SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] એકેન્દ્રિયમાં ભાવદ્યુતની સિદ્ધિ [૬૫ જ સુપ્ત અવસ્થામાં પણ તે સાધુને લબ્ધિરૂપે ભાવશ્રુત હતું એમ અનુમાન કરાય છે, પરંતુ ભાષા અને શ્રોત્રલબ્ધિ રહિત એકેન્દ્રિયને એવું કોઈ ભાવશ્રુતનું કાર્ય કદી પણ જણાતું નથી. એટલે તેને ભાવશ્રુત છે, એમ કેવી રીતે મનાય ? ૧૦૨. ઉત્તર :- “કેવળી સિવાયના સર્વે સંસારી જીવોને દ્રવ્ય ઈન્દ્રિયનો અભાવ છતાં પણ ન્યૂનાધિક-તરતમ ભાવે, પાંચે લબ્ધિ ઇન્દ્રિયના આવરણના ક્ષયોપશમ હોય છે.' એમ પરમમુનિનું કથન છે. તેથી જેમ પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવોને શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ ને રસના એ ચાર ઈન્દ્રિયોનો નિવૃતિ તથા ઉપકરણની અપેક્ષાએ, અભાંવ છતાં પણ સૂક્ષ્મ-અપ્રગટ લબ્ધિઉપયોગરૂપ શ્રોત્ર આદિ ભાવ ઈન્દ્રિયનું જ્ઞાન હોય છે. (લબ્ધિ ઈન્દ્રિયના આવરણનો ક્ષયોપશમ થવાથી ઉત્પન્ન થયેલ, અતિસૂક્ષ્મજ્ઞાનશક્તિ તો બીં ઈન્દ્રિયોને અંગે હોય છે.) તેવી જ રીતે દ્રવ્ય ઈન્દ્રિયની જેમ દ્રવ્યશ્રુતનો અભાવ છતાં પણ ભાવ ઈન્દ્રિયની જેમ, ભાવશ્રુત પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવોને હોય છે . એકેન્દ્રિયને શ્રોત્રાદિ દ્રવ્ય ઈન્દ્રિયનો અભાવ છે, તે છતાં તેમને ભાવ ઇન્દ્રિયનું જ્ઞાન કંઈક જણાય છે. વનસ્પતિ વિગેરેમાં તો એવું ચિન્હેં સ્પષ્ટ જણાય છે. ઉદાહરણ તરીકે કોયલનો મધુર પંચમ સ્વર સાંભળીને, વિરહઆદિ વૃક્ષોમાં તુરત જ પુષ્પપલ્લવઆદિ ઉત્પન્ન થાય છે, આથી તેઓને શ્રવણેન્દ્રિયજ્ઞાનનું ચિહ્ન સ્પષ્ટ છે, એમ પ્રગટ જણાય છે. સુંદર સ્ત્રીના લોચનના કટાક્ષથી તિલકઆદિ વૃક્ષોમાં શીઘ્રપણે પુષ્પઆદિની ઉત્પત્તિ થાય છે, આથી તેઓમાં ચક્ષુઈન્દ્રિયના જ્ઞાનનું ચિહ્ન સ્પષ્ટ સમજાય છે. વિવિધ સુવાસિત વસ્તુઓના સમૂહથી મિશ્રિત નિર્મળ જળના સિંચનથી ચંપકઆદિ વૃક્ષો જલ્દી ખીલે છે, આથી તેઓમાં ઘ્રાણેન્દ્રિયના જ્ઞાનનું ચિહ્ન જણાય છે. રંભાથી પણ અધિક રૂપવતી યુવાન સ્ત્રીનાં મુખમાંથી નીકળેલા સ્વચ્છ, સ્વાદિષ્ટ, સુવાસિત માદિરાના કોગળાના આસ્વાદથી બકુળઆદિ વૃક્ષ તરત જ ખીલે છે, આથી તેઓમાં રસનેન્દ્રિયના જ્ઞાનનું ચિહ્ન જણાય છે. શ્રૃંગાર યુકત સ્ત્રીના આલિંગનથી કુરબક વૃક્ષ અને પગની પાનીના પ્રહારથી અશોક આર્દિ વૃક્ષ જલ્દી ખીલે છે. આથી તેઓમાં સ્પર્શનેન્દ્રિયના જ્ઞાનનું ચિન્હ છે, એમ જણાય છે. આ પ્રમાણે જેમ એ વૃક્ષોમાં દ્રવ્યેન્દ્રિયનો અભાવ છતાં પણ, ભાવેન્દ્રિય જન્યજ્ઞાન સર્વજન પ્રસદ્ધિ છે, તેમ દ્રવ્યશ્રુતનો અભાવ છતાં પણ, એકેન્દ્રિયમાં ભાવશ્રુત હોય છે. વળી વનસ્પતિ આદિને જળ વિગેરેના આહારથી જીવન ચાલે છે, તેથી તેઓને આહાર સંજ્ઞા છે. લજ્જામણી વિગેરે લત્તાઓ હસ્તાદિના સ્પર્શથી અવયવો સંકોચે છે, તેથી તેને ભય સંજ્ઞા છે. વિરહ-તિલક-ચંપકકેશર-અશોક આદિ વૃક્ષોનાં મૂળીઆં, દાટી રાખેલા ધન ઉ૫૨ ફેલાય છે, તેથી તેમને પરિગ્રહ સંજ્ઞા છે. આવી સંજ્ઞાઓ તે સર્વને ભાવશ્રુત વિના સંભવે નહિ. માટે પાંચ ભાવેન્દ્રિયના આવરણનો ક્ષયોપશમ થવાથી, દ્રવ્યશ્રુતનો અભાવ છતાં પણ એકેન્દ્રિયને ભાવશ્રુત હોય છે. પ્રશ્ન :- “જે શ્રુતાનુસારી વિજ્ઞાન તે શ્રુત.” આવું શ્રુતજ્ઞાનનું લક્ષણ કહ્યું છે, તે અસંગત થશે; કેમ કે શ્રુતાનુસાર સિવાય એકેન્દ્રિયને તમે ભાવદ્યુત માન્યું છે. ઉત્તર :- તમારૂં આ કથન અભિપ્રાય જાણ્યા વિનાનું છે, કારણ કે જે લક્ષણ કહ્યું છે, તે શબ્દોલ્લેખ સહિત વિશિષ્ટ ભાવદ્યુતને આશ્રિને કહ્યું છે, અને એકેન્દ્રિયને તો સામાન્ય અવિશિષ્ટ ભાવશ્રુતાવરણના ક્ષયોપશમરૂપ જ ભાવશ્રુત કહ્યું છે. તેથી શ્રુતાનુસાર વિના પણ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy