SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ] મતિશ્રુતનો વિશેષ વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જે ભાષણ ઉપલબ્ધિ સહિત વર્તે, (જે જે ઉપલબ્ધિ થાય તેની સાથે જ ભાષણ થાય) તે ઉપલબ્ધિ સમાન કહેવાય, અથવા જેટલા પ્રમાણમાં ઉપલબ્ધિ થાય તેટલા જ પ્રમાણમાં બોલાય, તે ઉપલબ્ધિ સમાન કહેવાય. અથવા ઉપલબ્ધિના સમકાળે જે ભાષણ કરવું, તે પણ ઉપલબ્ધિસમાન કહેવાય, જેમકે જે - વખતે શ૨ી૨માં શૂળની વેદના અનુભવાતી હોય, તેજ વખતે તે વેદના બીજાને કહેવી; એ પ્રમાણે સર્વ શ્રુતોપલબ્ધિ અંતઃકરણમાં અનુભવતાં તેજ કાળે જે કથન કરવું તે ઉપલબ્ધિ સમાન કહેવાય. આ સર્વ કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રુતજ્ઞાની-શ્રુતજ્ઞાનરૂપી શ્રુતબુદ્ધિથી જેટલું જાણે છે, તેટલું કહી શકતા નથી. ૧૩૧. અહીં બીજા કેટલાક આચાર્યો મતિ-શ્રુતનો ભેદ પ્રતિપાદન કરવાની ઈચ્છાથી “બુદ્ધિ દિઠે અત્યં’’ એ મૂળગાથામાં ‘બુદ્ધિ’નો શ્રુતબુદ્ધિરૂપ અર્થ ન કરતાં ‘બુદ્ધિ’નો મતિ એવો અર્થ કરે છે, અને તેથી કરીને મતિથી દેખેલા ઘણા પદાર્થોમાંથી કેટલાક અર્થોને મતિસહિત બોલતાં શ્રુત થાય છે એમ કહે છે. આ સ્થળે કોઈ એમ પૂછે કે મતિજ્ઞાની જ મતિસહિત હોય છે, તો પછી અર્થોને મતિસહિત એવું વિશેષણ શા માટે આપ્યું છે ? આના ઉત્તરમાં કહેવાનું અહીં “મતિસહિત” એટલે મતિઉપયોગમાં વર્તતો કોઈ વક્તા ગ્રહણ કર્યો છે. આથી તે મતિઉપયોગયુક્ત હોવાથી અર્થોને પણ ઉપચારથી મતિ સહિત કહેલ છે, માટે મતિજ્ઞાનથી જણાયેલા અર્થોને મતિજ્ઞાનોપયોગયુક્ત બોલનારાને ભાવશ્રુત થાય છે, ઉપયોગરહિત બોલનારાને દ્રવ્યશ્રુત થાય છે, અને એ સિવાયનું કેવળ પદાર્થ વિચારણારૂપ- નહિ બોલનારાને મતિજ્ઞાન હોય છે. આ પ્રમાણે મતિ-શ્રુતનો ભેદ કહે છે. આ પ્રમાણે ૧૨૮મી ગાથાના પૂર્વાર્ધનો બીજા આચાર્યો અર્થ કરે છે પણ તે યોગ્ય નથી, કારણકે ભાષ્યકાર મહારાજ કહે છે, કે એવો અર્થ કરવાથી તેમાં ભાવશ્રુતનો સર્વથા અભાવ થશે. તે વખતે બોલાતો એવો શબ્દ ભાવશ્રુત છે ? મતિ છે ? કે એ ઉભય છે ? આ ત્રણેમાં એક પણ ભાવશ્રુત નહિ થઈ શકે. કારણ કે મતિઉપયોગસહિત બોલનારાનો શબ્દ તો દ્રવ્યશ્રુત રૂપ માન્યો છે, અને મતિ તે આભિનિબોધિક જ્ઞાન છે, તેમાં ભાવદ્યુત કેમ માની શકાય ? મતિ અને શબ્દ એ ઉભય મળીને ભાવશ્રુત થશે એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કારણ કે જેમ રેતીના જુદા જુદા કણીઆમાં તેલનો અભાવ છે, તેમ સમુદિત કણીયામાં પણ તેલનો અભાવ છે. તેવીજ રીતે અહીં પણ મતિ અને દ્રવ્યશ્રુતની પ્રત્યેક અવસ્થામાં ભાવશ્રુતનો અભાવ છે; તેમ ઉભયમિલિત અવસ્થામાં પણ ભાવશ્રુતનો અભાવ છે. એ પ્રમાણે શબ્દાદિમાં ભાવશ્રુત ક્યાં છે ? અથવા એમાં કર્યું ભાવશ્રુત છે ? અર્થાત્ એમાં કોઈ પણ પ્રકારે ભાવશ્રુતપણું નથી જ. ૧૩૨ - ૧૩૩. ભાષાપરિણામકાળે મતિની કંઈક વિશેષતા થાય છે, તેથી મતિ અને શબ્દરૂપ ઉભયને શ્રુત કહેવામાં આવે તો તે અયોગ્ય છે. કારણ કે-અન્તર્વિજ્ઞાનવિશેષરૂપ મતિજ્ઞાનને ભાષાપરિણતિકાળે, પૂર્વ અવસ્થાથકી (શબ્દ પ્રારંભ વખતે) શી અધિકતા પ્રાપ્ત થાય છે, કે જેથી તે મતિને ઉભયઅવસ્થામાં જ્ઞાનાન્તરરૂપ શ્રુતનો વ્યવહાર કરાય ? અથવા શબ્દ પ્રારંભ વખતે મતિનો સર્વથા અન્યથા ભાવ કયો થાય છે, કે જેથી તે શ્રુત કહેવાય ? ‘ભાષાનો પ્રારંભ એજ એમાં વિશેષ છે.' એમ કહેવામાં આવે તો તે ભાષાના પ્રારંભથી જ, એટલે ભાષાના સંકલ્પવિશેષમાત્રથીજ મતિને શ્રુત માનવું એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy