SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ] મન અપ્રાપ્યકારી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ એ નીકળ્યું કે પુદ્ગલમય દ્રવ્યમન સ્વયં જીવને અનુગ્રહ ઉપઘાત કરે છે, પણ મનને શેયવસ્તુથી અનુગ્રહ ઉપઘાત નથી થતો. અને તેથી મન પ્રાણકારી નથી પણ અપ્રાપ્યકારી છે. ૨૨૩. પ્રશ્ન :- જાગ્રત અવસ્થામાં મનને વિષયપ્રાપ્તિ ભલે ન થતી હોય, પરન્તુ નિદ્રાવસ્થામાં તો મનને વિષય પ્રાપ્તિ થાય છે, એ વાત અનુભવ સિદ્ધ છે. જેમ કે - “અમુક મેરૂ પર્વતના શિખર પર રહેલા જિનાલયમાં મારું મન ગયું.” આ પ્રમાણે સુતેલા મનુષ્યને સ્વપ્રમાં અનુભવ થાય છે. તેથી પૂર્વે ૨૧૩મી ગાથામાં “જાગ્રત અવસ્થામાં અથવા સ્વપ્રાવસ્થામાં મન જઈને જોય વસ્તુ સાથે સંબંધ પામે છે.” એમ જે કહ્યું છે તે યોગ્ય જણાય છે. આના ઉત્તરમાં આચાર્યશ્રી સ્વપ્રાવસ્થામાં પણ મનને પ્રાપ્યકારિતા નથી એ વાત સિદ્ધ કરવાનું કહે છે કે सिमिणो न तहारूवो, वभिचाराओ अलायचक्कं व । वभिचारो य सदसणमुवघाया-णुग्गहाभावा ॥२२४॥ इह पासुत्तो पेच्छइ, सदेहमन्नत्थ न य तओ तत्थ । न य तग्गओववाया-णुग्गहरूवं विबुद्धस्स ॥२२५॥ दीसति कासइ फुडं, हरिस-विसादादओ विबुद्धस्स । सिमिणाणुभूयसुह-दुक्ख-राग-दोसाइलिंगाइं ॥२२६॥ न सिमिणविण्णाणाओ, हरिस-विसायादओ विरुज्झंति । િિરયાતં તુ તિ-મદ્ર-વદ-વંઘા નત્યિ રરો सिविणेऽवि सुरयसंगमकिरियासंजणियवंजणविसग्गो। પરિવુદ્ધર હરિ રસ, રીસ સિમળાનુભૂયત્વે રર૮ सो अज्झवसाणकओ, जागरओऽवि जह तिब्बमोहस्स । तिव्वज्झवसाणाओ, होइ विसग्गो तहा सुमिणे ॥२२९॥ सुरयपडिवत्ति-रइसुह-गब्भाहाणाइ इहरहा होज्जा । सुमिणसमागयजुवईए, न य जओ ताइ तो विफलो ॥२३०॥ અલાતચક્રની પેઠે ભ્રમરૂપ હોવાથી સ્વપ્ર તેવા-સાચા પ્રકારનું નથી; સ્વદર્શનથી તથા અનુગ્રહઉપઘાતના અભાવથી તેમાં વ્યભિચાર થાય છે. અહીં સુતેલો માણસ પોતાના દેહને અન્ય સ્થળે જાએ છે.(પણ) તે ત્યાં નથી હોતો, અને જાગ્યા પછી તેને તદ્દગત અનુગ્રહ ઉપઘાત નથી હોતા.(પ્રશ્નો જાગ્યા પછી કેટલાકને હર્ષ-વિષાદ આદિ જણાય છે, કેમકે સ્વમમાં અનુભવેલા સુખદુઃખ આદિથી ઉત્પન્ન થયેલા રાગદ્વેષ આદિના એ ચિહ્નો છે. (ઉત્તર) સ્વપ્રવિજ્ઞાનથી હર્ષ-વિષાદ આદિ થાય, એમાં કંઈ વિરોધ નથી; પરન્તુ તૃપ્તિ મદ-બંધન વિગેરે જે ક્રિયાનું ફળ, તે તેમાં નથી થતું. (પ્રશ્નો -સ્વમમાં સુરતસંગમક્રિયા અન્ય વીર્યવિસર્ગ પણ જાગ્યા પછી કેટલાકને જણાય છે, 'તે સ્વમાનુભૂત ક્રિયાનું જ ફળ છે.(ઉત્તર)-તે વીર્યવિસર્ગ અધ્યવસાયકૃત છે. તીવ્ર મોહવાળાને જાગ્રતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy