SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર મતિશ્રુતનો વિશેષ વિચાર [૭૩ ઉપલબ્ધિરૂપ ભાવશ્રુત કહ્યું, અને ત્રીજા વિગ્રહમાં-ભાવશ્રુતોપલબ્ધિમાં ઉપયોગ રહિત બોલનારને દ્રવ્યશ્રુત કહ્યું, અને ઉપયોગ સહિત બોલનારને દ્રવ્ય તથા ભાવ ઉભયશ્રુત જાણવું. તાત્પર્ય એ છે કે – શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ શ્રત છે. આ સઘળું વાક્ય વ્યવચ્છેદક હોવાથી નિશ્ચયાર્થે છે. જેમકે - “ચૈત્ર ધનુર્ધરજ છે” આ વાક્યથી ચૈત્ર નામની વ્યક્તિમાં ધનુર્ધરતા સિવાય બીજા ગુણનો અભાવ દર્શાવ્યો છે. એટલે “ચૈત્ર ધનુર્ધર નથી એમ નહિ પણ ધનુર્ધરજ છે.” તેવી જ રીતે શ્રુતજ્ઞાન પણ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિવાળું જ છે (શ્રોત્રેન્દ્રિયના વિષયવાળું જ છે, પરંતુ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ તે શ્રત જ છે એમ નહિ; કેમકે જેમ ધનુર્ધર ચૈત્ર છે તેમ બીજા પણ છે, તેમ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ તો શ્રત અથવા મતિ હોય છે. અવગ્રહ-ઈહાદિરૂપ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિથી મતિ થાય છે અને શ્રુતાનુસારી શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિથી શ્રુત થાય છે. જો કદી શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિને શ્રુત જ માનવામાં આવે, તો શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિથી મતિજ્ઞાન સર્વથા થાય જ નહિ; પણ તેનાથી (શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિથી) મતિ પણ થાય છે. શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ સિવાય ચક્ષુ આદિ ચાર ઈન્દ્રિયોપલબ્ધિરૂપ જ્ઞાન તે મતિજ્ઞાન છે. માત્ર ચક્ષુઆદિ ચાર ઇન્દ્રિયોપલબ્ધિરૂપ જ્ઞાન તે જ મતિજ્ઞાન છે એમ નહિ પરંતુ અવગ્રહ-ઈહાદિરૂપ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ પણ મતિજ્ઞાન છે, તેમાં પણ પુસ્તકઆદિમાં લખેલું જે દ્રવ્યશ્રુત તે સિવાયનું સર્વ મતિજ્ઞાન છે; કેમ કે પુસ્તકઆદિમાં લખેલું હોય તે સર્વ મતિજ્ઞાન નથી, કેમ કે પુસ્તકઆદિમાં લખેલું હોય તે સર્વ શબ્દની પેઠે ભાવતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત જ છે. આ સર્વ વિવેચનથી એ સિદ્ધ થયું કે-કેવળ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ શ્રત છે, એમ નહિ, પરંતુ શેષ ચક્ષુ આદિ ચાર ઈન્દ્રિયોમાં, શ્રુતાનુસારી સાભિલાપ વિજ્ઞાનરૂપ જે અક્ષર લાભ થાય તે પણ શ્રત છે. વળી માત્ર અક્ષર લાભ થાય એટલાથી જ તે શ્રત ન કહેવાય, કેમકે અક્ષર લાભ તો ઈહા-અપાયાત્મક મતિજ્ઞાનમાં પણ થાય છે. તેથી શ્રુતાનુસારી સાભિલાપ વિજ્ઞાનરૂપ અક્ષર લાભ તે શ્રુતજ્ઞાન જાણવું. પ્રશ્ન :- ચક્ષુઆદિ ઈન્દ્રિયોથી થયેલા અક્ષરલાભને પણ શ્રુત કહેવાય, તો પછી શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિજ શ્રત છે” એવો નિશ્ચય ઘટતો નથી, કેમકે – શેષઈન્દ્રિયોપલબ્ધિને પણ આપ શ્રુતપણે કહો છો. ઉત્તર :- શેષઈન્દ્રિયથી થયેલ અક્ષરલાભ પણ શ્રોસેન્દ્રિયોપલબ્ધિરૂપ જ છે, કારણ કે – એમાં જે અક્ષર લાભ માન્યો છે, તે શ્રુતાનુસારી સાભિલાપ જ્ઞાનરૂપ માન્યો છે, અને એવા જ પ્રકારની શ્રોસેન્દ્રિયોપલબ્ધિને શ્રુત કહેલ છે. માટે શેષઈન્દ્રિય દ્વારા ઉત્પન્ન થયેલું જે સાભિલાપ વિજ્ઞાન, તે યોગ્યતા વડે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ માનવી, કેમકે સર્વ અભિલાષ શ્રોસેન્દ્રિયને ગ્રહણ યોગ્ય છે. પ્રશ્ન :- “શ્રોસેન્દ્રિયોપલબ્ધિ શ્રત છે, અને શેષેન્દ્રિયોમાં પણ જે અક્ષરલાભ તે ધૃતરૂપ છે.” આ ઉભય કથનથી શ્રુતજ્ઞાન સર્વઈન્દ્રિયના નિમિત્તવાળું થયું, વળી “શેષ ઇન્દ્રિયની ઉપલબ્ધિ તે મતિજ્ઞાન અને તુ શબ્દથી શ્રોત્રેન્દ્રિયના અવગ્રહાદિ પણ મતિજ્ઞાન” આ ઉભયકથનથી મતિજ્ઞાન ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy