SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) અક્ષર અનારના ભેદથી મતિશ્રુતનો વિચાર [૯૫ ઉત્તર :- એમાં મૃતનિશ્ચિતપણું છે, પરંતુ બહુ અલ્પ છે, તેથી મતિચતુષ્કમાં બાહુલ્યતાનો અંગીકાર કરીને તેમાં અશ્રુતનિશ્ચિતપણે કહ્યું છે. એટલે વિસંવાદ જેવું કંઈ નથી. આ સઘળા વિવેચનથી એ ફલિતાર્થ થયું કે પૂર્વે ૧૬રમી ગાથામાં મતિજ્ઞાન અનાર છે, અને શ્રુતજ્ઞાન સાક્ષર છે એમ જે કહ્યું છે તે અયોગ્ય ઠર્યું. કારણ કે મતિને અનક્ષર માનવાથી સ્થાણુ-પુરૂષાદિ પર્યાયના વિવેકનો અભાવ થાય, અને મતિનું શ્રુતનિશ્ચિતપણું તો પૂર્વે બીજી રીતે સિદ્ધ કરેલું છે. એટલે પુનઃ કહેવાની આવશ્યકતા નથી. ૧૬૯. પશ્ન :- જો મતિજ્ઞાન અનક્ષર ન હોય તો ૯૭મી ગાથામાં કહ્યા મુજબ અક્ષર અને અનક્ષરના ભેદથી કહેલો મતિ-શ્રતનો ભેદ કેવી રીતે થાય ? ઉત્તર :- દ્રવ્યાક્ષર અને ભાવાક્ષર એમ બે પ્રકારે અક્ષર હોય છે. તેમાં જે દાંત જિહ્વા આદિનાં સંયોગથી ઉત્પન્ન થતા અને પુસ્તક આદિમાં લખેલ અક્ષર, તે દ્રવ્યાક્ષર અથવા વ્યંજનાક્ષર કહેવાય છે, અને અન્તઃકરણમાં સ્કુરાયમાન થતાં અક્ષરોનું જ્ઞાન તે ભાવાક્ષર કહેવાય છે. આ ભાવાક્ષરની અપેક્ષાએ મતિજ્ઞાનનાં અક્ષર તથા અનક્ષર, એમ ઉભય સ્વરૂપ છે. કારણ મતિજ્ઞાનના “અવગ્રહ”માં ભાવાક્ષર નથી તેથી અનક્ષર છે, અને “હા” વિગેરેમાં ભાવાક્ષર છે તેથી તે સાક્ષર છે. દ્રવ્યાક્ષર અંથવા વ્યંજનાક્ષરની અપેક્ષાએ તો મતિજ્ઞાન અનક્ષર જ છે. કારણ કે પુસ્તક આદિમાં લખેલા અકારાદિ અક્ષરો અથવા શબ્દો મતિજ્ઞાનમાં ઉચ્ચારાતા નથી. તે અક્ષરો અથવા શબ્દો તો દ્રવ્યશ્રુતપણે રૂઢ (પ્રસિદ્ધ) છે, દ્રવ્યમતિપણે રૂઢ નથી. તથા બન્ને પ્રકારનું ચુત (દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત) સાક્ષર અને અનફર એમ બંને પ્રકારે છે. “કરિનાં નિરસઈત્યાદિ વચનથી ઉશ્વાસ-નિઃશ્વાસ-થુંકવું-ખાંસી-છીંક-સુંઘવું-ચપટી વગાડવી વિગેરે અનફરશ્રુત છે. અને પુસ્તકઆદિમાં લખેલું, તથા શબ્દોચ્ચારરૂપ દ્રવ્યશ્રુત સાક્ષર છે. ભાવકૃત પણ શ્રુતઅનુસારી અકારઆદિ વર્ણવિજ્ઞાનસ્વરૂપ હોવાથી સાક્ષર છે, અને શબ્દ તથા લખેલા અક્ષરરહિત હોવાથી અનેક્ષર છે. શબ્દ તથા લખેલા અક્ષરો દ્રવ્યશ્રુતની અન્ત હોવાથી ભાવશ્રુતમાં નથી. મતિ અને ભાવભૃતમાં સાક્ષરઅનક્ષર કૃતભેદ નથી, બન્ને જ્ઞાન સાક્ષર તથા અનક્ષર છે. માત્ર સામાન્યથી “શ્રુત” એ કથનથી દ્રવ્યશ્રુત જણાય છે, તેથી ત્યાં દ્રવ્યશ્રુતની અપેક્ષાએ દ્રવ્યાક્ષર છે, મતિમાં તો દ્રવ્યાક્ષર નથી. કેમકે તે મતિ દ્રવ્યમતિપણે રૂઢ નથી. એ રીતે દ્રવ્યાક્ષરની અપેક્ષાએ આ બે જ્ઞાનમાં સાક્ષર-અનક્ષર કૃત ભેદ છે. ૧૬૨ થી ૧૭૦. હવે મૂક અને અમૂકના ભેદથી મતિ-શ્રુતનો ભેદ કહે છે - स-परप्पच्चायणओ, भेओ मूएयराण वाऽभिहिओ। ज मूयं मइनाणं, स-परप्पच्चायगं सुत्तं ॥१७१॥ सुयकारणं ति सद्दो सुयमिह सो य परबोहणं कुणइ । मइहेयवोऽवि हि परं, बोहेति कराइचिट्ठाओ ॥१७२॥ न परप्पबोहयाई, जं दोऽवि सरुवओ मइ-सुयाइं । तक्कारणाइं दोण्हवि, बोहेति तओ न भेओ सिं ॥१७३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy