SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ - બેધામૃત આ બધું સમજીને કૃપાળુદેવે હદયમાં રાખ્યું છે. એ જ આપણે કરવાયેગ્ય છે. વિચાર કરે તેને બધું સમજાય. જ્ઞાની પુરુષને એગ થયે, ત્યાંથી માંડીને અગી થાય ત્યાં સુધીની દશા પ્રાપ્ત થાય એવું આ કહ્યું છે. આ માર્ગ બધાય જ્ઞાનીએ લક્ષમાં રાખે છે. જ્યારે જીવને મોક્ષ થવાને હશે ત્યારે પુરુષને વેગ થશે. છૂટવાની ખરી ભાવના સપુરુષના ગે થાય છે. પ્રશ્ન–આ પત્રમાં પરોક્ષ સંપુરુષ અને પ્રત્યક્ષ પુરુષ એમ બે વાત આવીને? સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું ત્યાંથી માંડીને તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું અહીં સુધીમાં પરોક્ષ સપુરુષ કારણ છે. અને એ સઘળાનું કારણ કઈ વિદ્યમાન સત્યુ રુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. તે પુરુષના પરોક્ષપણામાં જે કરે તેનું ફળ જેવું જોઈએ તેવું ન થાય? પૂજ્યશ્રી–પુરુષ મળે ત્યારે જ ખરું ફળ થાય છે. આપણે આ બધા સત્સંગ કરીએ છીએ અને એક પુરુષને સત્સંગ એટલે પરમ સત્સંગ હોય એમાં ઘણે ફેર છે. પ્રભુશ્રીજી કહેતા કે પ્રત્યક્ષ અને પરોક્ષ કોણે ઓળખ્યા છે? “મેં ઓળખ્યા છે, હું જાણું છું” એ વાક્યને જુલાબ લેવા જેવું છે. અર્થાત્ એવાં વચન છેડવા જેવાં છે. કૃપાળદેવ પ્રભુશ્રીજીને લખે છે કે અંબાલાલ તમને આ પત્ર સમજાવશે. આ જ કહેવા માટે અમારે જીવવું છે એ જ કહેવું છે. પુરુષ પ્રાપ્ત થયે જ એ વસ્તુ આપણને ખ્યાલમાં આવી. આપણને પ્રભુશ્રીજી મળ્યા તે કૃપાળુદેવનું માહાભ્ય સમજાયું. સત્સંગ છે તે પણ એ સમજવાનું કારણ છે. પણ ખરું કારણ તો પરમ સત્સંગ છે. મારે તે એક આત્માનું કલ્યાણ કરવું છે, એમ જેને હોય તેને ભક્તિ પ્રાપ્ત હોય છે ભક્તિમાં લીન થઈ જવાય એવું કરવાની જરૂર છે. એને બીજું ગમે નહીં. પુરુષોના માતાઓને વિચાર કર. મોક્ષમાર્ગે જે ચાલે છે એવાની ભક્તિમાં લીન થાય તો સંસાર છૂટી જાય. આપણને જેના ઉપર વિશ્વાસ આવ્યો, તે કહે તેમ કરવું. બધા પુરુષોને એક જ વસ્તુ કહેવી છે. વીતરાગતાને ન ઓળખે તે પુરુષ પ્રત્યે લૌકિક ભાવ થઈ જાય. સત્યરુષ પ્રત્યે અલૌકિકભાવ કરવાનો છે. શુદ્ધાત્મપદ કેમ પમાય? તે આ પત્રથી ખબર પડે. જીવને રહેવાનું ઘર સમભાવ છે, પણ સમજણ હેય તે સમભાવ આવે, એમ પ્રભુશ્રીજી કહેતા. [વ. ૧૭૬] ૪૪ શ્રીરાઆ. અગાસ, ભાદરવા વદ ૯, ૨૦૦૮ જીવન્મુક્ત એટલે જીવતાં છતાં મુક્ત. એ શબ્દ અરિહંતને માટે વપરાય છે. સમ્યકુત્વ પ્રાપ્ત થાય ત્યારે સમ્યગ્દષ્ટિ કહેવાય. જેને પરાભક્તિ પરમપ્રેમ પ્રગટયો છે, તે કેવળજ્ઞાનનું બીજ હોવાથી એને પણ કારણ હોવાથી જીવન્મુક્ત કહે છે. પુરુષ મળ્યા પછી તે દેહને પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી જીવન્મુક્ત છે. જીવને માગ ક્યારે મળે? દીનબંધુની કૃપાથી, સંતના ચરણ સેવવાથી અને ભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy