SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] મતિધૃતનું વિશેષ વિવરણ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કર્મના ભેદથી મતિ-શ્રુતનો ભેદ આગમમાં કહ્યો છે. વળી જે શ્રત તેજ ગતિ થાય અને મતિ તેજ શ્રત થાય તો લક્ષણ અને આવરણનો ભંદ તેમાં ન રહે, ૧૩૫. એ પ્રમાણે મતિ-શ્રુતનો ભેદ પ્રતિપાદન કરવાની ઈચ્છાથી બીજા આચાર્યોએ “બુદ્ધિ દિઅલ્પે" એ મૂળગાથાની જે વ્યાખ્યા કરી છે તેમાં “મતિ' એ ભાવસૃત નથી એમ પ્રતિપાદન કર્યું છે. પરંતુ જો કદી તેઓ તેને દ્રવ્યશ્રત માને તો કંઈ દોષ નથી. એમ જણાવવાને ભાષ્યકાર મહારાજ કહે છે કે - મતિ દ્રવ્યશ્રુત બને તો તેમાં કંઈ દોષ નથી, પણ ઉપર કહ્યા મુજબ ભાવકૃતની સાથે વિરોધ પ્રાપ્ત થશે. તાત્પર્ય એ છે કે – “કેઈ બુદ્ધિદિઠે મઇસહિએ ભાસ સુય" આ ગાથાર્ધમાં ‘સુય' એટલે શ્રુત શબ્દ છે, તેને જો દ્રવ્યશ્રુતપણે કહે તો કંઈ વિરોધ નથી, કારણ કે મતિઉપયોગસહિત અર્થ બોલનારાને તે મતિ શબ્દરૂપ દ્રવ્યશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રત થાય, અને નહિ બોલનારાને તે મતિજ્ઞાન થાય. એ પ્રમાણે મતિ અને દ્રવ્યશ્રતનો ભેદ કહેલો છે. અહીં કોઈને એવી શંકા થાય કે મતિઉપયોગમાં વર્તતો કોઈ બોલે તો તે વખતે મતિ દ્રવ્યશ્રુતનું કારણ હોવાથી તે દ્રવ્યશ્રુત થાય, પરંતુ એમ થતું નથી. જે અશ્રુતાનુસારી અક્ષરલાભ છે, તેને મતિઉપયોગમાં વર્તનાર વક્તા બોલે, તો તે દ્રવ્યશ્રુતનું કારણ થાય, એમાં કંઈ સંદેહ નથી. પણ જે શ્રુતાનુસારી અક્ષરલાભ છે, તેને મૃતોપયોગમાં વર્તનાર વક્તા બોલે, તો તે શબ્દનું મતિજ્ઞાન કારણ નથી; કેમકે તે-શ્રુતપૂર્વક છે. તાત્પર્ય એ છે કે અર્ધવચનરૂપ પરોપદેશથી થનાર એવા શ્રુતને અનુસરીને જે અક્ષરલાભ અન્તઃકરણમાં હુરે છે, તેને મૃતોપયોગમાં વર્તનાર વક્તા બોલે છે. અને જે અશ્રુતાનુસારી અક્ષરલાભ સ્વમતિથી પર્યાલોચિત ઈહા-અપાયાદિમાં અક્ષરલાભ સ્લરે છે, તેને જયારે મતિઉપયોગ સહિત વક્તા બોલે છે ત્યારે તે મતિ શબ્દરૂપ દ્રવ્યશ્રતનું કારણ હોવાથી, દ્રવ્યશ્રુત થાય છે જ. ૧૩૬ . હવે “ઇયરFવિ હોજ સુય” ઇત્યાદિ મૂળગથાના ઉત્તરાર્ધમાં જે અર્થ પ્રાપ્ત થાય છે તે કહે છે. બોલનારાને મતિ દ્રવ્યશ્રુત છે એમ કહ્યું, તેથી અભાષમાણ અવસ્થામાં થનારૂં મતિજ્ઞાન, તે ઈતર શબ્દથી વાચ્ય છે. એટલે કે અભાષમાણ અવસ્થામાં થનારા મતિજ્ઞાનમાં જેટલા અર્થ જણાયેલા હોય તેટલા સર્વ અર્થને બોલે, તો તે દ્રવ્યશ્રુત થાય; પણ તેમ થતું નથી, કારણ કે મતિજ્ઞાન વડે જેટલું પ્રાપ્ત થાય છે, તેટલું બોલાય નહિ કારણ કે જે બોલી શકાય એવા છે તે સર્વથી મતિજ્ઞાનપલબ્ધ ભાવો અનન્તગુણા છે. ૧૩૭. પ્રશ્ન :- હમણાં કહ્યું કે મતિજ્ઞાનથી જણાયેલા સર્વ ભાવો કહી શકાય નહિ, અને તે પહેલાં કહ્યું છે કે શ્રુતથી જણાયેલા સર્વ ભાવો કહી શકાય નહિ. એ પ્રમાણે કહેવાનું શું કારણ ? ઉત્તર :- મતિ-શ્રુતથી જણાયેલા ભાવો બહુ છે, તેથી કરીને મતિજ્ઞાની આખા જીવનપર્યન્તમાં પણ ઉપલબ્ધ અર્થોના અનંતમા ભાગને જ બોલી શકે છે. આગમમાં કહ્યું છે કે -શ્રુતજ્ઞાનથી જણાયેલા ભાવો ઘણા હોવાથી કહી શકાતા નથી, અને તે સિવાયના મતિ-અવધિ-મન:પર્યવ અને કેવળજ્ઞાનથી ઉપલબ્ધ ભાવો સ્વાભાવિકપણે અનભિલાપ્ય હોવાથી કહી શકાતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy