SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] વલ્ક અને શુંબનાં દાંતથી મતિશ્રુતનો વિચાર [૯૧ મતિ પછી તરત જ શબ્દ માત્ર થવાથી ભાવકૃતનો અભાવ થશે. કદી એમ કહેવામાં આવે કે મતિ સહિત શબ્દ તે ભાવશ્રુત થશે, તો તે અયોગ્ય છે, કારણ કે એથી મતિ -શ્રતની મિશ્રતા થશે. અથવા સામાન્ય ભાવથી જે મતિજ્ઞાન તે જ ભાવશ્રુત એમ કહેવાથી બન્નેની એકતા થશે, ભિન્નતા નહિ થાય તો શું હરકત છે? એમ કહેવામાં આવે તો સ્વલક્ષણ અને સ્વઆવરણના ભેદથી બન્નેમાં ભેદ રહેતો નથી. ૧૫૫. અથવા આ વલ્ક અને શુંબના ઉદાહરણથી ભાવકૃત અને દ્રવ્યશ્રુતનો ભેદ માનવામાં આવે (ભાવકૃત કારણ હોવાથી વલ્ક-છાલ સમાન છે, અને દ્રવ્યદ્ભુત કાર્ય હોવાથી શુંબ-દોરડા સમાન છે.) તો તે ઠીક નથી, કારણ કે અહીં મતિ-શ્રુતનો ભેદ કહેવાનો અવસર છે, તેમાં ભાવબૃત અને દ્રવ્યશ્રુતનો ભેદ જણાવવો નિપ્રયોજન છે. ૧૫૬. અથવા અશ્રુતાક્ષરપરિણામવાળી મતિમાં (શ્રુતાનુસારીપણા સિવાય કેવળ શબ્દમાત્રપરિણામયુક્ત મતિમાં) છાલની કલ્પના અને તે મતિજન્ય શબ્દરૂપ દ્રવ્યશ્રુતમાં દોરડાની કલ્પના માનવામાં આવે, તો આ ઉદાહરણથી આ બેમાં ભેદ યુક્તિયુક્ત થશે. અહીં “અશ્રુતાક્ષરપરિણામવાળી મતિ” એમ જે કહ્યું છે, તેનું કારણ એ છે કે જો શ્રુતાનુસારી અક્ષર પરિણામવાળી મતિ કહીએ, તો તે મતિ ભાવશ્રુત જ થાય, અને એથી પૂર્વની ગાથામાં કહ્યું છે, તેથી કંઈ વિશેષ ન જણાય, પર્યદાસ અર્થવાળા નકારના (નિષેધના) આશ્રયથી તે મતિ અશ્રુતાનુસારીશબ્દથી સંબંધિત ગ્રહણ કરાઈ છે, શબ્દપરિણામ રહિત અવગ્રહરૂપ મતિ, અહીં ગ્રહણ કરાઈ નથી. કારણ કે તેવી મતિથી શબ્દ ઉત્પન્ન થતો ન હોવાથી, તે પછી થનાર શુંબ સમાન દ્રવ્યકૃતનો અભાવ થાય. એ પ્રમાણે ભેદ માનવામાં આવે, તો તે પણ યુક્તિ સંગત નથી, કેમકે અહીં અપ્રસ્તુત મતિ અને દ્રવ્યશ્રુતનો ભેદ કહેવાનું શું પ્રયોજન છે? અહીં તો શ્રુતજ્ઞાન-અને મતિજ્ઞાનના ભેદની વિચારણા ચાલે છે, તેમાં દ્રવ્યશ્રુતની સાથે મહિનો ભેદ વિચારવાથી શો લાભ ? કંઈ જ નહીં. ૧૫૭. કારણ કે જેવી રીતે છાલ પોતાથી અભિન્ન એવા દોરડા રૂપે પરિણામ પામવાથી દોરડું કહેવાય છે, અને તે દોરડું પણ તે છાલથી અભિન્નરૂપે રહેલ છે. તેવી રીતે મતિ ધ્વનિરૂપે પરિણામ પામતી નથી. કેમકે મતિજ્ઞાન એ આભિનિબોધિકસ્વરૂપે જીવનો સ્વભાવ છે, અને શબ્દ તો મૂર્ત હોવાથી જીવનો સ્વભાવ નથી. અમૂર્તિપરિણામવાળી મતિ શબ્દરૂપે મૂર્ત પરિણામ કેવી રીતે પામે ? નજ પામે. માટે દષ્ટાંત અને દાન્તિકની વિષમતાથી એ ભેદ પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે. ૧૫૯. ઉપચાર વિધિનો આશ્રય કરીને વ્યાખ્યા કરીએ તો કંઈ દોષ નહિ આવે, કારણ કે અર્થાન્તર છતાં જે જેનાથી ઉત્પન્ન થાય છે, તે તેની સાથે તન્મય કહેવાય છે. જેમ કે “તે અપથ્ય આટલી બધી વિક્રિયા પામ્યું.” અથવા “તે એક જ વચન આટલો બધો વિપાક પામ્યું.” ઈત્યાદિ પ્રકારે ઉપચાર કરાય છે, તેમ ધ્વનિ જ્ઞાનમય નહિ છતાં પણ ધ્વનિમાં મતિગત જ્ઞાનમયતા ઉપચારથી કહેવાય છે. આ પ્રમાણે માનવાથી વલ્ક અને શુંબના સાદશ્યપણાથી મતિ-શ્રુતમાં ભેદ સિદ્ધ થશે. ઉપર મુજબ ઉપચારથી ભેદ માનવામાં આવે, તો તે પણ યુક્તિ વિનાનું છે. કારણ કે - આગમમાં મતિપૂર્વક ભાવશ્રુત કહ્યું છે, તે કારણથી મતિને વલ્ક સમાન અને ભાવૠતને શુંબ સમાન માનીને દષ્ટાન્તનો ઉપનય કરો કે જેથી ઉપચાર વિના પણ સર્વ યુક્તિસંગત થાય. જેમ છાલ દોરડાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy