SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ દેવકુલિકાની અંજનશલાકા - પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૪૪ માગસર સુદ-૬ને ગુરુવાર તા. ૨૬-૧૧-૧૯૮૭ના શ્રેષ્ઠ દિને સંઘસ્થવિર પરમ પૂજ્ય સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય, સિદ્ધાંત મહોદધિ, સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ, ૧૦૦+૧૦૦+૮૫ વર્ધમાનતપ ઓળીના ઐતિહાસિક અજોડ, અદ્વિતીય આરાધક પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા શાસનસમ્રાટ્નીના સમુદાયના પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજાની શુભ નિશ્રમાં ભવ્ય, ઉન્નત, શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદની નૂતન શ્રી પુંડરીક સ્વામી તથા શ્રી સીમંધર સ્વામી દેવકુલિકાની અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા : દાંતીવાડાવાળા શ્રીમતી શાંતાબેન મફતલાલ ઉમાભાઇએ કરી આ દેવકુલિકાની કાયમી ધજા ઃ ગઢસિવાનાવાળા પાનીબેન ભીમરાજની પ્રેરણાથી ખુશાલચંદ બાલડ તરફથી ચઢાવામાં આવી. ૪ આ દેવકુલિકાનું કળશ સ્થાપન ઃ ગઢસિવાનાવાળા શ્રી પારસમલ ભંવરલાલ બાગરેચા તરફથી કરવામાં આવેલ છે. શ્રી પુંડરીક સ્વામીની પ્રતિષ્ઠા ઃ ભંડારી મંછાલાલ સોનમલ તરફથી કરવામાં આવી. આ દેવકુલિકાની કાયમી ધજા : દોશી રંભાબેન મણીલાલ ગળીવાળા તરફથી ચઢાવામાં આવી. આ દેવકુલિકાનું કળશ સ્થાપન ઃ રાંકા રીખવચંદ અચલચંદ રૂપચંદ તરફથી કરાવવામાં આવ્યું. શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદના અખંડ દીપક સ્થાપનનો લાભ : ઝાલોડીવાળા શ્રી બાબુલાલ ચુનીલાલ સોલંકી તરફથી લેવામાં આવ્યો. ઉપકાર સ્મૃતિ તપાગચ્છના પ્રૌઢપ્રતાપી પૂજ્યપાદ્ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને કોટિ કોટિ વંદના... વંદના... વંદના.... અમારા શ્રીસંઘ ઉપર પૂજ્યશ્રીનો અનહદ ઉપકાર રહ્યો. સમયે સમયે પૂજ્યશ્રીએ માર્ગદર્શન આપી શાસ્ત્રીય સંચાલન કરાવ્યું. જ્યારે જ્યારે શ્રીસંઘે સાધુ ભગવંતની ચાતુર્માસ આરાધનાર્થે કે પ્રસંગોપાત નિશ્રા આપવા માંગણી કરી ત્યારે યોગ્ય સાધુ ભગવંત આપી અમારી ઉપર કૃપા વરસાવી છે. આવી વિરલ વિભૂતિને અમારી વંદના હો... ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy