SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર વિચારમાં વ્યંજનાવગ્રહનો અભાવ. [૧૩૧ નહિ, પર પ્રશ્ન :- જયારે ઈન્દ્રિયના વ્યાપાર વિના ઓરડા આદિમાં રહીને કેવળ મન વડે અર્થનો વિચાર થાય છે, ત્યારે મનનો વ્યંજનાવગ્રહ ભલે ન થાય, પણ શ્રોત્ર આદિ ઈન્દ્રિયોના વ્યાપારની સાથે મનનો પણ જે વ્યાપાર થાય છે, ત્યાં પ્રથમ અનુપલબ્ધિ કાળ આપ માનો છો, તો તે વખતે મનનો વ્યંજનાવગ્રહ શા માટે ન માનવો ? ઉત્તર :- શબ્દઆદિ અર્થને ગ્રહણ કરતી વખતે વ્યંજનાવગ્રહ થઈ ગયા બાદ, મનનો વ્યાપાર ૧ટલે કે ઈન્દ્રિય વ્યાપાર અવસ્થામાં મનનો અર્થાવગ્રહરૂપ વ્યાપાર થાય છે, એટલું જ શ્રોત્રાઆદિ ઇન્દ્રિયને વ્યાપાર કાળે પણ, કેવળ અર્થાવગ્રહથી જ માંડીને મન તો વ્યાપાર કરે છે, પણ વ્યંજનાવગ્રહ કાળે મન વ્યાપાર નથી કરતું. કેમ કે અર્થના અનવબોધ રૂપ વ્યંજનાવગ્રહ છે, અથવા અર્થના અવબોધનું કારણ માત્ર છે, અને મન તો અર્થાવબોધ રૂપ જ છે. જે અર્થનું મનન કરે અથવા જે વડે અર્થનું મનન કરાય તે મન, એ પ્રમાણે મન સાર્થક નામવાળું છે. વળી જો વ્યંજનાવગ્રહકાળે મનનો વ્યાપાર હોય, તો તે વખતે મનનો વ્યંજનાવગ્રહ માનતાં મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદને બદલે ઓગણત્રીસ થાય, માટે પ્રથમ સમયથી જ મનને અર્થ ગ્રહણરૂપ અર્થાવગ્રહ માનવો ઈષ્ટ છે. જો પ્રથમ સમયથી જ મનને અર્થાવગ્રહ ન માનવામાં આવે, તો મનની મનપણે પ્રવૃત્તિ જ ન થાય, પોતાની અનુત્પત્તિ જ હોય. કારણ કે જેમ સ્વઅભિધેયઅર્થોને બોલતાં જ ભાષા કહેવાય. તથા સ્વવિષયભૂત અર્થોને જાણતા હોય તે જ અવધિ આદિ જ્ઞાન કહેવાય છે, પણ ન જાણતા હોય તેઓને અવધિ આદિ જ્ઞાનો નથી કહેવાતાં. તેવી રીતે અહીં પણ સ્વવિષયભૂત અર્થોને પ્રથમ સમયથી માંડીને મનન કરે તોજ મન કહેવાય છે, અન્યથા એવધિઆદિની પેઠે તેની પ્રવૃત્તિ ન થાય. એ સર્વ કથનનું તાત્પર્ય એ છે, કે મનને અનુપલબ્ધિ કાળ નથી. અનુપલબ્ધિકાળ ન હોવાથી તેનો વ્યંજનાવગ્રહ પણ નથી. આ અમે પોતાની બુદ્ધિથી યુક્તિ લગાવીને કહેતા નથી. આગમને વિષે પણ વ્યંજનાવગ્રહ થઈ ગયા પછી જ, ઇન્દ્રિયોના ઉપયોગને વિષે મનના વ્યાપારનું કથન છે. આ સંબંધમાં કલ્પભાષ્યની અંદર કહ્યું છે કે –ત્યાતરિ ચિત્ત નિયર્થ તિરાત્નવિરતિ | ઉમટ્યમ સ્વરૂપને વિનમાં ઈરાં નહર એટલે મન નિશ્ચય અર્થાન્તરચારિ અને ત્રિકાળ વિષયી છે; પરંતુ ઇન્દ્રિયો તો વર્તમાનમાં અર્થ પ્રાપ્ત થવાથી સંબંધ પામે છે. અર્થાત્ શ્રોત્રાદિ ઇન્દ્રિયના વ્યંજનાવગ્રહ વડે શબ્દાદિ અર્થગ્રહણ કર્યા બાદ, અર્થાવગ્રહથી માંડીને મન પ્રવર્તે છે, પણ વ્યંજનાવગ્રહકાળે નથી પ્રવર્તતું, વળી મન ત્રિકાળ વિષયી છે અને ઈન્દ્રિયો સાંપ્રતકાળ વિષયી છે. ૨૪૨-૨૪૩. હવે મનની અનુપલબ્ધિ કાળનો અભાવ, તથા ચક્ષુની અપ્રાપ્યકારિતા યુક્તિપૂર્વક સિદ્ધ કરીને વ્યંજનાવગ્રહનો ઉપસંહાર કરે છે. नेयाउ च्चिय जं सो, लहइ सरुवं पइव-सद्द व्व । तेणाजुत्तं तस्सासंकप्पियवंजणग्गहणं ॥२४४॥ जइ नयणिन्दियमप्पत्तकारि सव्वं न गिण्हए कम्हा ! । गहणा-गहणं किंकयमपत्तविसयत्तसामन्ने ? ॥२४५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy