SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેથન [વ. ૨૦૭] - ૫૨ શ્રી. રાઆ. અગાસ, આસો વદ ૧૨, ૨૦૦૮ આપણે બોલતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. પ્રમાદી જીવે છે અને તેઓને કહીએ કે તમે ક્રિયા કરે છે તે બરાબર નથી, તેથી જીવ પ્રમાદી હોવાથી ક્રિયા કરવી પણ મૂકી દે છે. - સાધુને સમાગમ હોય કે શ્રાવકને હોય, પણ વૈરાગ્યની વાત થાય તે બધાને લાભ થાય. વૈરાગ્યની વાત હોય તો બધાને ગમે. વૈરાગ્યની વાત બીજા દર્શનવાળાઓને પણ ગમે. પ્રશ્ન–વૈતાલિય અધ્યયન શામાં છે? પૂજ્યશ્રી–સૂત્રકૃતાંગમાં અધ્યયન બીજું છે. મનુષ્યભવ દુર્લભ છે, તે ફરી ફરી મળતો નથી, માટે પ્રમાદ છોડી મોક્ષ માટે ત્વરાથી પુરુષાર્થ કરે, આયુષ્ય સંધાય એવું નથી, શરીર આદિ બધું અસત્ય છે, એવી એવી વૈરાગ્યની વાતે એમાં આવે છે. (જુઓ પ્રજ્ઞાવ બોધ પુ૫ પs) કોઈ એક વખતે, પ્રભુશ્રીજી ગૃહસ્થને સત્પરુષ માને છે એવી પ્રસિદ્ધિ થઈ. પછી એક મોટા સાધુ પ્રભુશ્રીજીને મળ્યા. ત્યારે પ્રભુશ્રીજીએ કૃપાળુદેવના પત્રે તેમને બતાવ્યા. તેમને લાગ્યું કે આ તે સારું છે, એ જ કરવાનું છે. આ લખનાર કેઈ જ્ઞાની છે, એમ લાગ્યું. ગૌતમસ્વામી સર્વજ્ઞ જેવા કહેવાતા પણ ભગવાન મળ્યા પહેલાં મનમાં તેમને એ સંદેહ રહે કે આત્મા હશે કે નહીં? પુસ્તકો ભણવા સારાં લાગે છે પણ આ પાંચ ઇન્દ્રિયના વિષય ઉપર મીંડું મૂકવું બહુ અઘરું છે. એથી છૂટવું અને સ્મરણમય થઈ જવું. હું કંઈ જાણતો નથી એ કરવાનું છે. અનાદિકાળથી છવ કરી રહ્યો છે તે સ્વછંદ છે. અનાદિથી પાંચ ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તે છે તે બધે સ્વચ્છેદ છે. એ જે રેકાય તે– રોકે છવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ.”. મોક્ષ થાય. એ સ્વછંદ મૂકવાને છે. લૌકિક વાતમાં જીવ ડૂબી ગયું છે. એ લૌકિક વાતે ભૂલી જાય તે અલૌકિક વાતમાં સ્વાદ આવે. અલૌકિક દષ્ટિ કરવાનું કહે છે. એક એક વસ્તુમાં અનંત ધર્મો છે. એથી સત્યરુષે ખેંચતાણ કરતા નથી. [વ. ૨૦૯]. પ૩ શ્રીરાવ આ૦ અગાસ, અષાઢ વદ ૮, ૨૦૦૯ પૂજ્યશ્રી–ઘણા પત્રોમાં કૃપાળુદેવ જુદા જુદા શબ્દો વાપરે છે. તે શબ્દ કયા કયા અર્થ માં વપરાય છે? તે વિષે પૂછળ્યું હશે, તેને ઉત્તર કૃપાળુદેવ લખે છે. જેમને અનુભવ થયો છે, તે મને તેને લક્ષ હોય છે. તે લક્ષ સહિત આત્મા માટે જુદા જુદા શબ્દો કહેવાયા હોય છે. જેને વસ્તુની ઓળખાણ થઈ છે તે તેને લક્ષ રાખીને જુદા જુદા નામથી આત્મવસ્તુને કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy