SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન [વ. ૧૨૬] ૨૩ શ્રી. રાઆ. અગાસ, જેઠ વદ ૧૪, ૨૦૦૯ કાળ તો બધા સરખા છે. ચોથા–પાંચમા કાળમાં કંઈ ભેદ નથી, પણ જીવને લઈને ભેદ પડે છે. ભગવાન ઋષભદેવે જ્યારે કળિકાળનું વર્ણન કર્યું ત્યારે કેટલાય જીએ સંથારે કર્યો કે આવા કાળમાં જન્મવું ન પડે. કૃપાળુદેવે કહ્યું છે કે કળિયુગનું ભયંકરપણું જોઈને અમને આત્માને વિષે બેધ થયો. જ્યાં જુઓ ત્યાં જગતમાં, ધર્મનાં સ્થાનમાં કે બીજે, વિષયકષાય છે. કોઈ કાનથી ભેગ ભોગવે છે, કેઈ આંખથી ભગવે છે, કઈ જીભથી ભગવે છે. એમ આખું જગત વિષયમાં પડયું છે. કર્મ ન બંધાય એવું કરવું. કૃપાળુદેવ કહે છે કે મનુષ્યભવમાં શાંતિ મળશે એમ લાગતું હતું, પણ ત્યાં પણ આ આત્મા અવિશ્રામ પામી સપડાયા છે. “શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી ?” સંકલેશભાવમાં રહે તેનું જીવને દુઃખ નથી લાગતું. શું કરવા આવ્યા છીએ? શું કરવું છે? શું કરીએ છીએ? તે કૃપાળુદેવ તપાસતા હતા. મનુષ્યભવમાં શાંતિ મળે તેવું છે, મોક્ષ પણ મળે. ત્યાં પણ જીવ વિષયકષાયમાં સપડાય છે. મેક્ષ ન થાય ત્યાં સુધી જપે નહીં એવા કૃપાળુદેવ હતા. પૂર્ણ વીતરાગતા આવ્યા વિના એમને ચેન ન પડે એવું હતું. માછલીને પાણીમાંથી કાઢી નાખે અને જેમ તે તરફડે તેમ એમને વીતરાગતા વિના થતું હતું. ગાંધીજીને કૃપાળુદેવે વાતચીત કરતાં કહ્યું હતું કે આ બધા કુગુરુએ લેકેને બુડાડે છે એનું અમને એટલું દુખ લાગે છે કે કઈ બરછીઓ ભેંકે તેય એટલું દુઃખ ન લાગે. સરલભાવ જોઈએ. ગમે તેવા સંસારના પ્રસંગોમાં ઉપશમભાવ રહેતા હોય તેને સંસારમાં રહેવા છતાં મોક્ષ જ છે. છોડવાની ઈચ્છા છતાં છૂટે નહીં તે સહન કરવું, કલેશિત ન થવું. દેહ છૂટતાં પહેલાં કૃપાળુદેવને એટલું કરવું છે કે મન વચન અને કાયાથી આત્માને મુક્તભાવ, એટલે દેહ છતાં દેહાતીત દશા. મનમાં રાગદ્વેષ ન થાય, વચનમાં અસત્ય ન બોલાય, જેમ છે તેમ સ્વાદુવાદપૂર્વક બેલાય, કાયાની વૃક્ષદશા એટલે આહારવિહારમાં વૃત્તિ ન રહે. જેમ પ્રારબ્ધ દોરે તેમ દેરાય, તેને મન વચન કાયાથી મુક્તપણું કહ્યું છે. પણ હવે ટૂંકામાં કહે છે કે નિઃશંક થવું, નિર્ભય થવું, કેવળજ્ઞાનરૂપ થવું. નિઃશંકતાથી નિર્ભયતા થાય. શાસ્ત્રોથી ઉપશમભાવ આવ દુર્લભ છે. સુપાત્ર હોય તેને શાસ્ત્રથી ઉપશમભાવ થાય. ઉપાદાન બળવાન હોય તે તેને શાસ્ત્ર આધારભૂત થાય. “આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરૂ ગ નહીં, ત્યાં આધાર સુપાત્ર” પૂર્વના સંસ્કારી હોય તેમને શાસ્ત્રથી ઉપશમભાવ થઈ શકે છે. - વિદ્યાઓ કંઈક કંઈક વિકપ મૂકતી જાય છે. કેઈ પુસ્તક વાંચતે હેય અને તેણે છાપખાનાનું કામ કરેલું હોય તે વિક૯પ થાય કે આ સારું છાપ્યું નથી. આ સારું છાપ્યું છે, આની બાંધણી સારી છે, એવા વિકલપ થાય. કેઈ ચિત્રકળા શીખ્યો હોય અને Jain Education International For Private & Personal.Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy