________________
વથનામૃત-વિવેચન [વ. ૨૬૬]
એની માન્યતામાં ભૂલ છે. જડ તે જડ ભાવે અને ચેતન તે ચેતનભાવે પરિણમે છે. ચેતન છે તે જડભાવે ક્યારેય પણ ન થાય. માનવાથી કંઈ વસ્તુપરિણમન ફરે નહીં. માન્યતામાં ભૂલ છે, પણ વસ્તુપરિણમનમાં ભૂલ નથી. જે જડ માનવાથી જડ થઈ જતું હેય, તે આત્મા અત્યારે જડ થઈ ગયે હેત. “વસ્તુ બે : જડ અને ચેતન જગતમાં બે જ વસ્તુઓ છે. બેય ભિન્ન છે; નહીં તે એક જ થઈ જાય. દ્રવ્યદષ્ટિથી તે બેય જુદા પદાર્થ છે, પણ પર્યાયથી ફેર પડે છે. જડ તે જડભાવે અને ચેતન તે ચેતનભાવે પરિણમે તે પછી બંધ પણ ન હોય અને મોક્ષ પણ ન હોય. પણ એમ ઘટતું નથી.
“ ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ” ભાન નથી એટલે આ બધું થાય છે. આત્મા જડ થઈ જતું નથી. અરૂપી આત્મા છે તે રૂપી એવા પુદ્ગલને ગ્રહણ કરે છે. એ અચરજની વાત છે. જીવને સ્વભાવ જાણવાને છે, પણ પિતાને બંધન થાય છે તે તે જાણતા નથી. એ જિનસિદ્ધાંત છે, તે આશ્ચર્ય કારી છે. બધાનું કારણ અજ્ઞાન જ કહેવું છે. અજ્ઞાન હતું તેથી હું દેહ છું એમ ભાસ્યું.
પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી બ્રા દેહ;
હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ.” હવે આત્મામાં દષ્ટિ થઈ, તેથી બધું જાણ્યું. ખરા અરૂપી તે સિદ્ધ ભગવાન છે. એ કઈ પણ પુદ્ગલને ગ્રહણ કરતા નથી.
[વ. ૨૬૭]
૭૬ શ્રીરાત્રે આ અગાસ, શ્રાવણ સુદ ૧૦, ૨૦૦૯ (વાચન-જિનવર કહે છે જ્ઞાન તેને...)
ભગવતીસૂત્રની સાખ આપીને કહ્યું કે જ્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય ત્યાંસુધી વ્રત, નિયમ, પચ્ચખાણ કરે તે મેક્ષાથે નથી. માની બેસે કે મને પાંચમું ગુણસ્થાનક છે, તે તેથી કામ ન થાય. પુણ્ય બાંધે, પણ મોક્ષાર્થે ન થાય. જ્ઞાન મેળવવા માટે વ્રતનિયમ કરતે હોય તે મોક્ષાર્થે થાય. માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ શલ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી વતી કહેવાય નહીં. આત્માનું માહાસ્ય લાગે ત્યારથી જ ધર્મની શરૂઆત થાય છે. તે પહેલાં વ્રત વગેરે કરે તે દેહને માટે જ કરે છે. ઉપવાસ કરે તોય દેહને માટે જ કે આજે પચ્યું નથી માટે ત્યે ઉપવાસ કરીએ. આત્માથે કરે તે સારું છે. જ્ઞાનીનાં વચન પછી એને સમજાય. અધિકારીપણું આવે અને સત્યરુષને વેગ થાય તે આત્માથી થાય.
આત્મા સમજે હોય તે જ્ઞાન છે. “જ્ઞાન કેવળથી કળો.” કેવળ એટલે આત્મા. આત્મા હોય તે આત્માને જ્ઞાન થાય. બીજા ઉપાયથી જ્ઞાન થતું નથી. આત્માને એળખવાથી જ્ઞાન થાય છે. જ્ઞાન થયું હોય તે નિજાનું કારણ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org