SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ] મતિશ્રુતનો વિશેષ વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ રીતે તેઓને સ્વચ્છંદ જ્ઞાન હોવાથી તે અજ્ઞાનસ્વરૂપ છે. વળી જ્ઞાનના ફળરૂપ વિરતિનો અભાવ હોવાથી તેમનું જ્ઞાન તે અજ્ઞાન જ છે. ૧૦૫ થી ૧૧૫. હવે ભેદોની સંખ્યા વડે મતિ-શ્રુતમાં ભેદ જણાવે છે. भेयकयं व विसेसणमट्ठावीसइविहंगभेयाइं । इंदियविभागओ वा, मइ - सुयंभेओ जओऽभिहियं ॥ ११६॥ અવગ્રહાદિ ભેદે અઠ્ઠાવીસ પ્રકારે મતિજ્ઞાન છે. અને અંગપ્રવિષ્ટાદિ ચૌદ અથવા પર્યાયાદિ વીસ પ્રકારે શ્રુતજ્ઞાન છે. (આ રીતે ઉભય જ્ઞાનમાં ભેદકૃત તફાવત છે.) તથા ઈન્દ્રિયના વિભાગથી પણ મતિ-શ્રુતમાં ભેદ છે. (તે સંબંધમાં પૂર્વે કહ્યું છે.) ૧૧૬. હવે ઈન્દ્રિયના વિભાગથી મતિ-શ્રુતનો ભેદ જણાવે છે. सोइंदिओवलद्धी होइ, सुयं सेसयं तु मइनाणं । मोत्तुणं दव्वसुयं अक्खरलंभो य सेसेसु ।। ११७ ॥ सोउवलद्धी जइ सुयं, न नाम सोउग्गहादओ बुद्धी । अह बुद्धी तो न सुयं, अहोभयं संकरो नाम ।। ११८ ।। केई बेन्तस्स सुयं, सद्दो सुणओ मइ त्ति तं न भवे । जं सव्वो च्चिय सद्दो, दव्वसुयं तस्स को भेओ ? ।। ११९ ।। किंवा नाणेsहिए, सद्देण जड़ यं सद्दविन्नाणं । हितो को भेओ, भणओ सुणओ व जो तस्स ? ॥ १२० ।। भणओ सुणओ व सुयं तं जनिह सुयाणुसारि विण्णाणं । दोपि सुयाईयं, जं विन्नाणं तयं बुद्धी ॥१२१॥ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ તે શ્રુત છે અને બાકીનું મતિજ્ઞાન છે. તથા દ્રવ્યશ્રુત સિવાય શેષ ઇન્દ્રિયોમાં અક્ષરોપલંભ (તે પણ) શ્રુત છે. (શંકા) જો શ્રોત્રોપલબ્ધિ તે શ્રુત (કહેશો) તો શ્રોત્રના અવગ્રહાદિભેદો મતિજ્ઞાનના નહિ થાય, અને મતિજ્ઞાન કહેશો તો શ્રુત નહિ થાય, જો ઉભય કહેશો તો સંકીર્ણતા થશે. (ઉત્તર) કેટલાક લોકો વક્તાને શ્રુત અને શબ્દ સાંભળનારાને મતિ એમ કહે છે, પરંતુ બરાબર નથી, કેમકે શબ્દમાત્ર દ્રવ્યશ્રુત છે. તેમાં શો ભેદ છે ? અથવા અહીં જ્ઞાનનો અધિકાર છતાં શબ્દ સાથે શું (પ્રયોજન) છે ? જો શબ્દથી વિજ્ઞાન ગ્રહણ કરવામાં આવે, તો તેનો (જ્ઞાનનો) વક્તા અને શ્રોતાને શો ભેદ થયો ? (વસ્તુતઃ) અહીં જે શ્રુતાનુસારી વિજ્ઞાન છે તે શ્રોતાને તથા વક્તાને શ્રુતજ્ઞાન છે, અને શ્રુતરહિત જે વિજ્ઞાન છે તે ઉભયને મતિજ્ઞાન છે. ૧૧૭ થી ૧૨૧. Jain Education International (૧) શ્રોત્રેન્દ્રિય વડે ઉપલબ્ધિ તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ, (૨) અથવા શ્રોત્રેન્દ્રિયની ઉપલબ્ધિ તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ. (૩) અથવા શ્રોત્રેન્દ્રિય વડે જેની ઉપલબ્ધિ (જ્ઞાન) થાય તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ. આ ત્રણ વિગ્રહમાંથી પહેલા બે વિગ્રહમાં શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધિથી શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દોલ્લેખ સહિત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy