SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત સાચો ધર્મ ભુલાઈ ગયા છે. દેહધર્મ થઈ ગયું છે. કર્મને દૂર કરે તે આત્મા દેખાય. યથાર્થ દૃષ્ટિ કરવાની છે, તે થતી નથી. કૃપાળુદેવ કહે છે કે હે હરિ! અમારે ભક્તિ જ કરવી છે. પણ તે કળિયુગના પ્રસંગો અમને આપ્યા કરે છે. મારા નિમિત્તથી કઈ દુઃખી ન થાય અને બીજા છે દુભાય નહીં. મારા નિમિત્તે બીજા જ ઠેષ કરી કર્મ ન બાંધે એવી કૃપા કર. હું તમારો શરણાગત છું. ભગવાનને ભૂલીને લેકે બીજામાં લાગે છે, એ એમને મોટામાં મોટું દુઃખ છે. જગતને ઉદ્ધાર થાય એવી એમની ભાવના છે. આ કાળમાં પણ કોઈનું કલ્યાણ થવું સુજિત હશે તો તે બીજેથી નહીં પણ અમ થકી એમ લખ્યું છે. (૩૯૮). ૩૯ [વ. ૧૬૪]. - જે સંપૂર્ણ છે તેને હું ઈચ્છું છું, એમ કૃપાળુદેવ કહે છે. જેનામાં સંપૂર્ણ જ્ઞાન છે તેને હું ઈચ્છું છું, “સત્તા” બે અર્થમાં વપરાય છે. એક શક્તિના અર્થમાં અને બીજું મૂળ સ્વરૂપ એ અર્થમાં પણ વપરાય છે. ૪૦ [વ. ૧૬૫] પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે; વહ કેવલ કે બીજ જ્ઞાની કહે, નિજક અનુભવ બતલાઈ દિયે. ” જેનામાં પુરુષ પ્રત્યે પ્રેમ છે, તેનામાં કેવળજ્ઞાનનું બીજ છે. આત્મા પિતાના અનુભવથી જ દેખાય છે. ગમે તેટલી વિકટ વાટે પણ પરમાર્થ પ્રાપ્ત કરવાનો છે. પરમ પ્રેમ આવે તે પરાભક્તિ પણ થાય. પુરુષાર્થ કંઈ નકામે જવાનું નથી. મોક્ષનાં કારણે મળશે એટલે મોક્ષ તે એની મેળે આવશે. સમ્યગ્દર્શન થાય ત્યારે જ વસ્તુ પ્રાપ્ત થાય છે, કેવળજ્ઞાન, મોક્ષ બધું થાય છે. શંકા, ભય, મૂંઝવણ એ બધું સમ્યક્ત્વ ન થાય ત્યાંસુધી રહે. પછી ન રહે. પણ માન આવે તે સમકિત જતું પણ રહે. માન જાય ત્યારે ભગવાન હાથ આવે. સ્વાદુવાદ સમજ બહુ મુશ્કેલ છે. પિતાનું કલ્યાણ થાય એવું કરવાનું છે. કૃપાળુદેવ કહે છે કે “જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ” સાક્ષી રૂપે રહે છે. [વ. ૧૬૬] ૪૧ શ્રી રા. આ. અગાસ, જેઠ સુદ ૮, ૨૦૦૮ જ્ઞાનીના એક વચનને આરાધે તે બધાંય શાસ્ત્રોને સાર એને પ્રાપ્ત થાય. કઈ માણસ ઊંઘતો હોય, તેને એક બૂમ મારે તે જાગી જાય, કોઈને બે બૂમ મારે ત્યારે જાગે, કેઈને ત્રણ બૂમ મારે ત્યારે જાગે, કેઈને વધારે બૂમ મારે ત્યારે જાગે, પણ એને જગાડ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy