ થઈ શકે ? કહેવાનું તાત્પર્ય એ છે કે મન-પ્રદીપ-શબ્દ-અગ્નિ-સૂર્ય વિગેરે શબ્દો સાર્થક ક્રિયા વાચી છે. જેમ કે જે જાણે અથવા મનન કરે તે મને, જે પ્રગટ કરે અથવા પ્રકાશ કરે તે પ્રદીપ. જે બોલાય તે શબ્દ, જે દાહ કરેબાળે તે દહન અથવા અગ્નિ. જે તપે તે તપન-સૂર્ય. આ પ્રમાણે વિશિષ્ટ ક્રિયા કરવામાં મન વિગેરે વસ્તુઓ પોતાની મનન ભાષણ આદિ અર્થ ક્રિયા ન કરે, તો તેઓના સ્વરૂપની હાની થાય. તે કારણથી જેમ પ્રદીપનીય-શબ્દનીયઆદિ વસ્તુની અપેક્ષાએ પ્રદીપ-શબ્દ વિગેરે નામો પ્રવર્તે છે, તે પ્રદીપશબ્દઆદિ વસ્તુને અપ્રદીપ-અશબ્દન આદિરૂપ કહી શકાય નહિ. તેવી જ રીતે મનનીય વસ્તુનું મનન કરવાથી જ મન એવું નામ પ્રવર્તે છે, તેને અમનરૂપ કહેવું એ યોગ્ય નથી. આજ કારણથી અસંકલ્પિત શબ્દઆદિ ભાવે પરિણામ પામેલા શબ્દાદિ દ્રવ્યો અને વ્યંજનોનું ગ્રહણ મનન ઘટતું નથી. પરંતુ સંકલ્પિત (અર્થાવગ્રહદ્વારા જાણેલા) શબ્દાદિ દ્રવ્યોને મન ગ્રહણ કરે છે, માટે મનને અનુપલબ્ધિકાળ નથી, અનુપલબ્ધિકાળ ન હોવાથી તેનો વ્યંજનાવગ્રહ પણ નથી. ૨૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy