SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૪૯ જીતવા ઊભું થયે છું અને આ મને જીતી જાય છે, એમ વિચારતાં મુમુક્ષુને ખેદ થાય છે. પછી બળ કરીને વિષયકષાયને છેડે છે. વિષયકષાયથી પાછા ફરી આત્મામાં રહી જય પામ્યા છે. વિષયકષાયને પક્ષ ન કર. મુમુક્ષુને એ ફાવે નહીં. સામા પડી જીતવા. આ પત્ર મુખપાઠ કરવા જેવો છે. કૃપાળુદેવે આ એક ટૂંકે પત્ર લખ્યું છે, પણ કે લખે છે! મુખપાઠ કર્યો હોય તે વારંવાર ફેરવી, હૃદયમાં એ ભાવે સ્થિર કરવા. [વ. ૨૫-૮૨૬] ર૬૮ શ્રી. રા. આ અગાસ, જેઠ સુદ ૭, ૨૦૦૮ પૂજ્યશ્રી–બે વસ્તુ કહે છેઃ સત્કૃત અને સત્સમાગમ. સસમાગમથી બહુ લાભ થાય. એનું વિશેષપણુ છે. સત્કૃતનાં વચને જ્ઞાનનાં વચને છે. જીવને હિતકારી હોય તે જ કહે છે. શાસ્ત્રમાં તે સામાન્યપણે હોય છે, પણ સત્કૃત એને જેવાં વચનો જોઈએ તેવાં કહે છે. તેથી વધારે હિતકારી છે. મહાપુરુષનાં વચને, તેમનું કિ ચેષ્ટિતપણું, સપુરુષની વૃત્તિ એ બધાનું સત્સમાગમમાં વિશેષપણું છે. શાસ્ત્રોમાં બધાને માટે સામાન્યપણે કહેવાયું હોય છે, પણ પ્રત્યક્ષ પુરુષના યેગે જે વચને કહેવાય છે તે ખાસ પિતાને માટે કહેવાય છે. શાસ્ત્રોમાં પિતાની વૃત્તિ ઉપર આધાર છે. જે અર્થ થાય તેવો કરે. અને પુરુષનાં વેચન હોય તેમાં પુરુષને આધારે સમજવાનું હોય છે. શાસ્ત્ર ગુરુ પરંપરાથી સમજવાયેગ્ય છે. સદ્ભુત પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ એ પરિચય થવામાં અંતર છે. મુખ્ય અંતરાય તે જીવને અનિશ્ચય છે. નિશ્ચય કરે તે મળ, વિક્ષેપ, પ્રમાદ જતા રહે. દઢ નિશ્ચય કર્યો હોય તે કામ કર્યા વિના છેડે નહીં. ગમે તેટલાં વિદને આવે પણ મારે આ કામ કરવું જ છે એમ થાય તે પછી કર્યા વિના ને રહે, વિઘથી ખળે નહીં. વિ. ૮૨૭] પ્રશ્ન-ઉતાપની નિવૃત્તિ એટલે શું? પૂજ્યશ્રી–જન્મ જરા મરણ એ મુખ્ય ઉતાપ છે. મારે મરવું જન્મવું પડશે એ થ નથી. જ્ઞાની જાણે છે. ઉપર બતાવ્યાં તે ત્રણ મોટાં દુખ છે. એ દુઃખ લાગે તો નિવૃત્તિ કરવા માંડે. “હું દુઃખી છું' એમ લાગતું નથી. જ્ઞાની કહે છે કે આ લોક ત્રિવિધ તાપથી બળે છે, પણ એને એમ લાગતું નથી, ઊંઘે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy