SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન લાગે. કંઈ બોલી શક્યો નહીં. મહાવીરની તે શ્રદ્ધા નથી અને આચારાંગની ટીકા લખવા જાય છે ! લાભાંતરાય દૂર થાય તે આત્માને લાભ થાય. બાધતા કયાં અને નિરાધાધતા કયાં છે? સંસારમાં બાધતા છે અને મેક્ષમાં નિરાબાધતા છે. અવ્યાબાધ સુખ મેક્ષમાં હોય છે. સંસારમાં કમ છે તેથી બાધતા છે. સંસારમાં બાધતા છે, તે પ્રિય છે કે મોક્ષમાં નિરાધાધતા છે, તે પ્રિય છે? જે નિરાધાધતા પ્રિય છે તે સમ્યકત્વ છે. બધા પ્રશ્નો કરીને આ કહ્યું કે સુખ બીજે બીજે કલપો છે ત્યાં સુખ નથી. સુખ તે આત્મામાં છે. બીજે જડમાં સુખ હેય નહીં. અંતરનું સુખ છે તે શાતા-અશાતા બેયથી જુદું છે. પ્રશ્ન-અંતરમાં સુખ છે એવું થાય તે અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય? પૂજ્યશ્રી–સુખની ઓળખાણ હેય તે થાય. અંતરનું સુખ ચાખે તો પછી બીજી વસ્તુઓ એને તુચ્છ લાગે. લક્ષ રાખ જોઈએ કે મારે એ જ કરવું છે. નિમિત્તાધીન વૃત્તિ ચલિત થાય ત્યારે વિચારવું કે આ ક્યાંથી આવ્યું? દઢતા રાખવી. જીવ લક્ષ રાખે તે કેવી સારી શિખામણ છે ! મેક્ષ થાય એવી શિખામણ છે. સંસારમાં એટલું જ છે કે કોઈને રાજી કરવા કે પિતે રાજી થવા ઇચછે. પરને રાજી કરવા અથવા પરથી રાજી થવા એમ બે પ્રકારે જીવ ઈચ્છા કરે છે. પરથી દબાઈને મનની નિર્બળતાને લીધે જીવ અન્ય પાસે મંદ થઈ જાય છે. બીજા પાસે કીર્તિ છે, સુખ છે, તે નિર્ધનતા છે. સુખ બીજામાં હેય નહીં. - “અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, સ્થિતિ થવા માટે બાપદાર્થોનું વિમરણ કર, આશ્ચર્ય ભૂલ.” આત્માનું સુખ છે તે જ આશ્ચર્યકારી છે. [વ. ૧૧૧] ૧૯ શ્રીરાઆ. અગાસ, જેઠ વદ ૧૨, ૨૦૦૯ કૃપાળુદેવ પરમસત્યનું ધ્યાન કરે છે. સંસારમાં મન રાખવા જેવું નથી. પરમાર્થને લક્ષ ન ચુકાય તેમ વ્યવહાર ચલાવે તે મંદ ઉપગે વ્યવહાર છે. છૂટવું હોય તે આગ્રહ રાખવાના નથી. કેઈને આપણે કંઈ કહ્યું તે એ ન માને તે કેમ નથી માનતે? એમ આગ્રહ ન કરે. માને તો રાજી ન થવું. પિતાનો ઉદ્ધાર કરનાર પિતે છે. બીજા આપણને સારા માને તેથી કંઈ સારા થવાનું નથી, બેટા માને તેથી કંઈ બેટા થઈ જવાના નથી, લેકને માટે જાણે જીવતા હોઈએ તેમ ન કરવું. કૃપાળુદેવે નિયમ કર્યો છે કે જ્યાં સુધી ગૃહસ્થાશ્રમ હોય ત્યાંસુધી એગ્ય રીતે વર્તવું. મનમાં દુભાવું નહીં. આગ્રહ રાખનાર દુઃખી થાય છે. [વ. ૧૧૨] ધર્મ કરવાની ઈચ્છા થાય ત્યારે ઉપર ઉપરથી ધર્મ કરે છે, પણ ધર્મ તે બહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy