SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર મન અપ્રાપ્યકારી છે. [૧૨૫ जं पुण विण्णाणं, तप्फलं च सिमिणा विबुद्धमेत्तस्स । सिमिणयनिमित्तभावं, फलं च तं को निवारेइ ? ॥२३२॥ देहप्फुरणं सहसोइयं च, सिमिणो य काइयाईणि । सगयाइं निमित्ताइ, सुभा-सुभफलं निवेएंति ॥२३३॥ सिमिणमिव मन्नमाणस्स, थीणगिद्धिस्स वंजणोग्गहया । होज्ज व न उ सा मणसो, सा खलु सोइंदियाईणं ॥२३४॥ पोग्गल-मोदय-दन्ते, फरुसग-वडसालभंजणे चेव । थीणद्धियस्स एए, दिटुंता होंति नायव्वा ॥२३५॥ કોઇક રૂમ પણ જેવું દીઠું હોય તેવું ફળે છે, (એમ કહેવામાં આવે તો) તેમાં વાંધો નથી, કારણ કે અમે તો સ્વપ્રમાં ક્રિયા તથા ક્રિયાનાં ફળ નિષેધ્યાં છે. સ્વપ્રમાંથી જાગ્યા પછી તેનું વિજ્ઞાન અને ફળ તથા સ્વપ્રનો નિમિત્તભાવ અને ફળ, તેનો કોણ નિષેધ કરે છે ? દેહ ફુરણ-સહસા બોલવું અને સ્વપ્ર વિગેરે સ્વગત કાયિકાદિ નિમિત્તો શુભા-શુભ ફળ જણાવે છે. સ્વપ્ર જેવું માનનારા થીણદ્ધિનિદ્રાવાળાને વ્યંજનાવગ્રહ થાય, પણ તે વ્યંજનાવગ્રહ મનને ન થાય, તે તો શ્રોત્રાદિ ઇન્દ્રિયોને જ થાય છે. પોગ્ગલ(માંસ)-મોદક-દાન્ત-કુંભાર-અને વડની શાખા ભાંગવા સંબંધી થીણદ્ધિ નિદ્રાનાં ઉદાહરણો છે. ૨૩૧ થી ૨૩૫. પ્રશ્ન :- સ્વપ્રમાં કોઇને રાજયપ્રાપ્તિ થાય છે, તે પછી કેટલેક વખતે તેઅરેખર રાજય લાભ થાય છે. એ રીતે કોઇ સ્વપ્ર સાક્ષાત ફળે પણ છે. તો પછી સ્વમમાં પ્રાપ્ત થયેલ મેરૂ ગમનઆદિ ક્રિયાને પણ સત્યરૂપે કેમ ન મનાય ? ઉત્તર - સ્વમ સર્વથા સત્ય છે એમ ન સમજવું, કારણ કે સ્વપ્રમાં થતી મેરૂગમન આદિ ક્રિયા અને માર્ગનો શ્રમ, તથા પુષ્પ પરિમલઆદિ ક્રિયાના ફળનો પૂર્વે કહેલી યુક્તિથી સત્યરૂપે અમોએ નિષેધ કરેલો છે. ૨૩૧. સ્વપ્રમાં જોએલ જિનસ્નાત્રદર્શનઆદિનું જ્ઞાન, અને જાગ્યા પછી હર્ષઆદિરૂપ તેનું ફળ, ઇત્યાદિ સઘળું અનુભવ સિદ્ધ હોવાથી, તેનો નિષેધ કરી શકાય નહિ. વળી અમુક સ્વપના નિમિત્તથી ભવિષ્યમાં અમુક ફળ અવશ્ય થવાનું, એવા પ્રકારના સ્વપના નિમિત્તભાવનો પણ નિષેધ કરી શકાય નહિ. પરંતુ સ્વપ્રમાં થયેલ જે મેરૂગમનાદિ ક્રિયા તે યુક્તિપૂર્વક વિચારતાં સંભવતી નથી, તેથી સ્વપ્રમાં તે ક્રિયાનો સત્યભાવે નિષેધ કર્યો છે, તેના જ્ઞાનાદિનો નિષેધ નથી કર્યો, કેમ કે તે તો યુક્તિ યુક્ત છે. પરન્તુ તત્સંબંધી વિજ્ઞાનઆદિ માનવા છતાં પણ મનની પ્રાપ્યકારિતા સિદ્ધ થતી નથી. ૨૩૨. પ્રશ્ન :- જો એમ હોય તો સ્વપના નિમિત્ત ભાવનો પણ આપ નિષેધ કેમ નથી કરતા ? ઉત્તર :- બાહુ ફરકવો, અકસ્માત્ બોલેલું વચન, સ્વપ્ર વિગેરે કાયિક-વાચિક-અને માનસિક નિમિત્તો, ભવિષ્યમાં થનારા શુભાશુભ ફળને જણાવે છે, એ વાત શાસ્ત્રમાં અને લોકમાં પણ પ્રસિદ્ધ છે. તેથી યુક્તિયુક્ત તથા લોક અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા એ નિમિત્તભાવનો નિષેધ કેમ કરી શકાય ? ૨૩૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy