SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ત૫ મહોત્સવની અનુમોદનાર્થે રાજનગરના ઝવેરીવાડના પ્રાચીન શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલયના ચોકમાં સુંદર દર્શનમંડપ નિર્માણ કરી શ્રી સહકુટ રચનાપ્રતિષ્ઠિત કરવામાં આવી. આયંબિલ ભવનના દાતાઓ ઇ.સ.૧૯૭૮માં શ્રીલીલાવતીબેન માણેકલાલ મોહનલાલ વર્ધમાનતપ આયંબિલખાતાના આયંબિલ ભવનની ખાત મુહૂર્તવિધિ શેઠ શ્રી માણેકલાલ મોહનલાલના વરદ હસ્તે કરવામાં આવી. ૧૯૮૦માં આયંબિલ ભવનના નામકરણના આદેશો ઉછામણીઓ દ્વારા આપવામાં આવ્યા. (૧) શ્રી ભંવરલાલજી:- તરફથી “ઉમરાવબેન સોનમલ કોઠારી આયંબિલ ભવન’ (૨) શ્રી ભીકમચંદજી તરફથી “શ્રી મતી પાનીબેન નિહાલચંદ આરાધનાં ભવન.' (૩) શ્રી રાજમલજી તરફથી “શ્રી મતી પાનીબેન ધીંગડમલ કાનુગા આયંબિલ હૉલ.' (૪) શ્રી જેઠમલજી તરફથી “શ્રી મતી ગંગાબેન જેઠમલજી કટારીઆ આરાધના હૉલ.” (૫) શ્રી શીખવચંદજી તરફથી બાગચા સ્વાધ્યાય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. આયંબિલ ભવનનું ઉદ્ઘાટન વિ. સં. ૨૦૪૧ આસો સુદ ૧૦ તા. ૨૩-૧૦-૧૯૮૫ના રોજ શ્રી ગણેશમલજી, ભીમરાજજી, પ્રતાપમલજી બલાડ પરિવાર તરફથી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સહ કરવામાં આવ્યું. તીર્થસમ ધર્મપુરી શ્રીસંઘમાં આરાધકોની સંખ્યા વધતાં ઉપાશ્રયહોલ નાના પડવા લાગ્યા. આથી શ્રી જાસદુબાઈ સેનેટરીના સ્થાપક શેઠ શ્રીભોળાભાઈ જેશીંગભાઈ પરિવાર તરફથી શ્રીમતી મનોરમાબેન રમેશભાઈ શેઠશ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદ અને શ્રી લીલાવતીબેન માણેકલાલ મોહનલાલ વર્ધમાનતપ આયંબિલખાતાની વચ્ચેનો ખુલ્લો “શ્રીમતી જસુદબાઈ ચોક” શ્રીસંઘને અર્પણ કરી તીર્થ જેવી ધર્મપુરીનું વાતાવરણ ઉભું કરવાનો લાભ પ્રાપ્ત કર્યો. શ્રીસંઘ પર્યુષણાદિ પર્વો, ચાતુર્માસ આરાધનાઓ તથા વિશિષ્ટ પ્રસંગો, સ્વામીવાત્સલ્ય આદિ અનુષ્ઠાનો મહોત્સવો ઉજવી, અનેરો આનંદ અને ઉત્સાહ અનુભવે છે. સમૂહ સિદ્ધિતા આમ એક પછી એક વર્ષો જાણે ઐતિહાસિક બનતા ગયા. શાસન સમ્રાશ્રીજીના સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની ચાતુર્માસ આરાધનાર્થે પધરામણી થતાં શ્રીસંઘમાં અનેરો ઉત્સાહ પ્રગટ્યો. સમગ્ર રાજનગરના આરાધકોને આમંત્રણ આપી સિદ્ધિતપની આરાધના શરૂ કરતાં ૩૦૦ તપસ્વી ભાઈ-બહેનોએ લાભ લીધો. તપની અનુમોદનાર્થે શ્રી સંઘ તરફથી શ્રી સમેતશિખરજી આદિ બિહાર પુણ્યભૂમિના તીર્થો તથા હસ્તિનાપુર, બનારસ, કલકત્તા આદિ ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળના તીર્થસ્થાનોની તપના બહુમાનરૂપે તીર્થયાત્રા કરાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy