SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ] અક્ષર અનસરના ભેદથી મતિશ્રુતનો વિચાવિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ માત્ર મતિજ્ઞાનજ માનવું પડશે. કારણ કે “સાવકાશ અને અનવકાશવિધિમાં અનવકાશવિધિ બળવાન છે' એ ન્યાયથી બીજે સ્થળે મતિજ્ઞાનને અવકાશ નથી તેથી અહીં મતિજ્ઞાન જ માનવું પડશે. શ્રુતજ્ઞાનને તો અન્યત્ર આચારાદિ શ્રુતાનુસારી જ્ઞાનમાં અવકાશ છે તેથી ત્યાં શ્રુત માનવું ઉચિત છે. આમ હોવાથી સ્થાણુપુરૂષાદિનો અક્ષરાભિલાપયુક્ત વિવેક મતિથી જ થયો. પણ શ્રુતથી નહિ. આથી એ સિદ્ધ થયું કે મતિજ્ઞાન એકાંતે અનક્ષર નથી. ૧૬૬. વળી સ્થાણુ-પુરૂષાદિનો વિવેક કરવા વડે અક્ષરને અનુસરતા પ્રમાતાનું જ્ઞાન ધૃતનિશ્રિત છે, એમ કહેવામાં આવે તો ત્યાત્તિકી વિગેરે ચાર બુદ્ધિઓ પણ શ્રુતનિશ્રિત માનવી પડશે. કેમકે તે પણ અક્ષરયુક્ત છે. તેમાં પણ ઈહા વિગેરે અક્ષરાભિલાપ થાય છે. પરંતુ એમ નથી, આગમમાં એ ચારે બુદ્ધિને અશ્રુતનિશ્ચિત કહેલ છે. ૧૬૭. પુનઃ એમ કહેવામાં આવે, કે સ્થાણુ-પુરૂષાદિ પર્યાયને જાણનાર-વ્યક્તિ શ્રુતજ્ઞાનવડે નથી જાણતો, તો પછી અવગ્રહાદિ ઋતનિશ્ચિત જ છે, એમ આગમમાં શાથી કહ્યું ? મતિ તો સ્વયં અનક્ષર જ છે, અને જે ઈહા વિગેરે અક્ષરાત્મક છે તેમાં જો કૃતનિશ્રિતપણું ન માનીએ તો તે બીજી રીતે કેમ ઘટે ? ઉપરનું સર્વ કથન “શ્રતનિશ્રિત” શબ્દનો અર્થ સમજયા વિનાનું છે. તેથી તેનું સ્પષ્ટીકરણ કરવું અહીં ઉચિત છે, હૃત બે પ્રકારનું છે. એક પરોપદેશરૂપ અને બીજું આગમ ગ્રંથરૂપ. ૧૬૮. તેવા શ્રુતવડે વ્યવહારકાળની પૂર્વે સંસ્કારવાળી જેની બુદ્ધિ થયેલી હોય, એવા સાધુઆદિને હમણાં વ્યવહારકાળે શ્રુતની અપેક્ષા વિના જે જ્ઞાન થાય છે, તે અવગ્રહાદિ જ્ઞાનને આગમમાં કૃતનિશ્રિત” કહ્યું છે, તે સિવાયનું શ્રુતસંસ્કારની અપેક્ષા વિના જે સ્વાભાવિક જ્ઞાન થાય તે ત્પાત્તિકી વિગેરે ચાર પ્રકારની બુદ્ધિ-અકૃતનિશ્ચિત છે. પૂર્વે નહિ જોયેલ, નહિ સાંભળેલ અને નહિ વિચારેલ અર્થને વિશુદ્ધપણે ગ્રહણ કરનાર, અવ્યાહત ફળ યોગવાળી બુદ્ધિ, તે - ઔત્પાત્તિકી બુદ્ધિ છે. દુઃખે વહન કરી શકાય એવા મોટા કાર્યના ભારનો નિસ્તાર કરવામાં સમર્થ, ધર્મઅર્થને કામ એ ત્રિવર્ગનું પ્રતિપાદન કરનાર એવા સૂત્રાર્થના સારને ગ્રહણ કરનારી સારભૂત અને ઉભય લોકમાં ફળદાયી-એવી જે બુદ્ધિ તે વૈનાયિકી બુદ્ધિ છે. વિવક્ષિત કાર્યમાં મન પરોવાથી તેના પરમાર્થને જાણનાર, કાર્યના અભ્યાસ અને વિચારથી વિસ્તાર પામેલ, સારું કર્યું એમ વિદ્વાનો જેની પ્રશંસા કરે તે કર્મના બુદ્ધિ છે. અનુમાન, હેતુ, અને દષ્ટાન્તથી અર્થને સાધનાર, વયોવિપાકના પરિણામવાળી, તથા અભ્યદય અને મોક્ષરૂપ ફળવાળી બુદ્ધિ, તે પરિણામિકી બુદ્ધિ છે. પ્રશ્ન :- ઉપરોક્ત બુદ્ધિચતુષ્કમાંથી વૈનયિકીબુદ્ધિમાં શ્રુતનિશ્ચિતપણું છે, કારણ કે - “ત્રિવર્ગનું પ્રતિપાદન કરનારા સૂત્રાર્થના સારને ગ્રહણ કરવાનું શ્રુતના અભ્યાસ વિના બનતું નથી. પણ એ બુદ્ધિચતુષ્કને આગમમાં અશ્રુતનિશ્રિત કહેલ છે, આથી પૂર્વાપર વિસંવાદ જેવું જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy