SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] મન અપ્રાપ્યકારી છે. [ ૧૧૯ હવે દ્રવ્ય મન વિષયદેશ પ્રત્યે જાય છે, એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે. કારણ કે કાયયોગની સહાયથી જીવે ગ્રહણ કરેલ વિચારણાને પ્રવર્તાવનાર મનોવર્ગણાન્તર્ગત જે દ્રવ્યોનો સમુહ દ્રવ્યમન છે; તે પત્થરના ટુકડાની પેઠે અચેતન હોવાથી સ્વયં વિજ્ઞાતા નથી, એટલે મેરૂ આદિ વિષયદેશ પ્રત્યે તે જાય, તો પણ તેને અર્થબોધ ન થાય. પ્રશ્ન :- દ્રવ્યમન સ્વયં જોકે કંઈ જાણતું નથી પણ તે કરણભૂત છે. તેથી દીપકઆદિ વડે જેમ વસ્તુ પ્રગટ કરાય છે, તેમ કરણભૂત દ્રવ્યમન વડે જીવ મેરૂઆદિ વસ્તુને જાણે છે. આથી એવો નિયમ સિદ્ધ થાય છે કે - દીપક-મણિ-ચન્દ્ર-સૂર્ય વિગેરેની પ્રભાથી જેમ પદાર્થો જણાય છે, તેમ બહાર નીકળેલા દ્રવ્યમન વડે વિષયદેશને પ્રાપ્ત કરીને જીવ પોતે વસ્તુને જાણે છે. આ પ્રમાણે કહેવામાં આવે તો શું વાંધો ? કેમકે પદાર્થને જાણવામાં દ્રવ્યમન એ કરણભૂત છે. ઉત્તર ઃ- એ કથન સત્ય છે. પરંતુ કરણ બે પ્રકારનું હોય છે, એક શરીરગત અંતઃકરણ અને બીજું બહારનું બાહ્યકરણ. તેમાં આ દ્રવ્યમન આત્માનું અંતઃકરણ છે. અને ચંદ્ર-સૂર્ય-મણિ-દીપ પ્રભા વિગેરે બાહ્યકરણ છે. શરીરની બહાર નીકળ્યા સિવાય, શરીરમાં રહેલા દ્રવ્યમનરૂપ અંતઃકરણ વડે આત્મા સ્પર્શેનેન્દ્રિય વડે કમળ નાળાદિના સ્પર્શની જેમ મેરૂ આદિ વિષયને જાણે છે. માટે કહેલું દૃષ્ટાંત સાધનવિકલ છે. પ્રશ્ન :- પદ્મનાળમાંથી જેમ તંતુઓ બહાર નીકળે છે તેમ દ્રવ્યમન પણ શરીરમાંથી બહાર કેમ ન નીકળે ? ઉત્તર ઃ- દ્રવ્યમન અંતઃકરણ હોવાથી સ્પર્શનેન્દ્રિયની પેઠે શરીરથી બહાર નીકળતું નથી. આ પ્રમાણે દ્રવ્યમન અને ભાવમન શરીરની બહાર નીકળ્યા સિવાય, વિષયને જાણે છે, તેથી તે અપ્રાપ્યકારી છે, પણ પ્રાપ્યકારી નથી. પશ્ન :- મરી ગયેલ સ્વજન અથવા નાશ પામેલ વસ્તુનું ચિંતવન કરતાં, અતિશય આર્તરૌદ્ર ધ્યાનમાં પ્રવર્તેલા મનને દુર્બળતા-હૃદયની પીડા-વાયુપ્રકોપ-વિકલતા વિગેરે ચિહ્નથી ઉપઘાત થયેલો જણાય છે, અને ઈષ્ટસંયોગ-વૈભવનો લાભ વિગેરે વસ્તુનું ચિંતવન કરતાં હર્ષ-ઉત્સાહ આદિથી અનુગ્રહ થયેલો જણાય છે. આથી એમ નિશ્ચય થાય છે કે મનને અનુગ્રહ-ઉપઘાત ઉભય થાય છે. માટે મન અપ્રાપ્યકારી નહિ, પણ પ્રાપ્યકારી છે. ઉત્તર :- આ અનુગ્રહ-ઉપઘાત જીવને થાય છે, પરંતુ મન જીવથી કથંચિત્ અભિન્ન હોવાને લીધે, તે અનુગ્રહ-ઉપઘાત મનને થાય છે, એમ માનીને મનની પ્રાપ્યકારિતા સિદ્ધ કરવા માટે મનને અનુગ્રહ-ઉપઘાત થાય છે, એમ કહેવામાં આવે છે, પણ તે અયોગ્ય છે. કારણ કે હૃદયમાં રૂંધાયેલ વાયુનો ગોળો જેમ પીડા કરે છે, તેમ મનરૂપ પરિણમેલ અશુભ પુદ્ગલના સમૂહરૂપ અતિશય બલવાન દ્રવ્યમન, શોકઆદિથી ઉત્પન્ન થયેલી પીડાથી કર્મયુક્ત જીવને દેહ દુર્બળતારૂપ પીડા કરે, અને મનરૂપ પરિણમેલ શુભ પુદ્ગલના સમૂહવાલા દ્રવ્યમનના અનુગ્રહથી જીવને હર્ષાદિ થાય. એમાં મેરૂ આદિ જ્ઞેય વસ્તુથી મનને અનુગ્રહ-ઉપધાત શો થયો ? કંઈ જ નહિ. કેમકે મનરૂપે પરિણમેલ અનિષ્ટ પુદ્ગલના સમૂહરૂપ દ્રવ્યમન, અનિષ્ટ ચિંતામાં પ્રવર્તાવવા વડે દેહની દુર્બળતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy