SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત કહું? વળી આ૫ સપુરુષ સદ્દગુરુની આજ્ઞામાંથી કદી ચલાયમાન ન થાઉં એવી અચલ આજ્ઞા મારા હૃદયમાં ધારણ કરી નથી. તેથી આપશ્રીને પૂર્ણ વિશ્વાસ, નિશ્ચય દઢપણે નથી અને આપમાં જ મારો પરમ પ્રેમ, ભક્તિ જોઈએ તે નથી. જ્ઞાનીની આજ્ઞાની એક લક્ષે આરાધના નથી. જ્યાં ત્યાં હું ને મારું” થઈ રહ્યું છે. સત્સંગને જોગ નથી. હું પામર શું કરી શકે એ વિવેક નથી. વિવેક એટલે દેહ અને આત્મા જુદા છે એમ વિચાર નથી. એમ કહેવાય છે કે કલિકાલનું વર્ણન ઋષભદેવ ભગવાને કર્યું, તે વખતે ઘણુ મનુષ્ય એવા કાળમાં જન્મવું ન પડે એમ ધારી સાધુ થઈ ગયા. અને આ જીવ આ કલિકાલને ભગવે છે છતાં કંઈ લાગતું નથી ! મર્યાદાધર્મ નથી તે હવે ભાવના રાખવાની છે. મર્યાદા એટલે આજ્ઞા. આજ્ઞાઆરાધનરૂપ ધર્મ જીવને બચાવી શકે. તે માટે ઝરવાનું છે. ગરજ હોય તે થાય, નહીં તો કંઈ ન થાય. રૂઢ થઈ જાય, પછી કંઈ બોલે તેય વિચાર નથી આવતો, જ્ઞાની પુરુષોએ બધું મુમુક્ષુઓને માટે કહ્યું છે. એ મુમુક્ષતા આવે ત્યારે મીઠું લાગે. “શુદ્ધભાવ મુજમાં નથી.” એ શુદ્ધભાવ કરવા માટે બધું કહ્યું છે. મુમુક્ષુને એમ થાય કે ચાર ગતિનાં દુઃખથી કેમ છુટાય? શુદ્ધભાવ વિના છુટાય એવું નથી. હવે એ શુદ્ધભાવ તે મારામાં નથી, તે કેમ છુટાય? એમ વ્યાકુળતા થાય છે. આ કાળનું સ્વરૂપ મહાપુરુષોએ અનેક પ્રકારે વર્ણવ્યું છે. પદ્મનંદી મુનિએ લખ્યું છે કે જ્યાં મોટાં સરોવર સુકાઈ જાય, ત્યાં મસ્યાદિ પ્રાણીઓને ત્રાસને પાર ન હોય તે આ કાળ છે. તેમાં વળી મોટી ચાંચવાળા બગલાઓ માછલાને પકડવા ધ્યાન ધરી ઊભા હોય છે, તેમ આ કાળમાં કુગુરુઓ બગલા જેવા છે. તે બિચારા ને ખાઈ જાય છે, તૂટી જાય છે. હે ભગવાન! મારું શું થશે? ઘરનું કામકાજ તે કાળ જેવું લાગે. છૂટું છૂટું એમ થતું હોય તેને ઘરમાં રહેવું ભાલા જેવું લાગે. જેમ પક્ષીને પાંજરામાં રહેવું ગમતું નથી, સોનાનું પાંજરું હોય તેય દુઃખરૂપ લાગે છે, તેમ એને ઘરમાં રહેવું પડે તે દુઃખરૂપ લાગે. જે કામ કરવું છે તેની કાળજી જોઈએ. જે કરવાનું છે તે બધું ભૂલી જાય છે. કઈ વસ્તુ ખવાઈ ગઈ હોય તે તે આખો દિવસ સાંભરે અને પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું છે, તે સાંભરતુંય નથી. એક પડે તે ભગવાનને વિગ સાલ જોઈએ. જે બેલ બેલ કરે તે વિગ કેમ સાલે? જેમ બાઈને ધણું મરી જાય ત્યારે બોલવું, જેવું બધું બંધ કરીને ખૂણામાં બેસીને રડે છે, એવું રડવાનું છે. જેનામાં ભક્તિ નથી તે અભક્ત છે. તેના પ્રત્યે ઉદાસ રહેવું જોઈએ. ઘરનું કામ કરતાં બધું આ ભક્તિનું કામ ભૂલી જાય છે. આ ઘરનું કામ તો મારું છે એમ કાળજી રાખીને કરે છે. આખે ને આખે આત્મા એમાં એંટી જાય છે. જે સંગ મળ્યો તેમાં હું એમ થઈ ગયું. રૂપ તું, પુરુષપણાને સંગ મળે તે પુરુષ હું, ઢરપણાને સંયોગ મળે તે ઢારરૂપ હું છું, એમ થઈ ગયું છે. સ્ત્રીને પુરુષ કહે તે ખેટું લાગે. અહંભાવમાં તલ્લીન થઈ ગયેલ છે. ધર્મનું ભાન નથી. શું કરે! કંઈક જ્ઞાની પુરુષને ચુંગ થાય, સાંભળે, પછી અભ્યાસ કરે તે થાય. તે કહે કે આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી, એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy