SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી મતિઋતનું વિશેષ વિવરણ [૮૧ અયોગ્ય છે. કારણ કે સ્વયં અવિશિષ્ટ અન્તર્વિજ્ઞાનને બાહ્યક્રિયારંભથી અત્યંત જાતિભેદ માનવામાં આવે, તો ચાલવું-દોડવું-હાથ પછાડવા વિગેરે બાહ્યક્રિયાઓ અનન્ત હોવાથી મતિજ્ઞાન પણ અનન્ત માનવાં પડે. વળી સ્વયં અવિશેષજ્ઞાનોને શબ્દપરિણતિના સંનિધાન માત્રથી જ જ્ઞાનાન્તર માનીએ, તો અતિપ્રસંગ થાય અને એથી અવધિ આદિ જ્ઞાનમાં પણ એમજ થાય. ૧૩૪. એ પ્રમાણે મૂળગાથાના પૂર્વાર્ધનું કોઈએ વિરુદ્ધ વ્યાખ્યાન કરેલું તેમાં દૂષણ બતાવ્યાં; હવે તે જ પ્રમાણે ઉત્તરાર્ધ માટે કહે છે. इयरत्थवि मइनाणे, होज्ज सुयंति किह तं सुयं होइ ? । किह व सुयं होइ मइ, सलक्खणावरणभेयाओ ? ॥१३५॥ अहव भइ दब्बसुयत्तमेउ भावेण सा विरुज्झेज्जा । जो असुयक्खरलाभो, तं भइसहिओ पभासेज्जा ॥१३६॥ इयरम्मिवि मइनाणे, होज्ज तयं तस्समं जइ भणेज्जा । न य तरइ तत्तियं, सो जमणेगगुणं तयं तत्तो ॥१३७॥ कह मइ-सुओवलद्धा, तीरंति न भासिउं, बहुत्ताओ । સળેખ ગોવિવિ, માસ કમiતમા સો રૂટ तीरंति न वोत्तुं जे, सुओवलद्धा बहुत्तभावाओ । सेसोवलद्धभावा, साभब्बबहुत्तओऽभिहिया ॥१३९।। ઈતરત્ર પણ (એટલે) મતિજ્ઞાનમાં પણ શ્રત થાય, તો તે શ્રત કેવી રીતે થાય ? અથવા શ્રુત તે મતિ કેવી રીતે થાય ? કારણ બન્નેમાં સ્વલક્ષણ અને આવરણનો ભેદ છે. અથવા મતિ દ્રવ્યહ્યુતપણું પામે, પણ ભાવશ્રુત સાથે તે વિરોધ પામે; (કેમકે) જે અશ્રુતાનુસારી અક્ષરલાભને મતિ સહિત બોલે તે દ્રવ્યશ્રત છે. ઇતર-મતિજ્ઞાનમાં પણ તે જ તત્સમાન બોલાય તો દ્રવ્યશ્રુત થાય (પરન્ત) બોલી શકાય નહિ, કેમ કે તે તેનાથી અનેકગણું છે. મતિ-હૃતોપલબ્ધ (ભાવો) શા માટે ન બોલી શકાય? તે બહુજ હોવાથી, આખા જીવન પર્યન્ત બોલવામાં આવે, તો પણ તેનો અનંતમો ભાગ જ બોલી શકાય. હૃતોપલબ્ધ ભાવો બહુ જ હોવાથી બોલી શકાતા નથી, અને શેષ જ્ઞાનોપલબ્ધ ભાવો સ્વભાવથી તથા બહુ હોવાથી બોલી શકાતા નથી. ૧૩પ થી ૧૩૯. બુદ્ધિદિકે અત્ય” એ ગાથામાં જેઓ બુદ્ધિનો અર્થ મતિ કરે છે, તેમના મતે “ઇયરFવિ હોજજ સુય” તે ૧૨૮મી ગાથાના ઉત્તરાર્ધમા ઇતરત્ર શબ્દથી મતિજ્ઞાન કહેલ છે. કારણ કે ભાષ્યકારે શબ્દસહિત મતિને દ્રવ્ય-ભાવરૂપ ઉભયશ્રુત કહ્યું છે. તેથી ઇતર શબ્દથી મતિજ્ઞાન જ એમના મનમાં સંભવે છે. તેઓનું કથન એમ છે કે જો ઉપલબ્ધિ સમાન બોલે તો મતિજ્ઞાનમાં પણ શ્રુતજ્ઞાન થાય, આ પ્રમાણે તેમનું માનવું અયોગ્ય છે. કારણ કે જે મતિજ્ઞાન છે, તે શ્રુતજ્ઞાન કેવી રીતે થઈ શકે ? અથવા જો શ્રત હોય, તો તે મતિ કેમ થાય ? નજ થાય. સ્વલક્ષણ અને સ્વાવારક ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy