SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ વિવિધ અનુષ્ઠાનો જિનભક્તિ શ્રી શાહીબાગ ગીરધરગર મૂર્તિપૂજક જૈન સંઘ ધર્મપુરીમાં સુંદર કલાત્મક શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદમાં જૈન ચિત્રકલાના ઉદાહરણ રૂપ દરેક સ્તંભો ઉપર વિવિધ કોતરણી, જૈનધર્મના પ્રતિકો, ચિન્હો, ચિત્રપટ્ટીઓ, બોર્ડરો, વિદ્યાદેવીઓ, દરવાજાઓ ઉપર ચૌદ સ્વપ્ર, તીર્થકર ભગવંતોના કલ્યાણકો આદિ વિવિધ તોરણોથી જિનાલય જાણે તીર્થભૂમિ જેવું દીસે છે. રોજ ૮૦૦ થી ૧000 આરાધક ભાઈબહેનો-બાળકો - યુવાનો ખૂબ ઉલ્લાસપૂર્વક સેવા-પૂજા-સ્નાત્ર આદિ ભક્તિ અનુષ્ઠાનો કરી પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરે છે. જાસુદબાઈ ચોક, કલ્યાણભુવન, આયંબિલ ભુવન, સાધુ સાધ્વીજી ભગવંતોના અલગ અલગ ઉપાશ્રય, પાઠશાળા, જ્ઞાનમંદિર, એક જ સ્થાનમાં હોવાથી જાણે દૈવી નગરી જેવું ઉન્નત પવિત્ર વાતાવરણ દીપે છે. વૈયાવચ્ચઃ રાજસ્થાન હોસ્પીટલ, સિવીલ હોસ્પીટલ જેવી શ્રેષ્ઠ હોસ્પીટલો નજીકમાં હોવાથી સાધુસાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચનો અનેરો લાભ પ્રાપ્ત થાય છે. શ્રી સંઘમાં ૬૦૦ સભ્યો હોવાછતાં જાણે એક જ પરિવાર વસે છે તેવા પ્રેમ-મૈત્રી અને સાચા અર્થમાં સાધર્મિક વાત્સલ્ય, અધિષ્ઠાયક દેવો - શાસનદેવોની કૃપાથી દિન - પ્રતિદિન ગાઢ થતા જાય છે. જીર્ણોદ્ધારઃ દર વર્ષે થતી દેવદ્રવ્યની ઉપજની તમામ રકમ જીર્ણોદ્ધાર તથા નવનિર્માણ અર્થે શ્રીસંઘ અર્પણ કરે છે. જીવદયાઃ દરવર્ષે ૧૫૦૦ થી ૨૦૦૦ જેવા અંદાજે જીવો છોડાવી તથા જીવદયા અર્થે આશરે એક લાખ રૂા. પાંજરાપોળોને વહેંચી જીવદયાનો લાભ લે છે. ચાતુર્માસ આરાધનાર્થે પધારેલ સાધુ-સાધ્વીજી ભગવંતોની પ્રેરણાથી દરવર્ષે વિવિધ તપશ્ચર્યાઓ, અનુષ્ઠાનો, મહોત્સવો, ઉદ્યાપનો, તીર્થયાત્રાઓ થાય છે. તીર્થયાત્રાઃ શ્રી સંઘના આરાધક ભાઈઓ તરફથી શેરીસા તીર્થ, શંખેશ્વરજી તીર્થ, શત્રુંજય તીર્થ, ગીરનાર તીર્થના છરિ પાલક સંઘો કાઢવા દ્વારા તીર્થભક્તિ, પ્રભુભક્તિ, સાધુ-સાધ્વી ભક્તિ, સાધર્મિક ભક્તિનો અનેરો લાભ લેવાઈ રહ્યો છે. શ્રી સંઘમાં ચાતુર્માસ આરાધનાથંપધારેલપૂજ્ય સાધુ ભગવંતો સંવત સન ૨૦૧૪ પ્રથમ ચાતુર્માસ પ. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ. પૂ. આ. શ્રી જબૂરીશ્વરજી મહારાજા. ૨૦૧૫થી૨૦૨૫ માહિતી ઉપલબ્ધ નથી. ૨૦૨૬ ૧૯૭૦ પ. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના તેમના જ શિષ્યરત્ન, પ. પૂ. શ્રી રાજવિજયજી મહારાજ સાહેબ ૨૦૨૭ ૧૯૭૧ પ. પૂ. આ. ભ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ. પૂ. શ્રી વિનયવિજયજી મહારાજ સાહેબ, શ્રી રૂચકવિજયજી મહારાજ તથા શ્રી ગુણચંદ્રવિજયજી મહારાજ આદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy