SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭ વચનામૃત-વિવેચન ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.” (૭) જે વસ્તુ ક્ષણિક છે, મેળા જેવી છે, તેને ખેદ છે? સાથે કશું ન આવે. મળ્યું હેય તેય શું અને ન મળ્યું હોય તેય શું? મૂકીને જવાનું છે. સંસારનું સ્વરૂપ જાણ્યું છે એવા જ્ઞાની પુરુષને પણ અમુક ગુણસ્થાનક સુધી સત્સંગીના વિયોગે ખેદ થાય છે. ગૌતમસ્વામીને પણ મેહ રહ્યો હતો. | મનમાં જેવું હોય તેવું સોભાગભાઈ કૃપાળુદેવને કહેતા. મનમાં ફિકરચિંતા જે હોય તે બધું કહી દેતા. કશે આંતર રાખે નહીં. ઘણા મુમુક્ષુઓને મુશ્કેલી હોય તે કૃપાળુ દેવને કહી શકે નહીં. તેથી સભાગભાઈ પાસે કહેવરાવતા કે આને આમ અને આને આમ છે. જેને કૃપાળદેવની ઓળખાણ થઈ છે તેને તે લાગે કે કૃપાળુદેવ જેવા આ કાળમાં કયાંથી ! તેથી બીજાને એ સંબંધી વાત કરે તે તેને લક્ષમાં આવે કે કૃપાળુદેવ જેવા કે નથી. પણ કુપાળુદેવ કહેતા કે તમે અમારા સંબંધી કંઈ કઈને કહેશે નહીં. કૃપાળુદેવને ભાગાભાઈએ સાયલે આવવા આમંત્રણ આપ્યું હતું. કુપાળુદેવ સાયલે આવતા હતા. સાથે સોભાગભાઈ હતા. વચમાં નદી આવી. ત્યાં સોભાગભાઈએ સગરામમાંથી ઉતરીને કૃપાળુદેવને કહ્યું કે આ ઉગતા સૂર્ય અને નદીની સાક્ષીએ આજથી તમે મારા ગુરુ છે. તમારી જ માળા લઈને બેઠો છું. હવે તમારે જેમ કરવું હોય તેમ કરજે. કૃપાળુદેવ સેભાગભાઈની હયાતીમાં જે ત્રણ વખત સાયલે પધાર્યા હતા. સં. ૧૯૫૧માં પર્યુષણ વવાણિયે કર્યા બાદ બીજી વાર સાયલે પધાર્યા તે વખતને આ પ્રસંગ છે. [વ. ૭૮૩] - ૨૬૬ શ્રી રા. આ. અગાસ, ભાદ્રપદ વદ ૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–સેભાગભાઈને દેહ છૂટી ગયા પછી થોડા દિવસે આ બીજે પત્ર એમના દિકરા ઉપર લખ્યું છે. કલેશ દુઃખ કોઈને ગમતું નથી. સુખને જીવ ઈચ્છે છે, પણ ખરું સુખ તે મેક્ષમાં છે “સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” (૫૬. એ કોઈકને સૂઝે છે, આત્મજ્ઞાન થાય તે એને આત્મા સુખરૂપ લાગે. “ કયા ઈછત બેવત સબે, હૈ ઈચ્છા દુઃખ મૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ” (હા. ૧-૧૨). ઈચ્છા એ જ દુઃખનું મૂળ છે. ઈચ્છા થઈ ત્યાં આખે સંસાર ઊભે થાય છે. જીવ સુખને છે છે, પણ ઈચ્છા છોડ્યા વિના ખરું સુખ આવતું નથી, જીવને ખરા સુખને ખ્યાલ નથી, તેથી ભાવના પણ થતી નથી. અનંત જન્મમરણ જીવે કર્યા છે અને કરે છે, તે આત્મજ્ઞાન વિના ન છૂટે, એવી જીવને ખબર નથી. એની જે ગરજ જાગી હેત તે કમને નાશ કરી મોક્ષે જતો રહ્યો હોત. પછી ફરી જન્મવું ન પડે. ફરી જનમવું નથી એવું દૃઢ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy