SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર મતિ જ્ઞાનનાં ચાર ભેદોનું વિવરણ [ ૧૦૫ થશે. અમે કહેલ ધારણાને તું ન માનતો હો, તો કહે કે “તે ધારણા શું અભાવરૂપ (અવસ્તુ) છે.” કે ભાવરૂપ (વસ્તુ) છે? અભાવરૂપ તો નહી કહી શકાય, કારણ કે તે ભાવરૂપે અનુભવાય છે. જે ભાવરૂપે (વસ્તુસ્વરૂપે) અનુભવાતું હોય તે અભાવરૂપ (અવસ્તુસ્વરૂપ) હોઇ શકે નહિ. તે છતાં જો અભાવરૂપ માનવામાં આવે તો અતિપ્રસંગ થાય, અને એથી ઘટાદિ પદાર્થોમાં પણ અભાવરૂપતા થાય, કારણ કે ઘટાદિ પદાર્થો પણ અનુભવના કારણે જ ભાવસ્વરૂપ મનાય છે. જો અનુભવ પણ અપ્રમાણ હોય તો ઘટાદિ પદાર્થોમાં ભાવરૂપતાનો અભાવ થાય. હવે બીજા વિકલ્પાનુસાર અમે કહેલ ધારણાને તું ભાવસ્વરૂપ કહેતો હોય તો, તે જ્ઞાન છે, કે અજ્ઞાન છે ? અજ્ઞાનરૂપ તો નહિ કહેવાય, કારણ કે તે ચિતૂપપણે અનુભવાય છે. જો જ્ઞાનરૂપ કહેતો હોય તો મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ-અને કેવળ એ પાંચ જ્ઞાનોમાંથી ક્યા જ્ઞાનરૂપે છે ? શ્રુતઆદિ ચાર તો નહિ કહેવાય, કારણ કે તે તેમ માનેલ નથી, અને તેનું લક્ષણ પણ ઘટતું નથી. મતિજ્ઞાન છે એમ કહીશ, તો તે અવગ્રહ-ઇહા-અને અપાય રૂપ તો નથી, કેમકે તેનાં લક્ષણ એમાં ઘટતાં નથી. “તે નિશ્ચય અપાયથી અધિક છે” એ વચનાનુસાર ધારણા અપાયથી અધિક છે. એમ પૂર્વે સિદ્ધ કરેલું છે. આ સર્વ કથનથી એ ફલિતાર્થ થાય છે કે અન્વય-વ્યતિરેક વડે થતો નિશ્ચય, તે સર્વ અપાય છે, અને તે સિવાયનું અવિસ્મૃતિ-સ્મૃતિ-અને વાસનારૂપ જ્ઞાન સર્વ ધારણા છે. ૧૯૦. પ્રશ્ન :- એ પ્રમાણે તો મતિજ્ઞાનના ઘણા ભેદો થશે, કારણ કે એકજ પારણાના અવિશ્રુતિવાસના-ને સ્મૃતિરૂપ ત્રણ ભેદ, અવગ્રહ-ઇહા અને અપાયની સાથે મેળવતાં છ ભેદ થયા. ૧૯૧. ઉત્તર - આ ધારણાના વિચારમાં વ્યક્તિ પક્ષ નથી માન્યો, પણ ધારણા સામાન્ય રૂપ જાતિજ માનેલ છે. જેમ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એ બન્ને ભેદને સામાન્ય અવગ્રહરૂપે માનેલ છે, તેમ અહીં પણ વાસનાદિ ત્રણેને સામાન્ય ધારણા રૂપે જ માનેલ છે, તેથી મતિજ્ઞાનના ચાર ભેદ છે, પણ તારા કહેવા પ્રમાણે ઘણા ભેદો નથી. ૧૯૨. એ પ્રમાણે અવગ્રહાદિ ચાર ભેદ સંબંધી અન્ય આચાર્યોએ કહેલ અયોગ્ય વિચારો દૂર કર્યા, તે દૂર કરતાં પ્રસ્તાવમાં અવગ્રહના બે ભેદ કહ્યા છે. તે ભેદ વ્યાખ્યાપૂર્વક હવે જણાવે છે. તથા જે વ્યંજનાવગ્રહ છે, તે જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞાનરૂપ છે, તે વાત જણાવે છે. तत्थोग्गहो दभेदो, गहणं ज होज्ज वंजण-त्थाणं । वंजणओ य जमत्थो, तेणाईए तयं वोच्छं ॥१९३॥ वंजिज्जइ जेणऽत्थो, घडोब्ब दीवेण वंजणं तं च । उवगरणिंदियसद्दाइपरिणयद्दब्बसंबंधो ॥१९४।। अण्णाणं सो बहिराइणं व तक्कालमणुवलंभाओ । न तदंते तत्तो च्चिय, उवलंभाओ तओ नाणं ॥१९५।। ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy