SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ મન અપ્રાપ્યકારી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આદિ આપત્તિથી, જીવને હૃદયમાં રોકાયેલા વાયુની પેઠે, ઉપઘાત કરે છે, અને શુભ પુદ્ગલના સમૂહરૂપ દ્રવ્યમન અનુકૂળ ચિંતામાં પ્રવર્તવા વડે, હર્ષાદિ ઉત્પન્ન કરવાથી, ઔષધની પેઠે જીવને અનુગ્રહ કરે છે. આથી તો એમ નિશ્ચય થાય છે કે દ્રવ્યમન જીવને અનુગ્રહ-ઉપઘાત કરે છે, પણ માનેલી મેરૂ આદિ જ્ઞેય વસ્તુ મનને કાંઈ પણ અનુગ્રહ-ઉપઘાત નથી કરતી. આમ હોવાથી એટલે “ઉપઘાત-અનુગ્રહનો અભાવ હોવાથી' એ પૂર્વે કહેલ હેતુની અસિદ્ધતા કહી છે, તે અસત્ય છે. પ્રશ્ન :- દ્રવ્યમન વડે જીવને શ૨ી૨પુષ્ટિઆદિ તથા દુર્બળતા આદિરૂપ અનુગ્રહ ઉપઘાત થાય છે, એ વાત કેમ માની શકાય ? ઉત્તર ઃ- લોકમાં પણ એ વાત તો સર્વજનમાં પ્રસિદ્ધ છે, કે મનને ગમતો આહાર ખાવાથી, શરીરની પુષ્ટિ થાય છે અને અણગમતો આહાર ખાવાથી, કૃશતા થાય છે. એથી જેમ એ ઈષ્ટાનિષ્ટ આહાર ખાવાથી પુદ્ગલના પ્રભાવે પુષ્ટિ-હાનિ થાય છે, તેમ પુદ્ગલમય દ્રવ્યમનથી શરીરને પુષ્ટિહાનિ થાય એમાં શી નવાઈ છે ? કારણ કે બન્નેમાં પુદ્ગલપણું સમાન છે. વળી લોકમાં પણ કહેવાય છે કે “રે વત્સ ! ચિંતાથી આ તારૂં શરીર કૃશ થયું છે.' આ ઉપરથી એમ ન સમજવું કે ચિંતા જ કૃશતા આદિરૂપ ઉપઘાત કરે છે, કેમકે એ ચિંતા પણ દ્રવ્યમનથી જ થાય છે. અન્યથા ચિંતા તો જ્ઞાનરૂપ છે, અને જ્ઞાન એ અમૂર્ત છે. અમૂર્તવસ્તુને આકાશાદિની પેઠે પુદ્ગલકૃત અનુગ્રહઉપઘાત ઘટે નહિ. ૨૧. હવે ઉપરોક્ત સર્વ વિવેચન સંબંધી આચાર્યશ્રી પોતાનો અભિપ્રાય જણાવે છે. उं आगसिउं वा, न नेयमालंब त्ति नियमोऽयं । તળેયખ્યા નેડમુદ્દો-ચપાયા ય તે નસ્થિ રરરી सो पुर्ण सयमुवघायण - मणु गहं वा करेज्ज को दोसो ? | નમણુાહો-વધાયા, નીવાળું પોતેહિંતો રરરૂ। (મન) નીકળીને અથવા આકર્ષિને જ્ઞેય વસ્તુનું આલંબન કરતું નથી, તેથી શેયવસ્તુથી અનુગ્રહ-ઉપઘાત મનને નથી થતા. વળી તે મન સ્વયં અનુગ્રહ અથવા ઉપઘાત કરે તો શો દોષ છે ? કારણ કે જીવને પુદ્ગલોથી અનુગ્રહ-ઉપઘાત થાય છે. ૨૨૨-૨૨૩. દ્રવ્યમન શરીરમાંથી નીકળીને મેરૂ વિગેરે શેય વસ્તુને ગ્રહણ કરતું નથી, તેમ જ શરીરમાં રહ્યું છતું શેય વસ્તુને પોતાની સમીપે ખેંચીને પણ ગ્રહણ કરતું નથી. એવો નિયમ જ છે. તેથી મન પ્રાપ્યકારી નથી, એમ અમે કહીએ છીએ. વળી જ્ઞેય વસ્તુથી મનને અનુગ્રહ-ઉપઘાત થાય છે, એમ કહેવું એ સર્વથા અયોગ્ય છે. વળી એ સાથે આ પણ સમજવું કે શુભાશુભકર્મના વશથી, પોતાના ઈષ્ટઅનિષ્ટ પુદ્ગલના સમૂહ વડે સ્વયં દ્રવ્યમનથી જીવને અનુગ્રહ-ઉપઘાત થાય છે; પરંતુ શેયવસ્તુકૃત અનુગ્રહ-ઉપધાત જીવને નથી. *એટલા માટે દ્રવ્યમનના સંબંધ થકી આત્માને જ અનુગ્રહ ઉપઘાતનો સદ્ભાવ છે. જ્ઞેયવસ્તુથી મનને તે અનુગ્રહ ઉપઘાત થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy