SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ધામૃત ભાગભાઈને એમ થયેલું કે અંબાલાલને સુધારસ સંબંધી કઈક કહું. કૃપાળુદેવે મુંબઈથી અંબાલાલને લખ્યું કે સભાગભાઈ તમને યાદ કરે છે, માંદા છે, તેથી ત્યાં જાઓ. અંબાલાલને કાગળ મળતાં સાયલા જવાનો વિચાર થયો પણ કંઈક કામ હેવાથી બે ત્રણ દિવસ મોડા ગયા. તે વખતે સભાગભાઈને વધારે માંદગી હતી. સભાગભાઈએ અંબાલાલભાઈને કહ્યું કે મારે તમને કંઈક કહેવાનું હતું પણ તમે મોડા આવ્યા, હવે મને વખત નથી. વિ. ૭૮૨] ૨૬૫ શ્રીરા. આ. અગાસ, અષાઢ વદ ૭, ૨૦૦૯ પૂજ્યશ્રી–પ્રભુશ્રીજી કહેતા કે જેણે કૃપાળુદેવને માન્યા છે, તેના અમ દાસના દાસ છીએ. એવું કૃપાળુદેવને પણ રહેતું. આખા જગતના શિષ્ય થવાની કૃપાળુદેવને બુદ્ધિ છે. દેહને મૂકીને દરેકને જવાનું છે, છતાં દેહમાંથી ભાવ છૂટ નથી. “હું દેહ છું, હું દેહ છું એમ થયું છે. જડમાં એમ અહંપણું કરે છે. આંટી પડી છે, તે ઉકેલવા જ્ઞાની પોકાર કરે છે કે તમે ભુલ્યા છે, ભૂલ્યા. જુદા જુદું માને. દેહમાં મારાપણાની બુદ્ધિ એ જ એને જન્મ-મરણ, અને એજ ફરી બીજે દેહ પ્રાપ્ત કરાવે છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મેટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.” એમ કૃપાળુદેવ લખે છે. મેટા મુનિઓને પણ દુર્લભ એવું સમાધિમરણ સભાગભાઈ એ કર્યું. સમાધિ ઈચ્છનાર મુનિને પણ છેવટની સમતા રહેવી કઠણ પડે છે. કૃપાળુદેવ માથે હતા એટલે એમને સમાધિમરણમાં બળ મળ્યું. એ પ્રત્યક્ષ સત્પરુષની બલિહારી છે. અંબાલાલભાઈ છેવટે ભાગભાઈ પાસે હતા. તે વખતે અંબાલાલભાઈ મંત્ર બોલતા હતા. સોભાગભાઈએ કહ્યું કે “મને ધ્યાનમાં એકાગ્રતામાં વિદ્ધ થાય છે, માટે બેલવાનું બંધ રાખે. આ સોભાગને બીજું હેય નહીં.” પરમકૃપાળુદેવે પ. પૂ. પ્રભુશ્રીજીને કહેલું કે તમને પણ ભાગભાઈ જેવું સમાધિમરણ થશે. પૂજ્ય પ્રભુશ્રીજી પણ છેવટના દિવસમાં બિમાર રહેતા તે વખતે શ્રી ૦ ૦ ૦ ૦ ત્યાં હતા. પ્રભુજીશ્રીને મૂછગત ધારીને એમણે “આતમભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે” એ મંત્ર બોલવા માંડયો, એટલે પ્રભુશ્રીજી તરત બેઠા થઈ ગયા. નાસીકમાં મેં કહ્યું કે “ભક્તિને વખત થયો” ત્યારે પૂજ્ય પ્રભુશ્રીજીએ કહ્યું કે “અમે તે આખે દિવસ ભક્તિમાં જ છીએ.” જ્ઞાની પુરુષનાં દર્શન થયાં એ પણ મહાભાગ્ય છે. એમના ગુણે સંભારવા. એમનાં વચને જે ધર્મસંબંધી હોય તે સંભારવાં એમ કૃપાળુદેવ સભાગભાઈના કુટુંબીઓને લખે છે. મુમુક્ષુઓને સોભાગભાઈ ઉપકારી હતા. સોભાગભાઈને ગુણે જઈને કૃપાળુદેવ રાજી થતા, એમની દઢતા, સરલતા, પરમાર્થ સંબંધી ગરજ જોઈને કૃપાળુદેવ બહુ આનંદ પામતા. કૃપાળુદેવને એમણે રાજી કર્યા હતા. એક પુરુષને રાજી કરવામાં, તેની સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy