SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ વચનામૃત-વિવેચન ભાવના છે તેને એ સફળ થશે. અનુકૂળતા મળી આવશે. શમસંવેગાદિ વિષે આત્મસિદ્ધિમાં કહ્યું છે– “ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ—અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ-નિવાસ. ” તેનો અર્થ કરે છે– શમ એટલે કોધ, માન, માયા, લેભને દબાવવા તે. ઘણી વખત ક્રોધ થતે હેય તે કહે કે મને કષાય થાય છે, પણ માન માયા લાભ હોય તેને કષાય થાય છે એમ માનતા નથી. મુમુક્ષુ હોય તે એ ચારે કષાયને શમાવે છે. કષાયે ઉદયમાં આવે તે ઉદયકર્મનું બળ ન ચાલે એવું કરવું. “મને આવું છાજે નહીં ? એમ મુમુક્ષુને થાય. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે. મુમુક્ષુ પિતાની દશાને સાચવે છે. “ દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય, હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ” કષાય ખરાબ છે. કષાયનું ફળ ખરાબ આવવાનું છે, એમ જેને હેય તે કષાય વધારે નહીં, મનમાંથી હોય તેય કાઢી નાખે. તે બીજાને ક્ષમા આપે અને પિતે ક્ષમા માગે. ક્રોધ-માન-માયા-લોભમાં તણાઈ ન જાય. જે કષાય છે તેને ઓછા કરવા છે. જેમ તેમ કરીને હવે છૂટવું છે. આયુષ્ય એમનું એમ જતું રહે એમ ન કરવું. સંવેગ, નિવેદ એ એક જ ગુણની બે બાજુ છે. જ્યારે એને મોક્ષની ઈચ્છા થાય ત્યારે સંસારથી નિવેદ થાય છે અને જ્યારે નિર્વેદ થાય ત્યારે સંવેગ એટલે મોક્ષની ઈચ્છા થાય છે. પહેલાં એમ ઈચછે કે હવે મોક્ષ સિવાય કશું જોઈતું નથી; પછી સંસાર ભણી દષ્ટિ કરે કે અનંતકાળથી જીવ ભટક ભટક કરે છે. એવા વિચારથી સંસારથી થાકે ત્યારે નિર્વેદ થાય છે. [વ. ૧૩૯] રાત્રે ર૭ શ્રી રાક આહેર, ફાગણ સુદ ૪, ૨૦૦૮ પ્રદેશ પ્રદેશે જીવ કર્મથી બંધાયેલ છે. માત્ર આઠ રુચક પ્રદેશ ખુલ્લા છે. પ્રદેશ પ્રદેશે અનંત કર્મની વગણ છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે તે વૈરાગ્ય થવા માટે છે. આઠ રુચકપ્રદેશ ખુલ્લા છે એમ શામાં ઘણે ઠેકાણે કહ્યું છે, કેઈ સ્થળે નિષેધ નથી કર્યો. જે મોક્ષે લઈ જાય તે ખરું જ્ઞાન છે. જે જાણે તે આત્મા. આત્મા ઉપયોગ લક્ષણવાળો અવિનાશી છે એવું ઓળખાણ થવું તે જ્ઞાન. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. ” આટલે ભેદ પડ તે મેક્ષ. આત્માનું જ્ઞાન ન હોય અને ચૌદપૂર્વમાં કંઈક ઓછું ભણે હોય તે પણ નિગોદમાં જાય છે. બધાંય શાસ્ત્રો એક આત્મા ઓળખવા માટે છે. દર્શન મેહ હોય ત્યાં સુધી ગમે તેટલું ભણે તે પણ નકામું છે. સમ્યક્ત્વસહિત હેય તે થોડું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy