SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ બેધામૃત [વ. ૨૧૦] ૫૪ પૂજ્યશ્રી–જ્યાં જોઈએ ત્યાં પરમાનંદ દેખાય છે, એમ કૃપાળુદેવ લખે છે. ગમે તે માણસ હોય, પણ પરમેશ્વરને માનતા હોય તેના અમે દાસ જ છીએ. પ્રભુશ્રીજીના બેધમાં આવે છે કે આ જે જીવ જુએ છે, તે કશું જોવા જેવું નથી. જ્ઞાની પુરુષ પહેલાં મારી જ નાખે છે અને ફરીથી જીવતા કરે છે. જે બાહ્ય દષ્ટિ છે તે મૂકી, જાણે હવે નવા જ જમ્યા હતા એવું કરવાની જરૂર છે. અનાદિકાળથી પાંચ ઈન્દ્રિય જીવને વળગી છે. એ પુદ્ગલની રમત બધી મૂકી દેવાની છે. “પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિત્ત.” (દે. ૪). જ્ઞાની પુરુષ જ્યાં દષ્ટિ કરાવે ત્યાં કરવાની છે. સુંઘવું, સાંભળવું, ચાખવું, દેખવું, સ્પર્શવું એ બધી પુદ્ગલની રમત છે. એમાંથી પાછા હઠવાનું છે. કેઈ કુવામાં પડી હોય અને કંઈ સાધન હાથમાં ન આવે તે મરી જ ગયે છું એમ થાય છે. એવી જ રીતે હું મરી ગયો છું એમ કરી જ્ઞાની કહે તે પકડી હરતાં ફરતાં એ જ એક સાધન યાદ આવે એવું કરવાનું છે. [વ. ૨૧૧] પપ શ્રીરાવ મ આહાર, ફાઇ સુદ ૧૦, ૨૦૦૯ મહાપુરુષમાં અપૂર્વતા ન આવે ત્યાં સુધી જીવને પિતાના સ્વરૂપનું ભાન થાય નહીં. અપૂર્વતા એ ઉલ્લાસનું કારણ છે. હું કંઈ જાણતો નથી, મહાપુરુષના ગે મારું કલ્યાણ થશે, એવી ભાવના રાખવી. ભક્તિ એટલે મહાપુરુષોના ગુણેનું ચિંતવન. મહાપુરુષ પ્રત્યે અપૂર્વતા કેમ નથી આવતી? તે કે “હું જાણું, હું સમજું છું” એ આડું આવે છે અને સામાન્યપણું કરી નાખે છે. મેહ આડો આવે છે. તેથી જે સત્ પાસે છે તે દૂર લાગે છે. એ મેહને પ્રભાવ છે. જ્ઞાનીને સત્ તે પાસે જ લાગે છે, પણ જીવને મેહ છે તેથી એમ લાગે છે કે ક્યાં છે? ક્યારે પ્રાપ્ત થશે? પણ ઘરમાં ધન દાટ્યું છે તેનું ભાન નથી. આત્મા અનંત સુખનું ધામ છે, તેમ છતાં જીવ પુદ્ગલને ગ્રહી તેમાં સુખ માને છે, પણ સુખ બીજામાં નથી. સુખ તે પિતાની પાસે જ છે. બધે સંસાર અસત છે. સત એ અપૂર્વ વસ્તુ છે એ વિના જીવ આંધળે છે. ભાન નથી. બે વસ્તુ છે, જડ અને ચેતન. ઈન્દ્રિયેના આધારે જીવ રૂપી પદાર્થને જુએ છે. સત્ એ કલ્પના નથી. સત પ્રાપ્ત કરવું છે એવી દઢ મતિ જેને થઈ છે તેણે “હું કંઈ જાણતું નથી” એ વિચાર પહેલાં દઢ કરી જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું એનું જ નામ ગ્યતા છે. આટલું જે થાય તે જરૂર સત્ પ્રાપ્ત થાય. જીવને અનાદિકાળનું અભિમાન છે તે ખસતું નથી, તે બ્રાંતિ છે. નિરંતર સદ્દવિચાર કરે તે કર્મ માર્ગ આપે. અભિમાન આડું આવે છે. અવળું છે તે સવળું કરવાનું છે. એટલું જ જ્ઞાની પુરુષનું કહેવું છે. વિપરીતતા ટાળ્યા વિના છૂટકો નથી. બધું ઊંધું છે. આ પત્રમાં જે ચાવી કહી છે, તે ઘણા વિચારે સમજાય એવી છે. જેને મોક્ષે જવું છે તેને આ વચને પરમ બંધવરૂપ છે. પરમ બંધવ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy