SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮] મતિશ્રુતનું વિશેષ વિવરણ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ એમ બે પ્રકારે છે. તેથી શબ્દ પણ બે પ્રકારનો માનેલ છે. તદનુસાર ઉત્પન્ન થયેલા જ્ઞાનમાં ધ્વનિપરિણામ હોય છે.) મતિજ્ઞાન તો શબ્દપરિણામવાળું અને શબ્દપરિણામવિનાનું એમ બે પ્રકારે છે, કારણ કે તેનાં વિષય અભિલાપ્ય તથા અનભિલાપ્ય પદાર્થ છે. શ્રુતની અપેક્ષા વિના સ્વમતિથી જ વિચારી શકાય એવા, અભિલાખ ભાવોમાં ધ્વનિપરિણામ થાય છે, અને અનભિલાપ્ય ભાવવાળા મતિજ્ઞાનમાં ધ્વનિપરિણામ નથી થતો, કારણ કે જેમ નાલિકરદ્વીપમાંથી આવેલો મનુષ્ય અગ્નિ વિગેરેને તેમજ દૂધ-શેરડી-ગોળ-સાકર વિગેરેની મધુરતા અને તેની તરતમતા પોતે જાણતાં છતાં પણ, તદ્દાચક શબ્દના અભાવે વિચારી શકતો નથી, અને બીજાને કહી શકતો પણ નથી. વળી અભિલાપ્ય ભાવો કરતાં અનભિલાપ્ય ભાવો અનન્તગુણા છે, તેથી મતિજ્ઞાન અભિલાપ્ય તથા અનભિલાપ્ય વસ્તુના વિષયવાળું હોવાથી, શબ્દપરિણામવાળું અને શબ્દપરિણામવિનાનું છે. આ કારણથી મતિ અને શ્રત સ્વામિ-કાળ-કારણ આદિ વડે સમાન છતાં પણ ભિન્નસ્વભાવવાળાં માનવાં; કેમકે શ્રત ધ્વનિપરિણામવાળું છે, અને મતિ ધ્વનિપરિણામવાળું તથા ધ્વનિપરિણામ વિનાનું એમ ઉભય સ્વભાવવાળું છે. ૧૪૫ થી ૧૫૦. બુદ્ધિદિકે અત્યે જે ભાસઈ તે સુર્ય મઈસહિયં” એ ૧૧૮મી ગાથાના પૂર્વાર્ધનું વ્યાખ્યાન સામન્ના વા બુદ્ધી” ઈત્યાદિ ૧૪૭મી ગાથા વડે કર્યું. હવે “ઈયરWવિહોજ્જ સુર્ય ઉવલદ્ધિસમ જઈ ભણેજા,” એ ઉત્તરાર્ધનું વ્યાખ્યાન વિસ્તારથી કરે છે. इयेर त्ति मइन्नाणं, तओ वि जइ होइ सद्दपरिणामो । तो तम्मिवि किं न सुयं, भासइ जं नोवलद्धिसमं ॥१५१॥ अभिलप्पा-ऽणभिलप्पा, उवलद्धा तरसमं च नो भणइ । तो होउ उभयरूवं, उभयसहावंति काऊणं ॥१५२॥ जं भासइ तंपि जओ, न सुयादेसेण किन्तु समईए । न सुओवलद्धितुल्लंति, वा जओ नोवलद्धिसमं ॥१५३।। ઈતર એટલે મતિજ્ઞાન તેમાં પણ જો શબ્દ પરિણામ થાય, તો તે પણ શ્રુતજ્ઞાન કેમ નહિ ? જે ઉપલબ્ધિ સમાન હોય છે તે (તેટલું) બોલાતું નથી. અભિલાપ્ય-અનભિલાપ્ય ભાવો જેને ઉપલબ્ધ થયેલા છે એવો મતિજ્ઞાની અભિલાપ્ય-અનભિલાપ્ય પદાર્થોની ઉપલબ્ધિ સમાન બોલી શકતો નથી. જો એમ બોલી શકતો હોય તો મતિજ્ઞાન ઉભયસ્વભાવવાળું હોવાથી ઉભયસ્વરૂપવાળું થાય. જે કારણથી (મતિજ્ઞાની જે બોલે છે તે કૃતાદેશથી નથી બોલતો, પણ સ્વમતિથી જ બોલે છે, તેથી તે ઉપલબ્ધિસમાન નથી) અથવા જે કારણથી મૃતોપલબ્ધિતુલ્ય નથી તેથી ઉપલબ્ધિ સમાન પણ નથી. ૧૫૧ થી ૧૫૩. ૧૨૮મી મૂળગાથાના ઉત્તરાર્ધમાં “ઈયરFવિ હોજ સુય” એ પદમાં ઈતર શબ્દથી મતિજ્ઞાન સમજવું. પ્રશ્ન :- મતિમાં પણ શબ્દ પરિણામ થાય છે તો, તેમાં શ્રુતજ્ઞાન કેમ નથી માનતા ? કેમ કે “૩મયા મા' મતિજ્ઞાન શબ્દપરિણામવાળું અને શબ્દપરિણામ વિનાનું એમ બે પ્રકારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy