SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) મતિ શ્રુતનો વિશેષ વિચાર [૭૫ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિથી શબ્દવિજ્ઞાન ગ્રહણ કરાય છે, (શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શબ્દના કારણભૂત અને કાર્યભૂત હોવાથી વક્તગત અને શ્રોતાગત શબ્દવિજ્ઞાન તે જ ઉપચારથી શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ કહેવાય છે.) અને તે શબ્દવિજ્ઞાન વક્તાને શ્રુત તથા જ્ઞાતાને મતિ કહેવાય છે. એ પ્રમાણે કહેવામાં આવે તો અમે પૂછીએ છીએ કે તે વિજ્ઞાનનો વક્તા અને શ્રોતામાં શું ભેદ છે? કે જેથી તે શબ્દવિજ્ઞાન વક્તાને શ્રુત અને શ્રોતાને મતિ કહેવાય ?, જો એ પ્રમાણે “શ્રોતાને મતિ અને વક્તાને શ્રુત” એમ માનવામાં આવે, તો કોઈ વખત શ્રોતાને પણ સાંભળ્યા પછી તરત જ બોલતાં તે જ શબ્દથી થયેલી અવશિષ્ટમતિ શ્રત થઈ જશે. કેમકે “વક્તાને શ્રત અને શ્રોતાને મતિ” એમ માન્યું છે. આથી મતિશ્રુતની એકતા જ થશે. તફાવત શો રહેશે ? બીજું જો શ્રોતાને નિરંતર એકાંતે મતિ જ થાય છે, એમ કહેવામાં આવે તો “આચાર્યની પરંપરાથી આ શ્રત આવેલું છે એમ કહેવાય છે તે અસત્ય ઠરશે, અને તીર્થંકર સિવાય સર્વ શ્રોતા હોવાથી સર્વને મતિજ્ઞાન માનવું પડશે. એમ માનવાથી મતિશ્રુતની એકતા થશે. ૧૨૦. - આ કારણથી “વક્તાને શ્રત અને શ્રોતાને મતિ” એમ કહેવું એ ઉપરોક્ત દૂષણવાળું તેમજ આગમવિરૂદ્ધ હોવાથી અસત્ય છે. પરંતુ પરોપદેશથી અર્ધચનાનુસાર જે કંઈ શ્રુતાનુસારી વિજ્ઞાન હોય, તે સર્વ વક્તા અને શ્રોતાને શ્રત છે. તથા એ ઉભયને શ્રુતરહિત કેવળ ઈન્દ્રિય મનોનિમિત્ત જે અવગ્રહાદિરૂપ વિજ્ઞાન તે સર્વ મતિ છે. આવા વિભાગથી વક્તા અને શ્રોતાને મતિ-શ્રુત માનવાં જોઈએ, પણ એકને શ્રુત અને બીજાને મતિ એમ ન માનવું જોઈએ. ૧૧૭ થી ૧૨૧. . “શ્રોત્રોપલબ્ધિ જો શ્રત જ છે, તો શ્રોત્રના જે અવગ્રહાદિ તે મતિજ્ઞાન નહિ થાય” ઇત્યાદિ વચનથી પૂર્વ ૧૧૮ મી ગાથાના વિવેચનમાં શિષ્ય જે શંકા કરી હતી, તેના ઉત્તરમાં ભાષ્યકાર મહારાજ “શ્રોટોન્દ્રિયોપલબ્ધિ જે શ્રત છે” એ વચનથી ૧૧૭ મી ગાથાના અર્થનો વિસ્તાર કહે છે. सोइंदिओवलद्धि, चेव सुयं न उ तई सुयं चेव । सोइंदिओवलद्धी वि, काइ जम्हा मइन्नाणं ॥१२२॥ तु समुच्चयवयणाओ, व काई सोइंदिओवलद्धी वि । મફતે સં સહમિ દુનિ મ I IIકરરૂ पत्ताइगयं सुयकारणं ति, सद्दो व तेण दब्बसुयं । भावसुयमक्खराणं लाभो सेसं मइन्नाणं ॥१२४॥ जइ सुयमक्खरलाभो न नाम सोओवलद्धिरेव सुयं । सोओवलद्धिरेवक्खराइं सुयसंभवाउ त्ति ॥१२५॥ सोऽवि य सुयखराणं, जो लाभो तं सुयं मई सेसा । जइ वा अणखरच्चिय, सा सव्वा न प्पवत्तेज्जा ॥१२६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy