SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર મતિશ્રુતનો વિશેષ વિચાર [૭૯ जे सुयबुद्धिद्दिवे, सुय-मइसहिओ पभासइ भावे । तं उभयसुयं भन्नइ, दब्बसुयं जे अणुवउतो ॥१२९।। इयरत्थऽवि भावसुए, होज्ज तयं तस्समं जइ भणिज्जा । न य तरइ तत्तियं, सो जमणेगगुणं तयं तत्तो ॥१३०॥ सह उवलद्धीए वा, उपलद्धिसमं तया व जं तुल्लं । जं तस्समकालं वा, न सबहा तरइ वोत्तुं जे ॥१३१॥ केइ बुद्धिद्दिढे मइसहिए भासओ सुयं तत्थ । किं सद्दो मइरुभयं, भावसुयं ? सबहाउजुत्तं ॥१३२।। सद्दो ता दब्बसुयं, मइराभिणिबोहियं नवा उभयं । ગુરૂં ૩મયમાવે, મવસુર્ય વસ્થ તે હિંદ વા? રૂરૂા. भासापरिणइकाले, मईए किमहियमहण्णहत्तं वा ? । भासासंकप्पविसेसमेत्तओ वा सुयमजुत्तं ॥१३४॥ જે શ્રુતબુદ્ધિથી દષ્ટ એવા ભાવોને શ્રુતબુદ્ધિ સહિત બોલે છે તે ઉભયશ્રુત છે, અને જે તેજ ભાવોને ઉપયોગરહિત બોલે છે તે દ્રવ્યશ્રત છે. જો ઉપલબ્ધિ સમાન બોલાય તો ઈતરત્ર-ભાવશ્રુતમાં પણ (દ્રવ્યશ્રુત ને ઉભયશ્રુત થાય), પરંતુ તેમ થવું અશક્ય છે, કેમકે ભાવશ્રુત અનન્તગણું છે. જે (ભાષણ) ઉપલબ્ધિ સહિત હોય, યા તે ઉપલબ્ધિ સમાન હોય, અથવા તેજ કાળ હોય તે ઉપલબ્ધિસમ કહેવાય; પણ (એ પ્રમાણે) સર્વથા બોલી શકાય જ નહિ. કેટલાક આચાર્યો મતિસહિત બુદ્ધિદષ્ટઅર્થને બોલતાં શ્રુત કહે છે. તેમાં શબ્દ મતિ કે ઉભયશ્રત એ ત્રણ ભાવૠત છે ? (ઉત્તર) ના, એ સર્વ અયુક્ત છે. (કારણ કે) શબ્દ દ્રવ્યશ્રુત છે, મતિ આભિનિબોધિક છે, અને ઉભયશ્રુત પણ યોગ્ય નથી. ઉભયમાં અભાવ છતે, ભાવૠત ક્યાં છે ? અથવા કયું છે ? ભાષાપરિણતિકાળે મતિને શું અધિક થાય છે ? અથવા શું અન્યથાપણું થાય છે ? ભાષાના સંકલ્પ વિશેષ માત્રથી જ શ્રુત કહેવું તે તો અયુક્ત છે. ૧૨૯ થી ૧૩૪. શ્રતરૂપ બુદ્ધિથી દષ્ટ (પર્યાલોચિત અથવા ચિંતિત) ભાવોમાંથી, જે ભાવોને શ્રુતોપયોગ સહિત વક્તા બોલે છે, તે દ્રવ્ય-ભાવરૂપ ઉભયશ્રુત છે, અને જે ભાવોને ઉપયોગરહિત બોલે છે, તે શબ્દમાત્ર હોવાથી દ્રવ્યશ્રુત છે. પરંતુ જે ભાવોને શ્રુતબુદ્ધિથી કેવળ વિચારે જ છે, બોલતા નથી, તે માત્ર ભાવશ્રુત છે. ૧૨૯. જે બોલે છે તે દ્રવ્યશ્રુત અને ઉભયશ્રુત છે ! એમ કહેવાથી ઈતરત્ર શબ્દ વડે ભાવશ્રુત કહેવાય છે. ભાવશ્રુતમાં બધે દ્રવ્યશ્રત અથવા ઉભયશ્રુત ત્યારે થાય કે જ્યારે ઉપલબ્ધિ સમાન બોલાય. એટલે કે જે શ્રુતબુદ્ધિથી જેટલું ગ્રહણ થયું હોય, તેટલું સર્વ બોલાય તો ભાવકૃતમાં દ્રવ્યશ્રુત અને ઉભયશ્રુત થાય, પરંતુ તેમ થઈ શકે નહિ, કારણ કે શ્રુતજ્ઞાની સ્વબુદ્ધિથી જેટલું જાણે છે તેટલું કહી શકતા નથી. ભાષાવિષયીકૃત ઋતથી ભાવઠુત અનન્તગણું છે, તેથી ઉપલબ્ધિસમાન કહી શકાતું નથી. ૧૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy