SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર મતિ-શ્રતનું વિશેષ વિવરણ [૬૧ सुयकारणं जओ सो, सुयं च तक्कारणंति तो तम्मि । कीरइ सुओवयारो, सुयं तु परमत्थओ जीवो ॥१९॥ इंदिय-मणोनिमित्तं जं, विण्णाणं सुयाणुसारेणं । निययत्थुत्तिसमत्थं, तं भावसुयं मई इयरा ।।१००।। जइ सुयलक्खणमेयं, तो न तमेगिंदियाण संभवइ । दव्बसुयाभावम्मि वि, भावसुयं सुत्तजइणो व्व ॥१०१॥ भावसुयं भासा-सोयलद्धिणो जुज्जए न इयरस्स । भासाभिमुहस्स जयं, सोऊण व जं हवेज्जाहि ॥१०२॥ जह सुहुम भाविंदियनाणं दबिंदियावरोहे वि । तह दब्बसुयाभावे, भावसुयं पत्थिवाईणं ॥१०३॥ एवं सब्बपसंगो न तदावरणाणमक्खओवसमा । मइ-सुयनाणावरणक्खओवसमओ मइ-सुयाई ॥१०४॥ જે જણાય તે અભિનિબોધ, અને જે સંભળાય તે શ્રુત કહ્યું છે. (પ્રશ્ન) - શબ્દ સંભળાય છે, તો તે જ્ઞાન કેમ કહેવાય ? અને જો તે જ્ઞાન થાય, તો તે શબ્દરૂપ શ્રુતજ્ઞાન આત્મભાવ નહિ થાય. (ઉત્તર)-શબ્દ કૃતનું કારણ છે, શ્રુત શબ્દનું કારણ છે, માટે તેમાં શ્રુતનો ઉપચાર કર્યો છે; પરમાર્થથી તો પૂર્વ કહ્યા પ્રમાણે જીવ, ક્ષયોપશમ અને સાંભળવું તે જ શ્રત છે. ઇન્દ્રિય અને મનોનિમિત્ત શ્રુતાનુસારે સ્વઅર્થ કહેવામાં સમર્થ જે વિજ્ઞાન તે ભાવઠુત છે, અને બાકીનું મતિજ્ઞાન છે. (પ્રશ્ન)-જો શ્રુતજ્ઞાનનું એ પ્રમાણે લક્ષણ છે, તો તેવું શ્રત એકેન્દ્રિયને સંભવતું નથી. (ઉત્તર)દ્રવ્યશ્રુતનો તેને અભાવ છતાં પણ સુતેલા સાધુની પેઠે તેને ભાવકૃત છે. બોલનારને અને સાંભળનારને જે જ્ઞાન થાય છે, તે ભાવભૃત છે અને તે ભાષા અને શ્રોતલબ્ધિવંતને ઘટે છે, બીજાને નહિ. પૃથ્વી આદિને જેમ દ્રવ્ય ઈન્દ્રિયનો અભાવ છતાં, સૂક્ષ્મ ભાવઈન્દ્રિયનું જ્ઞાન હોય છે, તેમ દ્રવ્યશ્રુતનો અભાવ છતાં ભાવશ્રુત હોય છે. (પ્રશ્ન)-સાધન ન હોય તો પણ ભાવથુતરૂપ સાધ્ય થાય એમ માનવાથી તો, તેમને સર્વજ્ઞાનનો પ્રસંગ પ્રાપ્ત થાય. (ઉત્તર) તે તે અવધિજ્ઞાન આદિના આવરણભૂત કર્મનો ક્ષયોપશમ ન થવાથી, તે અવધિ આદિ જ્ઞાન એકેન્દ્રિય આદિને ન થાય, પરન્તુ મતિ-શ્રુત જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થવાથી, મતિ-શ્રુત જ્ઞાન જ થાય. ૯૮ થી ૧૦૪. જે જ્ઞાન વસ્તુને જાણે તે અભિનિબોધ અથવા મતિજ્ઞાન, અને જેને જીવ સાંભળે તે શ્રુતજ્ઞાન. આજ પ્રમાણે નંદીસૂત્રમાં લક્ષણના ભેદથી, મતિ-શ્રુતનો ભેદ કહ્યો છે. “ વિ સામિત્તા િવિરો तहवि पुणोऽत्थाऽऽयरिआ नाणतं पण्णवयंति,-तंजहा-अमिनिबुज्झइ ति आभिणिबोहियं, सुणेइ त्ति सुयं ।" જો કે સ્વામિત્વ આદિના કારણે મતિ અને શ્રુતજ્ઞાન સમાન છે, તો પણ અહીં આચાર્ય મહારાજ તેનો ભેદ-તફાવત જણાવે છે, જેમકે-જે (જ્ઞાન વસ્તુ) જાણે તે અભિનિબોધિક તથા જેને (આત્મા) સાંભળે તે ઋત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy