SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] મતિશ્રુતનો વિશેષ વિચાર [૭૭ તે સત્ય છે. જો શેષઈન્દ્રિયથી થયેલ અક્ષરલાભ પણ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ રૂપ ન હોય, તો તે અવધારણ અસત્ય ઠરે, પરંતુ એમ નથી. શેષઇન્દ્રિયથી પ્રાપ્ત થયેલ જ્ઞાનમાં જે પ્રતિભાશમાન થતા અક્ષરો, તે પણ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિજ છે. પ્રશ્ન :- શેન્દ્રિયથી જે અક્ષરનો લાભ થાય તેને શ્રોત્રોપલબ્ધિ કેમ કહેવાય? જો શ્રોત્રોપલબ્ધિ કહેવાય તો તે શેષઈન્દ્રિયઅક્ષરલાભ કેમ કહેવાય ? ઉત્તર :- શેષેન્દ્રિયથી થતા જ્ઞાનમાં જણાતા અક્ષરો શ્રોત્રોપલબ્ધિજ છે, કેમકે તે અક્ષરો શ્રુતસંભવ છે. એટલે કે જે અક્ષરો છે, તે અભિશાપરૂપ છે; અને તે અભિલાપ વિવિક્ષિતકાળે અથવા બીજા કોઈ વખતે તે પુરૂષને અથવા બીજા પુરૂષને શ્રવણયોગ્ય હોવાથી, શ્રવણેન્દ્રિયથી ઉપલબ્ધ થાય છે. માટે સર્વ અભિલાષ શ્રોત્રોપલભ્ય હોવાથી શ્રોત્રોપલબ્ધિરૂપ જ છે. તેથી કરેલું અવધારણ દોષરહિત છે. ૧૨૫. પ્રશ્ન :- જે શેષઈન્દ્રિયથી અક્ષરલાભ થાય છે, તે સર્વ શ્રુતરૂપ છે કે તેનો અમુક ભાગ જ શ્રત રૂપ છે ? ઉત્તર :- શેષ ઈન્દ્રિયથી થતા અક્ષરલાભમાં જે સંકેતના વિષયભૂત શબ્દને અનુસરનાર હોય, અથવા સર્વજ્ઞના વચનના કારણભૂત હોય, એવા વિશિષ્ટ કૃતાક્ષરોનો લાભ થાય તે જ શ્રત છે, પણ ઈહા અપાય આદિમાં સ્કુરાયમાન થતા અશ્રુતાનુસારી અક્ષરલાભને શ્રુતપણે માનવામાં આવે તો, મતિને અનક્ષર જ માનવી પડે. તેથી ઈહા અપાય અને ધારણારૂપ, જે મતિજ્ઞાન સિદ્ધાંતમાં કહેલ છે, તે મતિરૂપ ન ગણાય. પણ માત્ર અક્ષર વગરનાં અવગ્રહને જ મતિ માનવી પડે, કારણ કે ઈહા વિગેરે તો અક્ષરાત્મક છે, માટે શ્રુતાનુસારી અક્ષરલાભ તે જ શ્રત અને બાકીનું મતિજ્ઞાન છે. ૧૨૨ થી ૧૨૭. હવે શ્રુતનો નિશ્ચિત અર્થ એકઠો કરીને જણાવવા કહે છે. दब्बसुयं भावसुयं, उभयं वा किं कहं व होज्जत्ति । को वा भावसुयंसो, दब्बाइसुयं परिणमेज्जा ? ॥१२७॥ बुद्धिद्दिढे अत्थे, जे भासइ तं सुयं मईसहियं । इयरत्थवि होज्ज सुयं, उवलद्धिसमं जड़ भणेज्जा ॥१२८॥ દ્રવ્યશ્રુત-ભાવશ્રુત-અને ઉભયશ્રુત શું છે ? અથવા કેવી રીતે થાય છે ? તથા ભાવશ્રુતનો કેટલો અંશ દ્રવ્યઆદિશ્રુતપણે પરિણમે છે? બુદ્ધિદષ્ટ અર્થમાંથી જે બોલે છે, તે મતિસહિત શ્રુત છે. અને જો ઉપલબ્ધિની સમાન બોલાય તો તે ભાવકૃતમાં ગણાય છે. ૧૨૭-૧૨૮. પૂર્વે ૧૧૭મી ગાથામાં “દ્રવ્યશ્રુત સિવાયનું” એ પદથી પુસ્તકઆદિમાં લખેલું દ્રવ્યશ્રુત કહ્યું છે, “અક્ષરલાભ” એ વચનથી ભાવસૃત કહ્યું છે, અને “શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ” એ કથનથી શબ્દ તથા શબ્દનું જ્ઞાન એમ ઉભયશ્રુત કહ્યું છે. આ ત્રણે સંબંધી વિચાર હવે પછીની પૂર્વગત ગાથાના વિવેચનમાં કરાશે. જેમકે - તે દ્રવ્યાદિડ્યુત શું છે ? અથવા તે કેવી રીતે થાય છે ? તેમજ ભાવશ્રુતનો ક્યો અંશ દ્રવ્યાદિ ઋતપણે એટલે દ્રવ્યશ્રુત તથા ઉભયશ્રુતપણે પરિણમે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy