SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પાઠશાળા શ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન એક પછી એક વિદ્વાન સાધુ ભગવંતો પધારતાં સકળ સંઘમાં ધર્મક્રિયા વધતી ચાલી અને નાના-મોટા-સૌનો ઉત્સાહ વધતો ચાલ્યો. પ.પૂ. રત્નસેનવિજયજી મ.ની નિશ્રામાં પાઠશાળાના વિકાસ અર્થે શ્રી રૂપચંદજી રાંકા તરફથી પાંચ વર્ષ માટે એક ઉત્તમ શિક્ષકનો પગાર આપવાની જાહેરાતથી સકળ સંઘમાં સુંદર ટીપ થઇ. સવાર-સાંજની પાઠશાળામાં ૧૫૦-૨૦૦ બાળકો-મોટા સૌ લાભ લઈ રહ્યા છે. કલ્યાણ ભુવનનું નામકરણ ૧૯૯૫માં પરમ પૂજ્ય, સિદ્ધાંત મહોદધિ, સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પરમ પૂજ્ય, આચાર્ય ભગવંત શ્રીમ વિજય જ્યઘોષસૂરીશ્વરજી મહારાજા આદિ વિશાળ પરિવાર સાથે ચાતુર્માસ આરાધનાર્થે પધાર્યા. આશરે ૧૦૦થી ૧૨૫ સાધ્વીજી ભગવંતોને વિર્ય પૂજય અભયશેખરવિજયજી મહારાજ સાહેબે વાચના આપી સમ્યક જ્ઞાનની રસલહાણ કરાવી. પૂજ્યશ્રીની નિશ્રામાં જાસુદબાઇ ચોકમાં નવનિર્મિત કલ્યાણભુવનનું નામકરણ કરવામાં આવ્યું. શ્રી મોહનલાલ પુખરાજ ગઢસિવાણાવાળા તરફથી કુલિબેન કલ્યાણ ભુવન. - શ્રીમતી સવિતાબેન મણીલાલ ડાહ્યાભાઈ દાંતીવાડા પ્રભુભક્તિ ગૃહ. શ્રીમતી કંચનબેન નટવરલાલ જેશીંગભાઇ કોબાવાળા વિશ્રામગૃહ. કે સ્વ. સોનમલજી સુરાજી ભંડારી લેટાવાળા મંગલઘર. મંગલીબાઇ જેઠમલજી નરસિંગજી કટારીયા તરફથી શ્રી શા. ગી. મૂ. સંઘ પેઢી ગૃહ. િવક્તાવરમલ મોતીલાલ બાગચા ગઢસિવાનાવાળા તરફથી દ્વારપાલ ગૃહ. શ્રી વિનેશભાઈ નગીનદાસ પરિવાર તરફથી જલધારા ગૃહ નિર્માણ કરવામાં આવ્યું હતું. શામળભુવનનું નવનિર્માણ ૧૯૯૬માં પરમ પૂજ્ય આ. ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, પરમ પૂજ્ય, સ્વ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના પ્રશિષ્યરત્ન, પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી મહારાજ, પ. પૂ. મુનિ શ્રી હેમપ્રભવિજયજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ આરાધના દરમ્યાન શ્રી શાહીબાગ ગીરધરનગર જૈન શ્વે. મૂ. સંઘને સાધુ-સાધ્વીજી ભગવંતોનો વૈયાવચ્ચનો અનેરો લાભ પ્રાપ્ત થતાં સંતોકબેન શામળદાસ પૌષધશાળાને વિસ્તારવાની જરૂરિયાત ઉભી થઈ. અને સાધ્વીજી મહારાજ માટે ત્રણ માળવાળા ઉપાશ્રયનું આયોજન કરતાં ધર્માનુરાગી સુધાબેન ઝવેરીની પ્રેરણાથી ધર્મપ્રેમી વિદ્યુતુબેન બાબુભાઈ ઝવેરીએ ઉદારતાપૂર્વક ભવન નિર્માણ કરી આપવા માંગણી કરતા સકળ સંઘે ખૂબ જ હૃદયપૂર્વક અનુમોદના કરી તેમની માંગણી હર્ષોલ્લાસ સાથે સ્વીકારી. પૂજ્યશ્રીની નિશ્રામાં સંતોકબેન શામળદાસ પૌષધશાળાનું ખાતમુહૂર્ત વિદ્યુતુબેન બાબુભાઇ ઝવેરી પરિવાર તરફથી કરવામાં આવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy