SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ઇન્દ્રિય વિભાગથી મતિશ્રુતનો ભેદ [ ૮૯ આ વચનથી મતિમાં પણ શબ્દપરિણામ છે, એમ સિદ્ધ થાય છે, તો તેમાં ભાવશ્રુતરૂપતા માનવી જોઈએ. ઉત્તર ઃ- મતિજ્ઞાની ઉપલબ્ધિસમાન બોલતા નથી, તેથી તેમાં શ્રુતરૂપતા નથી. કારણ કે અભિલાપ્ય તથા અનભિલાપ્ય ભાવો મતિજ્ઞાનથી જણાય છે, પણ તે ભાવોને ઉપલબ્ધિ પ્રમાણે કહી શકાતા નથી, અને અનભિલાપ્ય ભાવો તો સર્વથા કહી શકાય એવા જ નથી. ૧૫૧. પ્રશ્ન :- જો એમ હોય તો મતિજ્ઞાન શ્રુતરૂપ તથા મતિરૂપ, એમ ઉભય સ્વરૂપવાળું થયું. કેમકે અભિલાપ્ય તથા અનભિલાપ્ય વસ્તુના વિષયવાળું હોવાથી, તે બે સ્વભાવવાળું છે, તેમાં જે અભિલાપ્ય ભાવોને જાણે છે, તથા બોલે છે, તે શ્રુતજ્ઞાન થશે. અને જે ભાષણને અયોગ્ય એવા અનભિલાપ્ય ભાવોને જાણે છે, તે મતિજ્ઞાન થશે. ૧૫૨. ઉત્તર :- મતિજ્ઞાની અભિલાપ્ય વસ્તુની ઉપલબ્ધિમાં કંઈક બોલે છે, પરંતુ તે શ્રુતાદેશથી નથી બોલતો, માત્ર સ્વમતિથી જ બોલે છે, માટે તે શ્રુત નથી. અર્થાત્ પરોપદેશ અને શ્રુતગ્રંથના અનુસારે વિચારીને જ્યારે બોલાય ત્યારે શ્રુતના ઉપયોગવંતને શ્રુતજ્ઞાન થાય, પરન્તુ જ્યાં સ્વમતિથી વિચારીને બોલાય છે ત્યાં (શ્રુતનું અનુસરણ તથા શ્રુતનો ઉપયોગ) ન હોવાથી મતિજ્ઞાન જ છે. એ પ્રમાણે “ભાસઈ જું નોવલદ્ધિસમં” એ ૧૫૧મી ગાથાના અવયવનું ૧૫૨મી ગાથાથી વ્યાખ્યાન કરતાં કહ્યું કે મતિજ્ઞાની મતિજ્ઞાનોપલબ્ધિ સમાન બોલી શક્તો નથી માટે ત્યાં ઉપલબ્ધિસમાન ભાષણ નથી, અને તેથી મતિજ્ઞાન શ્રુતરૂપ નથી, અને શ્રુતજ્ઞાની અભિલાષ્યભાવોને જાણે છે, અને બોલે છે, માટે ત્યાં ઉપલબ્ધિ સમાન ભાષણ છે, અને તેથી શ્રુતમાં શ્રુતરૂપતા છે. અથવા મતિજ્ઞાની શ્રુતોપલબ્ધિ તુલ્ય બોલી શકતો નથી તેથી મતિજ્ઞાનીનું ભાષણ શ્રુતોપલિબ્ધ નથી માટે તેમાં શ્રુતરૂપતા પણ નથી, એટલે કે શ્રુતોપલબ્ધિમાં પરોપદેશ અર્હદવચનરૂપ શ્રુતાનુસારે ઉપલબ્ધ-જણાયેલા અર્થોને બોલે છે, અને મતિ-ઉપલબ્ધિમાં તો મતિથી ઉપલબ્ધ અર્થોને જ બોલે છે, માટે મતિજ્ઞાનીનું ભાષણ શ્રુતોપલબ્ધિસમાન નથી અને તેથી તેમાં શ્રુતરૂપતા પણ નથી. ૧૫૧ થી ૧૫૩. અહીં સુધી “સોઈન્દિઓવલદ્ધિ” ઈત્યાદિ ૧૧૭મી મૂળગાથા વડે તત્ત્વથી શ્રુતજ્ઞાન શ્રોત્રેન્દ્રિયનો જ વિષય છે, અને મતિજ્ઞાન સર્વ ઈન્દ્રિયનો વિષય છે. એ પ્રમાણે મતિશ્રુતનો ભેદ જણાવ્યો. એ ભેદ જણાવવાના ક્રમમાં “બુદ્ધિદિઠે અત્યં” ઇત્યાદિ ૧૨૮મી ગાથા કહી છે, તે ગાથા વડે દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતરૂપ ઉભયશ્રુત કહીને, મતિ શ્રુતનો ભેદ જણાવ્યો. એ પ્રમાણેનો ભેદ હોવાથી મતિશ્રુતનો ઇન્દ્રિયવિભાગથી પણ ભેદ નિશ્ચિત થયો. ૧૨ હવે વલ્ક (છાલ) અને શુંબ (દોરડાના) ઉદાહરણથી મતિ-શ્રુતનો ભેદ જણાવે છે. अन्ने मन्नंति मई, वग्गसमा सुंबसरिसयं सुतं । दिट्ठन्तोऽयं जुत्तिं, जहोवणीओ न संसहइ || १५४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy