SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦] વક અને શુંબનાં દૃષ્ટાંતથી અતિશ્રુતનો વિચાર [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ भावसुयाभावाओ संकरओ निबिसेसभावाओ । पुबुत्तलक्खणाओ, सलक्खणावरणभेयाओ ॥१५५।। कप्पिज्जेज्ज व सो भाव-दब्बसुत्तेसु तेसुवि न जुत्तो। મ-સુમેયાવરે, ના વિંદ સુવરખ ! . असुयक्खरपरिणामा व, जा मई वग्गकप्पणा तम्मि । दब्बसुयं सुम्बसमं, किं पुण तेसिं विसेसेणं ॥१५७॥ इहइं जेणाहिकओ, नाणविसेसो न दब्ब-भावाणं । न य दब्ब-भावमेत्तेऽवि, जुज्जए सोऽसमंजसओ ॥१५८।। जह वग्गा सुबत्तणमुवेंति सुबं च तं तओऽणण्णं । न मई तहा धणित्तणमुवेइ जं जीवभावो सा ॥१५९॥ अह उवयारो कीरइ, पभवइ अत्यंतरंपि जं जत्तो । तं तम्मयं ति भण्णइ, तो मइपुव्वं जओ भणियं ॥१६०॥ भावसुयं तेण मइ, वग्गसमा सुबसरिसयं तं च । जं चिंतेऊण तया, तो सुयपरिवाडिमणुसरइ ॥१६१॥ બીજાઓ મતિને વલ્કસમાન અને શ્રુતને શુંબસમાન માને છે, જે રીતે આ દૃષ્ટાંત યોજેલ છે, તેવી રીતે તે યુક્તિવાળું નથી. ભાવશ્રુતના અભાવથી, સાંકર્ષથી; નિવિશેષ ભાવથી, પૂર્વોક્ત લક્ષણભેદથી અને સ્વલક્ષણ આવરણભેદથી (એ દૃષ્ટાંત યુક્તિ સંગત નથી.) અથવા ભાવશ્રુત અને દ્રવ્યશ્રુતમાં ભેદ માનવામાં આવે તો તે પણ યોગ્ય નથી, કારણ કે મતિશ્રુતના ભેદનો અવસર છતાં દ્રવ્ય અને ભાવશ્રુતના ભેદથી શું પ્રયોજન છે ) ? અથવા અશ્રુતાક્ષરપરિણામવાળી મતિમાં છાલની કલ્પના અને દ્રવ્યશ્રુતમાં દોરડાની કલ્પના કરવામાં આવે, તો એ પ્રમાણે બેના ભેદ વડે શું ? અહીં જ્ઞાનના ભેદનો અધિકાર છે. દ્રવ્ય-ભાવશ્રતના ભેદનો અધિકાર નથી, તેથી દ્રવ્યભાવશ્રુતનો ભેદ અયોગ્ય હોવાથી અહીં ઘટતો નથી. જેમ છાલ તે જ દોરડું થાય છે, અને તે દોરડું તેનાથી ભિન્ન નથી, તેવી રીતે મતિ ધ્વનિરૂપ બનતી નથી, કારણ કે તે મતિ જીવ સ્વભાવરૂપ છે. ઉપચારથી એમ કહીએ છીએ અને તેથી અર્થાન્તર છતાં, જે જેનાથી ઉત્પન્ન થાય છે, તેની સાથે તન્મય કહેવાય છે, એમ કહેવામાં આવે, તો જે કારણથી મતિપૂર્વક ભાવકૃત કહ્યું છે તે કારણથી મતિ વલ્ક (છાલ) સમાન અને ભાવહ્યુત શુંબ (દોરડા) સમાન છે; કેમકે મતિ વડે ચિંતવીને પછી શ્રુત પરિપાટીને અનુસરે છે. ૧૫૪ થી ૧૬૧. કેટલાક આચાર્યો મતિને વલ્કસમાન માને છે, અને તે જ મતિમાં જ્યારે શબ્દ ઉત્પન્ન થાય છે ત્યારે તે શબ્દ સહિત મતિ એ શ્રુત કહેવાય છે, તે શ્રુત છાલથી થયેલ દોરડા સમાન છે, આ પ્રમાણે તેઓનું માનવું યોગ્ય નથી, કારણ કે – વલ્ક અને શુંબનું દાન્ત જે પ્રકારે તેઓએ અહીં ચાલતા વિષયમાં યોજયું છે તે પ્રકારે યુક્તિસંગત નથી. ૧૫૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy